🦜પિંજરાનું પંખી 🦜
વરસો સુધી પિંજરામાં પુરાયેલો હતો હું,ત્યાં સુધી એમ લાગતું'તું કે ક્યારે આ પિંજરામાંથી છૂટું !
હવે જયારે નિર્દોષ છૂટવાનો સમય આવ્યો ત્યારે પિંજરાથી પ્યાર થઇ ગયોે હવે,હું કેમ છૂટું !!
મારા પક્ષકાર વેચાઈ ગયા બધા ઊંચા ભાવમાં,હું સાબિત થઈ ગયો ગુનેગાર દુનિયાની નજરોમાં!
ખૂની ન્હોતો છતાં તેઓએ પુરાવા ખોટા એવા ઊભા કર્યાં કે હુંપિંજરે કદી કેમ છૂટું !
આ બધા જ પિંજરે પુરાયેલા દોસ્તો છે,નિર્દોષ! છતાં સજા ભોગવે છે,જન્મટીપની!
આ પાંજરું મારું જીવન,આ ગુનેગાર મારા દોસ્તો આ સાવ સીમિત મારી દુનિયાથી હવે કેમ છૂટું !!
- 'વાત્સલ્ય'