કોઈને જ્યારે આત્માથી પ્રેમ કરો છો ને...
ત્યારે દિલને સમજાવવાનો અધિકાર પણ છીનવાઇ જાય છે...
દૂર જવાનું નક્કી કરો તો પણ પગ એના તરફ જ વળી જાય છે,
ભૂલી જવાનું નક્કી કરો તો પણ શ્વાસમાં એની હાજરી અનુભવાય...
પ્રેમમાં માણસ કોઈની સામે નહીં પણ પોતાના જ દિલની સામે હારી જાય છે, અને કદાચ પ્રેમની સૌથી ઊંડી સજા એ જ છે....
જે વ્યક્તિ પર કોઈ હક નથી., એની લાગણીઓ પર પણ કોઈ કાબુ નથી.,
સાચો પ્રેમ શક્તિ નથી .. પોતાની લાગણીઓ સામેની સૌથી સુંદર લાચારી છે..!!