હું કેમ ખોવાયો છું,
વળી જડતો પણ નથી,
ઉણપોથી ભરપૂર છું,
ખાલી કરતો પણ નથી,
ખોટાં શબ્દો બોલું છું,
વાણીને વિરામ પણ નથી,
વિચારોને દાનવ પક્ષે કર્યા,
કેમ દેવ પક્ષે વળતો નથી?
હું કેમ ખોવાયો છું,
વળી જડતો પણ નથી,
સત્યનો માર્ગ સરળ છે,
છતાં એના પર ચાલતો નથી,
ઘણા રસ્તાઓ દેખાડે છે,
છતાં પગલાં ભરતો નથી,
કેમ અહીં અટકું છું?
શું આ માણસ આવો રહેશે?
પોતે ભૂલો કર્યા કરશે?
ક્યારે જીવને મુક્ત કરશે?
મનોજ નાવડીયા