આ દિલ આદિલ તારાં જેવા ઈન્સાન માટે સલામ ભરે છે.
જ્યાં માણસ માણસને મારી રહ્યો ત્યાં તું ઈન્સાન બને છે.
આ દિલ દિલમાં દયા રાખનારને હંમેશા ચાહતું રહ્યું છે,
બસ દયાને કારણે તો પૃથ્વી પર હજુસુધી જીવન જીવંત રહ્યું છે.
ધર્મનું જ્ઞાન બસ નિર્દોષોનું રક્ષણ રહ્યું કોઈ સત્યની ગોળી ગળાવે તો માનું.
બંદૂક ની ગોળી ધર્મ ના જાણે બસ તો ચલાવનાર પણ ક્યાં કંઈ જાણતાં હોય છે.
ખુદાનો પ્યારો બંદો માણસાઈ ના રસ્તે ચાલી બનાય છે.
મેં સાંભળ્યું છે કે ઈશ્વર પણ નિર્દોષોની કત્લેઆમ પસંદ કરતા નથી.
ધરતીનું સ્વર્ગ શ્વેત બરફમાં તારી આંખો સમક્ષ રોજ રમે છે.
બસ કર કદર શ્વેત મોતીની! રક્તરંજિત કરવાથી ક્યાં કદી જન્નત મળે છે.