વાચક કેયૂરીબેન સુતરિયા દ્વારા લખવામાં આવેલ મારા પુસ્તક : માહિતી મંચની પુસ્તક સમીક્ષા.
ખરેખર! માહિતી મંચ શીર્ષકને કૃતાર્થ કરતું પુસ્તક છે. આ પુસ્તકમાં વીસ લેખનો સમાવેશ કરવામાં આવેલ છે. મને સૌથી વધું ઉત્સુકતા માટ્રીયોશ્કા: રશિયન નેસ્ટિંગ ડોલ(ઢીંગલી) વિશે વાંચવાની હતી. કારણ કે મેં એ ઢીંગલીનું ચિત્ર જોયેલું હતું અને એ વિશે જાણવાનું ખૂબ મન હતું. મનમાં એવું પણ થતું કે એ વિશે ક્યાંકથી વાંચવા મળે તો સારું અને આખરે એ ઈચ્છા આ પુસ્તક દ્વારા ફળીભૂત થઈ. એવું નથી કે એક એ ઢીંગલીવાળો લેખ જ રસપ્રદ છે, બીજા પણ ઘણાં બધાં લેખ છે. જેમ કે, સંગીતવાદ્યોનાં પ્રકારો, કલાની ૬૪ કળા, કોણ હતાં ક્રિસમસનાં સાંટાક્લોઝ?, ફિનિક્સ: રાખમાંથી જીવંત થતું પક્ષી, જાપાની પંખા: જાપાનનું સ્ટાયલ આઇકોન અને ભોજનને લગતાં “સમોસા: ભારતનો રાષ્ટ્રીય નાસ્તો” તથા “રોશોમય રસગુલ્લા” પણ ખૂબ જ રસપ્રદ લેખ હતાં. મને આ પુસ્તકમાંથી પસંદ આવેલાં અમૂક વાક્યો અહીંયા ટાંકીશ, “કલા શબ્દના આઠ વિવિધ અર્થો પૈકી એક અર્થ અદ્ભુત શક્તિ એવો થાય છે.” “કલા દ્વારા વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ વગેરે વ્યક્ત કરે છે પછી એ કોઈ પણ રૂપમાં હોય શકે, જેમ કે નાટક, કવિતા, સંગીત, ચિત્ર, યુદ્ધ વગેરે.” कला में कलाकार खुद को उजागर करता है कलाकृति को नहीं।” “ધ્યાન એ માત્ર મનની પ્રવૃતિ છે.” “ધ્યાન એ કશું નહીં પરંતુ આપણી અંદર રહેલા આત્માને ખોજવાનો, ભગવાન ( પરમાત્મા) સાથે સંપર્ક સાધવાનો માર્ગ છે, જેનું માધ્યમ શરીર છે.” “ઘંટડીઓનો અવાજ વાતાવરણમાં હકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે. ઘર એટલા માટે જ ઘરના દરવાજાની બહાર અથવા તો ગેલેરીમાં વિન્ડ ચાઈમ્સ તરીકે ઘંટડીઓનું ઝૂમખું મૂકવામાં આવે છે.” “ફિનિક્સ એક એવું પક્ષી કે જે આપણને સંદેશો આપે છે કે જીવન અને મૃત્યુ એ સંસારનો નિયમ છે, સત્ય છે અને આત્મા અમર છે. નવા પુનર્જન્મ માટે પહેલા જન્મને સમાપ્ત કરવું જરૂરી છે.” “અશોક ચક્ર નો વાદળી રંગ આકાશ, મહાસાગર તેમજ સાર્વભૌમિક સત્યને દર્શાવેલ છે.” “નોબિનચંદ્ર દાસની દુકાનના રસગુલ્લા તો કવિવર રવીન્દ્રનાથ ટાગોરના પણ ફેવરિટ હતા.” “વિલિયમ હેરાલ્ડે રસગુલ્લાને કંઈક આ રીતે વર્ણવે છે,અ બાઉલ ઓફ સ્વીટ સીરપ ચીઝી બોલ્સ.”
- કેયૂરી સુતરિયા