હારીને સ્મિત બંકરોમા છુપાઈ બેઠું છે.
શાંતિ માટે ખરેખર યુદ્ધ લડાઇ રહ્યું છે?
અઢળક ચિચિયારીઓ વચ્ચે જયનાદ ગૂંજે છે.
અવાજ ખરેખર બોલીને પણ દબાઈને બેઠો છે.
તોપને નાડચે ગોળો સણસણતો નીકળે છે.
પારેવાંને ક્યાં આકાશમાં ઉંચે ઉડવા દેવાઈ છે?
કોઈ પાગલ મગજ સમજું ને જ્યારે મૌન કરાવી દે.
બસ ત્યારે લાશો પર આક્રંદ નાં પડઘા સંભળાય છે.