અજાણી લાગણી આવી ને દિલમાં સમાઈ ગઈ,
ચુપચાપ આવીને મારા શ્વાસોમાં શમી ગઈ.
ના કોઈ નામ એનું, ના કોઈ રૂપ એને,
બસ એક સ્પર્શ બનીને આત્મામાં સમાઈ ગઈ.
સાવ શાંતિથી છવાઈ, કોઈ કોલાહલ વિના,
મારી જિંદગીની સૂની ગલીમાં એ તો રમાઈ ગઈ.
પહેલાં કદી નહોતી અનુભવી મેં એવી શાંતિ,
જાણે વર્ષોની શોધ આજે પૂરી થઈ વેદનાં
હવે ક્યાંય જવું નથી, બસ એમાં જ રહેવું છે,
એક પળમાં જાણે આખી દુનિયા બદલાઈ ગઈ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹