ગીત પૂરું કરવાની ઉતાવળ હતી,
લખવાની હજુ શરૂઆત હતી.
વિચારું છું શું લખું હું ગીતમાં?
વરસાદના છાંટા કે મૌસમે બહારમાં..
લખવાની હજુ શરૂઆત હતી,
કાગળ ખાલી, મનમાં માથાકૂટ હતી.
પણ વચ્ચે ફોનની બબાલ મચી,
થોડું બોલવાનું, ને ગુસ્સો હતો,
રહી ના શક્યો શાંત એટલે,
અધૂરું રહી ગયું ગીત એટલે .
અને વરસાદી સંગીત,તણાવ થયો દૂર,
લખવા બેઠો અધૂરું ગીત એટલે.
જેટલું લખાશે એટલું જ લખીશ
અધૂરું ગીત હું પૂરું કરીશ!
મનમાં તરંગો અને વિચારો આવ્યા
વાદળો સાથે કેટલાક શબ્દો આવ્યા
જોઉં છું હું તો પડતો વરસાદ
આખી રાત ધીરે ધીરે પડતો વરસાદ
અધૂરું ગીત પૂરું કરવા બેઠો
અને ધોધમાર વરસાદ, સંગીત માણવા બેઠો
- કૌશિક દવે
- Kaushik Dave