યોગ શીખો
ભોળું મન કેવાં કાર્યો કરે
યોગ વિના બધું શૂન્ય ધરે
શ્વાસે શાંતિનો મર્મ પામો
યોગ શીખો, અજ્ઞાન ટાળો
ભોરે ઉઠી જો યોગ કરશો
દુ:ખ, રોગથી મુક્તિ પામશો
આસન-ધાનમાં પ્રેમ ધરો
શક્તિ વધે, તેજસ્વી બનો
પ્રાણાયામે જીવન જળે
મનના ભ્રમ બધાં ખુદ જલે
સાવ તને એ અનુભવાવશે
આંતરિક સૌંદર્ય જગાવશે
વિશ્વ યોગનો દિવસ બતાવે
પાવન પંથે જનમ જગાવે
યોગથી તું તું નહિ રહશે
પ્રભુસ્વરૂપે સમાઇ જશે
આ સઘડી વાત સહુને કહો
નર યોગ થી સદા નિરોગી રહો