રાત જગાડી જાય છે ,
દિવસ યાદો માં વીતી જાય છે
એની એક જલક જોવા માટે,
ગલીઓ માં ઘણા ફેરા થાય છે.
કઈ યાદ તો નથી રહેતું આ મગજ ને ,
પણ એની દિનચર્યા નું ટાઈમ ટેબલ તો છપાય છે
માથાની હેરપીન થી પગની નેલપૉલિશ સુધીનું
ચિત્ર આ આંખો માં ચીતરાય છે .
કદાચ ટકરાઈ જાય એની સાથે નજર ,
તો નજર જુકી જાય ને ચહેરા પર સ્મિત રેલાય છે
એજ ક્ષણ મન જાણે શૂન્ય થઈ જાય છે ને
ધબકારા ની જાણે રેસ લાગી જાય છે.
જો સંભળાઈ ગીત ના કોઈ શબ્દો ,
તો ખુલી આંખે સ્વપ્ન જોવાઈ જાય છે .
જો ના દેખાય એ ચહેરો ક્યારેય નજર સામે
તો જાણે આખી દુનિયા લૂંટાઈ જાય છે .
જો મિત્રો જોડી ડે મજાક માં નામ એની સાથે ,
તો દિલ માં જાણે પ્રેમ નું પૂર આવી જાય છે .
લખવામાં તો હજુ ગણું બાકી રહી જાય છે,
આ લાગણી શબ્દો માં થોડી વ્યક્ત થાય છે.
બસ આમાં જ નિસ્વાર્થ પ્રેમ ની પ્રતીતિ થાય છે.
એક તરફા સ્નેહ (પ્રેમ) ની વાત જ કયા થાય છે .
સ્નેહ ના સબંધો