હજુ બાકી આ ધરા ની તૃષા હતી,
છતાં શહેર માં ના વર્ષા હતી .
પંખીઓ ના કલરવ માં જાણે અલગ જ વાત હતી
પવન ની લહેરો માં સંગીત ની નવી ધૂન હતી .
બાગ માં અચાનક ખીલેલી નવી કલીઓ હતી.
ને જૂના ફૂલો ની કઈક અલગ જ મહેક હતી
એ જ્યાં જ્યાં થી પસાર થઈ હતી
એ રસ્તાઓ ને આજે સર્પ ની ચાલ હતી
સંધ્યા જાણે સોળે શણગાર સજી હતી
ને આવનારી નિશા વધુજ ઘમઘોર હતી
શહેર ની તાશીર કઈક અલગ જ હતી
મન ને ચંચળ બનાવતી એક વ્યથા હતી
રોજ જાનેલી શહેર ની ગલીઓ આજે અજાણ હતી
જાણે આજે અહીંયા કોઈ અજાણી ઋત હતી
સમજાયું હવે કે જેને જોવાની ઈચ્છા મારા મન માં હતી
એ આજે આ શહેર માં હતી
સ્નેહ ના સંબંધો