લોક વાણી ભાગ ૨
લોભ પછેડો માથે ઓઢ્યો,આવે ચોરાશી આસન રે.
અન્યાય અનિતીનુ હરામી પાસન રે.
હે તારા કુબુદ્ધિ ના દિયા છે કમાડ ...
તૂત કરી અકોણાઈ આરંભે આડોડાઈનો આક,
અદેખાઇ માં અટપટો,કોણ ઘનિક કોણ રાંક.
ભુખ્યા જનનું ઝૂંટવી ઝૂંટવી જમાડ....
તારા ચળકપટના વ્હાલપ ભર્યા સંવાદ,
સત્ય જુઠ ની ખબર નહીં ઉપાડે લવાદ.
રંગ ભર રસિયા પ્રેપની રમત રમાડ.....
જુવે સારું કોઈ બીજાનું લાગે લાય,
સંપીલાને જુદા પાડે, લિયે કોઈ ની હાય.
ભટકેલો રહે જગમાં બને સંગી ને તું ભમાડ...
મળે ભેગા અજ્ઞાન ભરી ,ઢોર વાણી ઉચ્ચાર,
અખંડ બગડમ સંગીત સાંજે, કેમ વહે સંસાર.
ભવ માં તું ભટકી રહ્યો,સજ્જનનેય તૂ ભગાડ..
મનજી મનરવ કહ,ે સમજવો સાર દોયલો,
ભેદ ભ્રમ ભરપુર,તોય લાગે છે મોયલો.
ભુલાવે સાન ભાન , કદી ન પાર તુ પમાડ..
મનજીભાઈ કાળુભાઇ મનરવ મુ બોરલા