" પ્રેમની પરાકાષ્ઠા "
તમારા વગર જીવી નહીં શકું એ ભૂલ તમારી છે.
તમારી ધારણા વિરુદ્ધ અમે જિંદગી ગુજારી છે.
પરાવલંબી ના હતા, ના છીએ, ના હોઈશું કદીએ!
હજુ સુધી તો તમે ક્યાં જોઈ અમારી ખુદ્દારી છે.
તમારા વિના આજ પણ, રહ્યો છું ફક્ત તમારો જ,
એ નથી લાચારી, પણ એ તો અમારી ખુમારી છે.
ચાહતા હતા, ચાહીએ છીએ ને ચાહતા જ રહીશું!
તમે જ જોઈ લો આતો કેવી અમારી વફાદારી છે.
અસંખ્ય સવાલો ધરબાયેલા છે આ હૃદયમાં છતાં,
કળવા નથી દેતા કોઈનેય એ અમારી અદાકારી છે.
તમારો આશીક, તમારો દર્દી ને પાગલ પણ તમારો!
પરાકાષ્ઠા અમારા પ્રેમની 'વ્યોમ' ક્યાં તમે વિચારી છે.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.