પુષ્પ ઊગે છે જ ચૂંટવા માટે.
કળી ખીલે છે જ ખીલવા માટે.
ખીલીને ત્યાં જ કરમાઈ જેવું શેં?
એને તો કોઈના હાથે ચૂંટાવું જ છે.
કોમળ હાથે કે પવનથી,
ક્યાંક રમવું છે એને મનથી.
કાં તો સુંઘો, કાં ફ્લાવરવાઝની શોભા બનાવો..
ક્યારેક સુંદરીના અંબોડે કે વાળમાં ઝુલે
નહીં તો તોરણ કે બુકે માં જાય ઘણા મૂલે
નશીબ હોય તે દેવને થાય અર્પણ
પણ આયખું એનું થોડી ક્ષણ.
એ વાણીથી બોલી શકતું નથી,
રંગ ને સુગંધ થી કહે છે મને તોડો
છોડ પર થી લઈ અનંત સાથે જોડો.
સુનીલ અંજારીયા