પ્રેમ અઢી અક્ષર નો શબ્દ-:
બસ બૌધ્ધિક રીતે તેને સમજવા જાવ તો એક પડ ઉખાડો ત્યાં જ બીજું પડ ઉખડે.
પ્રેમ એતો રહ્યો નાદાનિયત નો વિષય! જેમાં સમજીને પણ અણસમજુ બનવામાં બૌદ્ધિક તા દેખાઈ છે.
કહેવાય છે કે, દુનિયા ખરેખર પ્રેમ નામના તત્વને કારણે જ ટકી રહી છે.
હા સત્ય પણ હોય શકે!
શંકા જરાય નથી.
કેમકે પ્રણયનું અસ્તિત્વ જો અંત તરફ પ્રયાણ કરે તો પછી વિનાશનું તાંડવ તો નક્કી જ છે.
પ્રેમ એતો પ્રકૃતિ અને જીવન ને જીવંત રાખતો મનગમતો હૃદયનો ધબકાર છે.
ઘણા લોકો કહે છે કે પ્રેમ તો ફક્ત એક જ વ્યક્તિ પ્રત્યે હોય! તો શું મહદઅંશે તેમાં સત્યતા ખરી?
પ્રેમ કોઈ એક જ વ્યક્તિ પુરતો સિમિત હોય?
ખરેખર હોય?
આ રીતે તો આપણો કાન્હો ખોટો પડે,
ના કદી પડે કેમકે કૃષ્ણપ્રેમ અનુભુતિ છે.
રાધાને પ્રેમ કરનાર કાન્હો તેમની રાણીઓને અને પ્રજાને પણ એટલો જ પ્રેમ કરે છે.
જરાય અન્યાય નહીં. જે ન્યાય નું સ્વરૂપ જ છે પછી અન્યાય ની કલ્પના થોડી કરી શકાય.
પ્રેમ કોઈ એક જ વ્યકિત પુરતો સિમિત થોડો હોય! આત્માને પુછવું રહ્યું.
આ વાત તો ખરેખર ગળે ઉતરતી નથી.
પ્રેમનું સ્વરૂપ બસ એક જ વ્યક્તિ પુરતું મર્યાદિત.
પ્રેમ કોઈ એક જ વ્યકિતના બંધનમાં બંધાઈ જતી લાગણી સ્વયંની નૈતિકતા તો કદી એ સ્વીકારી ના શકે.
હા એક અલગ રીતે તેની વ્યાખ્યા કરવામાં આવે તો બરાબર બંધ બેસે જડ વિચારો થી.
પ્રેમની પરિભાષા માં જ્યારે કામુકતા ભળે છે કે અહંકાર ત્યારે એકત્વ નો અધિકાર ભાવ જન્મે છે.
કામુકતા કે મોહ ને જો પ્રેમ કહેવાની કોઈ હિંમત કરે તો તેમની હિંમત તેમને મુબારક કહેવી જોઈએ.
જો પ્રેમમાં સત્વ ભાવ રહેલો છે તો પછી તે પ્રેમ કોઈ એક જ વ્યક્તિ પ્રત્યે થોડો બંધાયેલો રહે.
સાત્વિક પ્રેમ તો દરેક વ્યક્તિ પ્રત્યે વ્યકિતને હોય શકે.
પ્રેમ મનમાં ઉદ્ભવતી એક કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે જીવ પ્રત્યેની એક સત્વ લક્ષી મનોદશા છે.
તેને થોડું કોઈ એક જ બંધનમાં બાંધીને મહાનતા ની ખોટી મનને છેતરીને સાબિતી આપી શકાય.
એક બંધનમાં બંધાઇને પણ અનેક બંધનોને નિભાવી જાણે તે જ પ્રેમ! બાકી રહ્યો મોહ નો અધિકાર ભાવ.
પ્રેમની વ્યાખ્યા શું કરવી તેની અનુભૂતિ જ આખેઆખું વ્યાખ્યાન બની જાય છે.
પ્રેમ એ કોઈ નકારાત્મક વિચારો ની ખોટી આચારસંહિતા નથી પરંતુ તે સાત્વિક વિચારો સાથે જીવવામાં આવતી ધબકતાં હદયની આધારશિલા છે.
જીંદગીમાં મોહ કે હવસને જ પ્રેમ સમજવામાં આવે છે ત્યારે જ દરેક પ્રત્યેની પ્રેમની સાત્વિક ભાવનાને ગળે ટૂંપો દેવામાં આવે છે.
નહીં તો પ્રેમ એ વ્યક્તિ થી વ્યકિતના વિચારો સાથે જ હદયને જોડતી સાંકળ છે. જે ઈશ્વરની અમૂલ્ય ભેંટ છે. કાન્હો ત્યારે સત્ય જ ભાસે છે.