🌿 ગાડરીયો પ્રવાહ 🌿
બિન વિચારે ટોળું ચાલે,
આંખ મીંચી પાછળ દોડે,
સાચું ખોટું શું એ જાણે?
મન વિવેકને ક્યાંય ન પૂછે.
એક ઘેટું પગલે પડે,
ટોળું પૂરું ખાઈમાં ચડે,
જ્ઞાન-બુદ્ધિ બાજુએ મૂકી,
અંધાનુસરણમાં સૌ દોડે.
મિત્રો, શીખો થોડી ક્ષણ,
વિચાર કરો, વાપરો મન,
સાચા માર્ગ પર તમે ચાલો
નર જ્ઞનની વાતો ને જાણો.