" પીંજરું નીકળતું નથી "
શીખ આપવાની રીત ન્યારી જિંદગીની,
એ શીખવે જે, એ કોઈ શીખવતું નથી.
એ દોસ્ત, મને ન યાદ કરાવીશ તું એને,
બાદમાં, દિલ એને કેમેય વીસરતું નથી.
પ્રણયમાં મતલબની દોસ્તી ન મિલાવ,
પાષાણ દિલ કદી પણ પીગળતું નથી.
પંખી તો પાજરેથી નીકળી ગયું, પણ!
એ પંખીમાંથી પાંજરું નીકળતું નથી.
નિર્મળ તો લાગણીથી ભીંજાઈ જાય,
નિષ્ઠુરને "વ્યોમ" પણ ભીંજવતું નથી.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી ), મુ. રાપર