થઈ જશે હૃદયની ધડકનના એક તાલ, આવ બાહોપાસમાં,
મારી જેવા થઈ ગયા છે તારા બેહાલ આવ બાહોપાસમાં.
આંખોથી આમ જાહેરમાં ક્યાં સુધી તમને સ્પર્શ કરશો મને,
આવો સમીપ સદૈહે સ્પર્શી કરવા વ્હાલ, આવ બાહોપાસમાં.
જીવનના તાપમાં સળગતા રહ્યા, શાંતિ માટે ભટકતા રહ્યા,
એક ક્ષણનું મિલન કરી દેશે ખુશહાલ, આવ બાહોપાસમાં.
છે જમાનાની નજર કરડી, આરોપના ચલાવશે તિર જમાનો,
પણ તમને રાખીશ હું બેડાઘ, હું ઢાલ, આવ બાહોપાસમાં.
મનોજ તને આપવા માંગે છે નિસ્વાર્થ પ્રેમ ની એક નિશાની,
ન લાગે નજર કોઈની તેથી ચુમુ ભાલ, આવ બાહોપાસમાં.
મનોજ સંતોકી માનસ