Gujarati Quote in Poem by SUNIL ANJARIA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવને રમીએ સંતાકૂકડી.
આવને રમીએ સંતાકૂકડી.

જેમ રમે દિવસ ને રાત,
દોડું હું તું સંતાવા ભાગ,

હું દોડું તું આવ ઢૂકડી
આવ રમીએ સંતાકૂકડી.

ક્યાં ગયા પ્રિય, હું ગોતું અહીંથી તહીં
અવાજ દો, હું શોધી શકી નહીં.

આવો પ્રિય હું અહી છું સંતાઈ
આ કરો થપ્પો પીઠે મારી ધબ્બો

ચાલો હું આઉટ થઈ,
રમીએ હવે નવું કઈં.

દિવસ ઢળ્યો આ, ખીલી સંધ્યાની લાલી
રંગ ભર્યા સમે આ ખેલ મૂકી ક્યાં ચાલી?

દિલ મારું મચલે રમવાને તલસે
ચાલ રમીએ તો સાતતાળી.

દો તાળી નિરાંતે પ્રિય, હાથ પંપાળી
દોડો હવે તમે હું પકડવા આવી.

સાથ રહેવું પ્રેમના આ મારગે
કોને ખબર કેવું ભાગ્ય જાગે

એટલે જ કહું રમી લઈએ પ્રિયે
સમય મળ્યો છે રહેવા શાંત જીવે

ભાગ્યો હું તું પકડવા આવીશ
પકડયા છોડો પ્રિય, આમ હું થાકીશ.

પાસે ઉભા તમે મારાં દિલમાં છુપાઈ
એની તો મને ધકધક જણાઈ.

પડી ખબર નહીં તું પકડાઈ ક્યારે
જોયું દિલમાં મારા તું જકડાઈ ભારે.

ફરતી હું ફુદડી ખુશીની મારી
ભલે દિન ઢળ્યો રમત રાખો જારી.

તો ચાલ પ્રિયે ફરીએ ફેરફુદરડી
હાથોમાં હાથ લઈ દોડીએ બે ઘડી

હાંફી ગઈ પ્રિય, આ તમ ખભે ઢળી
જીત્યા તમે હવે ચુમો મને લળી

બેસીએ ખૂણે એક કરતાં મીઠી વાતો
વાયે છે સુગંધી સમીર મદમાતો.

ભલે ચાલ પ્રિયે રમત આજની પુરી
ગમે તે હો, જીવીશું સાથે જિંદગી મધુરી

સંસારની રમત જોજે નવા ખેલે ચાલી
સુખ દુઃખમાં સાથે સહશું કે મહાલી

રમીશું સદા સાતતાળી સપ્તપદી સાથે
ફરશું આયખું ફેરફુદરડી ભાગ્ય સંગાથે

સુખદુઃખ ભલે જીવને રમે સંતાકૂકડી
હું હાથ મુકીશ નહીં તું રહેજે ઢૂંકડી.
**

Gujarati Poem by SUNIL ANJARIA : 112017800
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now