Gujarati Quote in Poem by Riddhi Gori

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને પૂછું ને... તો વાત શરૂ થાય...
રહેવા દે... વાત જ ના થાય,
એ જ બરાબર છે.

હું કહું મળીએ ને... મિલન થાય...
પણ રહેવા દે... એ મિલન કરતાં
ઇંતજાર જ બરાબર છે.

હું માંગુ ને તું આપે, એમાં પણ સુખ તો છે...
પણ છોડ... તું ના આપ,
કારણ કે માગેલું સુખ ક્યાં વધારે ટકે છે?

હું કહું કે હું દુઃખી છું...
અને તું થોડી વાર તો સંભાળે...
પણ રહેવા દે...
એ ક્ષણભર સંભાળવા કરતાં
આ દુઃખ જ બરાબર છે…

હું બતાવું ભૂલ, ને તું માફી માંગે
સાચું છે... પણ રહેવા દે ને...
તને ક્યાં એ ભૂલનો અહેસાસ છે?

હા, હક છે દરેક વસ્તુ કહેવાનો સંબંધમાં...
પણ રહેવા દે... દર વખત હું જ કહું,
એ પણ ક્યાં બરાબર છે?

હું વારંવાર નમું છું, કારણ કે મને પ્રેમ છે...
પણ તું રહેવા દે...
શાયદ તને ક્યાં કંઈ એવું છે.

તું છોડ ને તારી વાત... મને મારી કહેવા દે.
તારા થી નહીં થાય કશું...
તું રહેવા દે...
એના કરતાં આ એકતરફી પ્રેમ જ સારો
હું કરું છું... મને કરવા દે.

તું રહેવા દે...
બસ ... તું રહેવા દે.

-Riddhi Gori 💙🤍

Gujarati Poem by Riddhi Gori : 112018998
New bites

October junction

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now