વિરહ
વિરહ...
ફક્ત તારી ગેરહાજરી નથી,
આ તો મારી અંદર સતત પડતો એક ખાલીપો છે.
બારીની બહાર સળગતો સૂરજ ભલે રોજ આથમી જાય,
પણ મારા ઓરડામાં
તારી યાદોનો તાપ ક્યારેય ઓછો નથી થતો.
દીવાલ પર લટકતી ઘડિયાળનો અવાજ
હવે મને સમય નથી બતાવતો,
ફક્ત તારા ગયા પછીની
એક-એક વીતેલી ક્ષણનો કઠોર હિસાબ માંગે છે.
તેં પાછળ છોડેલા પગલાંના નિશાન
ભલે ને સમયની ધૂળ નીચે દબાઈ ગયા હોય,
છતાં મારા મનના આંગણામાં
આજે પણ બસ તારી જ આહટ સંભળાયા કરે છે.
વિરહ એટલે...
આખી દુનિયાની ભીડમાં પણ સાવ એકલા હોવાનો,
અને મારા એકાંતમાં પણ
સતત તારી જ સાથે હોવાનો એક "સ્વયમ્'ભૂ" અહેસાસ કરાવે છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"