Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જગત આખું મિથ્યા લાગે તારા સ્મરણ વિના.
અકારણ જાણે મથ્યા લાગે તારા સ્મરણ વિના

ખજાનો જ્ઞાનનો મગજમાં ભરી દીધો અમે તો,
તોય તારી ખાલી જગ્યા લાગે તારા સ્મરણ વિના.

ગજાવી સભાઓ અમે પ્રવચનો કરી કરીને કેટલા,
ભાસે કે કંઈક ચૂક્યા લાગે તારા સ્મરણ વિના.

થયા લોકપ્રિય કેટલા અમે શબ્દો તણા સહારા, થકી,
રખેને ખોટું સમજ્યા લાગે તારા સ્મરણ વિના.

હોય એ મબલખ પૈસા અને સુખ સુવિધાઓ વળી,
એમાં પણ છેતરાયા લાગે તારા સ્મરણ વિના.

વીતી ગઈ જિંદગી આમને આમ શોધખોળમાં,
કાચને પારસ ગણાવ્યા લાગે તારા સ્મરણ વિના.

-ચૈતન્ય જોષી 'દિપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 112019439
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now