આમ ટાણાટંક વગરનું વરસવાનું સારું ન લાગે.
ગમે ત્યારે અવની પર ખાબકવાનું સારું ન લાગે
ક્યાં જવાય એનું પણ આપણને ભાન હોવું ઘટે
ભરઉનાળાને કદીએ પડકારવાનું સારું ન લાગે.
જ્યાં ન હોય પ્રતીક્ષા આપણી ત્યાં શું જાવાનું
ઋતુવિણ આભે જઈ ગરજવાનું સારું ન લાગે.
'મા'શબ્દ લાગે છે તારા નામની આગળ હંમેશા
ગરીમા એની ભલા ગુમાવવાનું સારું ન લાગે.
વણનોતર્યા મહેમાન જેવી દશા થઈ છે તારી ને
આવીને સ્વમાન ખુદનું ખોવાનું સારું ન લાગે.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.