“પરવાહ છોડી ને”
મથ્યા કર તું વાહ વાહ ની આદત છોડી ને,
આપશે તને કોઈ માન એવી ચાહ છોડી ને.
જગમાં મીઠી બોલીથી નહીં મળે સન્માન,
ક્યારેક તીખા સત્યની પરવાહ છોડી ને.
આડંબર આંગણ ક્યાં મળે આત્માનો સૂર,
સાદગીના રસ્તે ચાલ તું બધાં ગર્વ છોડી ને.
લોકોના વખાણમાં ખોવાયા છે અસ્તિત્વ,
પોતાની ઓળખના સૌ પડછાયાં છોડી ને.
ખાલી શબ્દોના ખેલમાં ના રહે કોઈ મૂલ્ય,
હૃદયની સચ્ચાઈ રાખ તું તે દંભ છોડી ને.
સાચા માર્ગે ચાલતા કાંટા ઘણાય આવશે,
હિંમત રાખીને આગળ વધ ભય છોડી ને.
‘પ્રસંગ’ કહે, બહુમાન મળે કર્મના તેજથી,
પ્રસંશા ભરેલ દરેક નવીન ભાવ છોડી ને.
- પ્રસંગ
પ્રણયરાજ રણવીર