ફૂલ જેવી હું ને,
મૂળ જેવા મારા પિતા.
ટેકો લઇ ઉભેલી,
એ સ્તંભ જેવા મારા પિતા,
ઓથ હેઠે બેઠેલી,
એ વૃક્ષ જેવા મારા પિતા,
હું રડું એ પહેલાં જ,
હાસ્યનાં મોતી પહેરાવતાં મારા પિતા,
ઢગલો થઇ પડું ત્યાં જ,
અઢળક હિંમત આપતાં મારા પિતા,
દિકરી હતી છતાંય,
દીકરાથી અધિક ગણતાં મારા પિતા,
નમી જાઉં ક્યાંક થોડી,
તો કરોડરજ્જુ બનતાં મારા પિતા,
પિતા એટલે અનંત આનંદ, અડગ પર્વત, નિર્મળ દરિયો.
💙-@nugami