Gujarati Quote in Blog by નીલકંઠ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાની એવી એરર પણ આપણા દિવસોને અસ્તવ્યસ્ત કરી નાખે છે! એમાં પણ જ્યારે ગુસ્સો, ચીડિયાપણું, નિરાશા અને હતાશા ભેગાં થાય, ત્યારે જાણે એક નાનો એવો ડિપ્રેશનનો ફેઝ આવી જાય છે, જેને આપણે અજાણતાં જ ઇગ્નોર કરી દઈએ છીએ!

પરંતુ ઘણી વખત આ બધાનું કારણ પણ આપણે જ હોઈએ છીએ! એવી કોઈ પરિસ્થિતિ અથવા અન્ય કોઈ કારણસર આપણે એ એરરને શાંતિથી સમજવાનો પ્રયત્ન જ કરતા નથી! એરરનો અર્થ શું છે? એ આવી કેવી રીતે? અને જ્યારે અંતે આપણે ટર્મિનલમાં એ એરરને શાંત ચિત્તે વાંચીએ છીએ, ત્યારે ખબર પડે છે કે સોલ્યુશન તો કેટલું સરળ હતું! ક્યારેક તો માત્ર એક અલ્પવિરામ (COMMA) ડિલિટ(અથવા ઇરેઝ) કરવાથી પણ એરર સોલ્વ થઈ જાય છે! છતાં આપણે જ એને સતત ખેંચતા રહીએ છીએ, ભલે ટર્મિનલ કેટલીય વાર ચેક કર્યું હોય!

વેલ, આ તો પ્રોગ્રામિંગની વાત છે! પરંતુ જીવનમાં પણ કંઈક આવું જ બને છે! કેટલીક ક્ષણો અને કેટલીક ઘટનાઓના જવાબદાર આપણે જ હોઈએ છીએ, અને તેનો ઉકેલ પણ આપણા હાથમાં જ હોય છે! છતાં જાણતા કે અજાણતા આપણે એ વાતને ઇગ્નોર કરીએ છીએ અને એ જ વિચારોને, એ જ યાદોને અને એ જ ક્ષણોને મનમાં સતત વાગોળતાં અથવા ખેંચતા રહીએ છીએ!

ઘણી વાર તો આપણે પોતાના મનનાં વિચારોના લોગ્સ વાંચ્યા વગર જ જીવન નામના પ્રોગ્રામને સતત રન કરતા રહીએ છીએ, અને એ જ એરર વારંવાર સામે આવતી રહે છે અને કદાચ અજાણતા અથવા જાણ હોવા છતાં પણ આપણે હતાશા અથવા ડિપ્રેશનમાં જતા રહીએ છીએ!

જ્યારે વાસ્તવમાં સોલ્યુશન કદાચ એટલું જ સરળ હોય છે કે કેટલીક યાદો અને કેટલીક ક્ષણો અથવા ઘટનાઓને ડિલિટ કરવાની હોય છે! પરંતુ હૃદય એ ડિલિટનો કમાન્ડ સ્વીકારતું નથી, અથવા કદાચ આપણે જ નથી ઈચ્છતાં કે એ ડિલિટ થાય... અને એ જ એરર વારંવાર રિપીટ થતી રહે છે!!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 112027382
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now