Gujarati Quote in Poem by Er Gopal Saraiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાઈબંધી..🤝

ભલે રૂપિયા નથી એલા,
પણ, તું મારી 'મૂડી' છો ભલા !

તડકો-છાંયો ન'ખબર એલા,
કેમ કે,તું 'પડછાંયો' બેઠો ભલા !

ટોળા કોણે ભાળ્યા એલા,
મારે તો,એક જ 'ભેરુ'તું ભલા !

વઈ ગઈ હવે અડધી એલા,
અને વઈ જાહે અધૂરી'ય ભલા !

કેમ કે,
તું ભાઈબંધ બેઠો ને ભલા.....!

✍️ ગોપાલ સરૈયા

➡️ વહેલી સવારે સાઈકલ લઈને બાજુંબાજુમાં સાઇકલ હંકારતા, હુંવાણ્યુ, વાતું કરતાં કરતાં કામે જતા બે આધેડ વયના મિત્રો કોઈ ફરિયાદ વગર ખુશીથી જીવી શકે છે. તો.! આપણા સમાજના કહેવાતા સુખી સંપન્ન માણસો કેમ નહીં ?

➡️કેમ કે એમને....,
- એમને જિંદગીમાં કોઈ સાથે હરીફાઈ નહીં હોય.
- જે મળ્યું એનો સંતોષ હશે.
- કોઈને દેખાડવા માટે જીવતા નહીં હોય પોતાના અને પરિવાર માટે જીવતા હશે.
- એમની જરૂરિયાતો માર્યાદિત હશે.
- મનના સુખ ને સારી રીતે માણી શકતા હશે.
- દિવસભર કામ કરી રાતે થાકીને વેલા સરસ ઊંઘી જતા હશે અને સવારે વેલા જાગી કામે.

➡️ ભાઈબંધોના ટોળા નહીં હોય તો હાલશે પણ એક સાચો ' 'સારથી' મિત્ર જીવનમાં હોવો જરૂરી છે જે તમને ધમધોખતા તડકામાં માં પણ ભૂલો કાઢવાને બદલે તાપ સહન કરીને પણ સાચા માર્ગે રાહ ચીંધી, જિંદગીમાં છાંયડો(ટાઢક) હાંસલ કરવા સુધી મદદ કરે.
➡️ ☝️ સાચું કે ખોટું ❓

✍️ગોપાલ

#friends #friendship #મિત્રતા #gujarat #ગુજરાતી

Gujarati Poem by Er Gopal Saraiya : 112031620
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now