સરકારી પ્રેમ

(2)
  • 158
  • 0
  • 6.4k

૧૯૯૧સમગ્ર ભારતમાં અરાજકતાનો‌ માહોલ હતો. દેશ ભયંકર મંદી ના વિષચક્ર થી પસાર થઈ રહ્યો હતો. આખા વિશ્વમાં ભયંકર મંદી હતી. દેશમાં આંતરિક વિખવાદ અને પડોશી દેશથી પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિઓ પણ પોતાની ચરમ સીમા પર હતી.દેશ ની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે રોજની જેમ જ ચહલપહલ હતી. ટિકિટ બુકિંગ માટે છ મહિના નો કાયદો હોવાથી લાંબી લાંબી કતારો લાગી હતી."એ મધુકર.. જરા સ્પીડ રાખો." જાડો અવાજ ટિકિટ બુકિંગ ની સ્લીપ ભરતા મધુકર ના કાને પડે છે."જી સર. કરી જ રહ્યો છું." મધુકર મોહન કહે છે.જી હા મધુકર મોહન નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે ટિકિટ બુકિંગ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા.

1

સરકારી પ્રેમ - ભાગ 1

૧૯૯૧સમગ્ર ભારતમાં અરાજકતાનો‌ માહોલ હતો. દેશ ભયંકર મંદી ના વિષચક્ર થી પસાર થઈ રહ્યો હતો. આખા વિશ્વમાં ભયંકર મંદી દેશમાં આંતરિક વિખવાદ અને પડોશી દેશથી પ્રેરિત આતંકવાદી પ્રવૃત્તિઓ પણ પોતાની ચરમ સીમા પર હતી.દેશ ની રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે રોજની જેમ જ ચહલપહલ હતી. ટિકિટ બુકિંગ માટે છ મહિના નો કાયદો હોવાથી લાંબી લાંબી કતારો લાગી હતી."એ મધુકર.. જરા સ્પીડ રાખો." જાડો અવાજ ટિકિટ બુકિંગ ની સ્લીપ ભરતા મધુકર ના કાને પડે છે."જી સર. કરી જ રહ્યો છું." મધુકર મોહન કહે છે.જી હા મધુકર મોહન નિઝામુદ્દીન રેલવે સ્ટેશન ખાતે ટિકિટ બુકિંગ ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. હજી ...Read More

2

સરકારી પ્રેમ - ભાગ 2

સરકારી પ્રેમ ભાગ-૨"જો મિત્ર જેટલી પણ મોટી મોટી ક્રાંતિ ઈતિહાસમાં આવી છે એ બધી કોઈ ન કોઈ કાફેથી જ થઈ છે. ફ્રેન્ચ ક્રાંતિ કે રશિયા ની ક્રાંતિ વિષે તો જાણતા જ હશો." સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે."શું સર મજાક કરો છો?ચા પીવા માટે તમને બહાના જોઈએ જ." મધુકર મોહન અર્થ સમજી જાય છે.સ્ટેશન ની બહાર નીકળતા જ રેલવે કેન્ટીન હતી. અંહી વ્યાજબી ભાવે જમવાનું તથા ચા પાણી મળી રહેતું. છેલ્લા ચાર મહિનાથી તો મધુકર મોહન રાત્રે અંહી જ જમવાનું કરતો."શું સર ઉદાસ છો?" કેન્ટીન નો નાનો રઘુ મધુકર મોહન ને જોઈ પુછે છે."અરે.. રસ્તોગી સર માટે ચા અને મને ...Read More

3

સરકારી પ્રેમ - ભાગ 3

સરકારી પ્રેમ ભાગ-૩"પણ‌ સર આ શું સાચું કહેવાય?" મધુકર મોહન પુછે છે."જો મધુકર આ બધી વાતો આપણા મનને કેવી મનાવી શકાય એ પણ આધાર રાખે છે. જો તમે પોતાની જાતને પાપી માનો છો તો એમ બાકી આ બધું જ વ્યવસ્થા ના ભાગરૂપે સ્વીકારી લેવું જોઈએ." સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે." એ તમે જ કરી શકો. હું તો આજે તમારી વાત માનીને કદાચ પહેલીવાર જ આ કામ કરી પછી આ વીસ રૂપિયા અડ્યા વગર જ રઘુને ટીપ તરીકે આપી દઈશ." મધુકર મોહન કહે છે."વાહ ભાઈ. તમે તો સારું કામ અને સારું પરિણામ પણ શોધી લીધું. " સ્ટેશન માસ્તર રસ્તોગી કહે ...Read More

4

સરકારી પ્રેમ - ભાગ 4

મધુકર મોહન પોતાની જાતને રોકી રાખે છે. પોતાની દીકરીને જોવા ની ખુશી આગળ આ બધો અસંતોષ સાવ નગણ્ય હતો. સુઈ રહી હતી જ્યારે મધુકર સાવ નજીક પહોંચી ગયો ત્યારે તેને ધ્યાનમાં આવ્યું.મધુકર ખુબ પ્રેમથી સરિતા ના માથે હાથ મૂકીને અભિનંદન આપે છે. પછી પોતાની સાસુના પગે અડીને આશિર્વાદ લે છે. હવે નજીક જ ઘોડિયામાં સુતેલી પોતાની દીકરીને જોવા નો સમય હતો.મધુકર મોહન ની સાસુ ગોદડીમાં લપેટાયેલી એક સાવ નાની ઢીંગલી મધુકર ના હાથમાં મૂકી દે છે. મધુકર પહેલા તો ઠીક થી તેડી પણ નથી શકતો પછી પોતાના બન્ને હાથમાં ‌બાળકને લઈને સારી રીતે જોવે છે.ગુલાબી ગુલાબી નાના નાના હાથ ...Read More

5

સરકારી પ્રેમ - ભાગ 5

પણ આ સમાજ? સરિતા કહે છે. આ સમાજ આપણી મદદ માટે ક્યાં આવે છે. એ લોકો તો ફક્ત ભુલો શોધવા જ આવે છે. તમે ગમે તે કરો એ લોકો બોલશે જ.. મધુકર મોહન કહે છે. પણ મમ્મીને હજી તો ભાઈ ના ય લગ્ન કરવાના છે. આપણે એમનું વિચારવું પડે. સરિતા કહે છે. તારા ભાઈ ના લગ્ન માં તો આપણી દીકરી સાવ નાની હશે. વળી જો લગ્ન કરવા હોય તો સમાજને શું? મધુકર મોહન કહે છે.પંદર દિવસ પછીઆજે મધુકર ખુબ જ વ્યસ્ત હતો. તેની રજા પુરી થઈ ગઈ હોવાથી એ આજે જ ટ્રેનથી દિલ્હી જવા માટે નીકળવાનો હતો. તેની સાથે ‌સરિતા, મહેચ્છા અને ...Read More

6

સરકારી પ્રેમ - ભાગ 6

મધુકર પોતાની જાતથી શકય એટલી નવરાશ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો પણ‌ શું કરી શકાય? એ દિવસે જ ભીડ હતી. બે વાગ્યા પછી થોડીવાર કાઉન્ટર બંધ કરી તો મધુકર લંચ કરી શક્યો. અરે યાર કેટલું કામ છે? આજે જમવાનું પણ માંડ નસીબ થયું. હજી એજન્ટો તો બાકી જ છે. મધુકર બબડે છે. જો મધુકર હવે તું વિચાર કર કે દસ દિવસ સરકાર બાબુના કેવા ગયા હશે? રસ્તોગી સાહેબ અચાનક જ સાંભળી જાય છે. એટલે જ કહ્યું છે કે દબાણ અથવા પ્રેશરને સંભાળતા શીખી જાવ. જેમ જેમ‌ નોકરી કે પરિવારમાં આગળ વધશો‌ તો જવાબદારી કે દબાણ ઓછું થવાની બદલે વધતું જ જશે. ...Read More

7

સરકારી પ્રેમ - ભાગ 7

મધુકર મોહન માટે ‌આ બદલી ઘણા પરિવર્તન લઈને આવવાની હતી. એક તરફ તો મધુકર પોતાના પરિવાર થી દૂર થતો રહ્યો‌ હતો. મધુકર મોહન ને પ્રમોશન મળતા તેની બદલી નવેમ્બર મહિનામાં થઈ હતી.હવે આ સમયે શાળા નું સત્ર ચાલુ રહેતું હોય છે જેથી મહેચ્છા અને સરિતા તો મધુકર મોહન નો સાથ જ ન આપી શકે. બીજી તરફ હમણાં મધુકર ની મમ્મી ઘરમાં જ હોવાથી પુત્રપ્રાપ્તિ માટે તે જાણે અજાણે જ સરિતા ને મ્હેણું મારતી રહતી."સરિતા..તારે આ વંશાવલી આગળ વધારવી છે કે અંહી જ પુરી? તને પુત્ર નથી જોઈતો.""મારી માટે ભગવાન જે આપે એ એનો પ્રસાદ છે.પણ હવે આટલા વર્ષો પછી ...Read More

8

સરકારી પ્રેમ - ભાગ 8

"દીકરી એ જ સરકારી કલેકટર છે. એ આ જીલ્લા ને સંભાળે છે." મધુકર સમજાવે છે."ઓહ..પણ‌ રાજા જેવા છે. " કહે છે."પણ આ બધું એમ નથી મળતું. ખુબ મહેનત કરવી પડે છે." મધુકર સમજાવે છે."શું કરવું પડે પપ્પા?" મહેચ્છા પુછે છે."બસ જો તું મહેનત કરવા તૈયાર થઈ જાય તો હું તારો પુરેપુરો સાથ આપવા તૈયાર છું." મધુકર સમજાવે છે."ચાલો ચાલો બાપ દીકરી જમીને પછી વાતો ના વડા કરજો." સરિતા સમજાવે છે."પહલે પેટ પુજા ફિર કામ દુજા.." મધુકર કહે છે."હા પપ્પા ચલો. " મહેચ્છા હવે પપ્પાનો હાથ પકડી લે છે.જમતા જમતા પણ‌ મહેચ્છા વારંવાર ગાડી તેમજ કલેકટર વિષે જાણવા માટે ઉત્સુક ...Read More

9

સરકારી પ્રેમ - ભાગ 9

"શું વાત છે? દીકરી આ બધું કોણે શિખવાડ્યું?" પ્રિન્સીપાલ પુછે છે."સર મારી ચોપડીઓ વાંચવાની ટેવ છે. જો દિવસમાં એકાદ નથી વાંચતી તો જરા પણ મજા નથી આવતી." મહેચ્છા જવાબ આપે છે."એક નવ વર્ષની બાળકી જો આવા જવાબ આપે તો સમજી લો કે તેના માતા પિતા તેની પાછળ કેટલી મહેનત કરી જાણે છે. તમને નમન અને પ્રાર્થના છે." પ્રિન્સીપાલ કહે છે.મધુકર ની છાતી તો આ વાત સાંભળીને જ છપ્પન ઈંચ ની બની જાય છે. સરિતા પણ મહેચ્છા ની આવી જ્ઞાન ભરેલી વાતો થી ખુબ ખુશ થાય છે.શાળા નું નક્કી બની જતા હવે મધુકર દિલ્હી થી આગ્રા ખાતે પોતાનો સામાન ફેરવવા ...Read More

10

સરકારી પ્રેમ - ભાગ 10

"પપ્પા શું થયું? તમે તો ખુબ જ ગંભીર લાગો છો." મહેચ્છા પુછે છે."જો દીકરી આજે હું તારી સાથે ખુબ મહત્વપૂર્ણ વાત કરવા માટે આવ્યો છું. આ વાત તારી કારકિર્દી માટે ખુબ જ મહત્વપૂર્ણ બની જશે. " મધુકર મોહન કહે છે."શું પપ્પા?" મહેચ્છા પુછે છે."આ તારી જીંદગીમાં ખુબ જ મહત્વપૂર્ણ પરિક્ષા છે. ખરેખર દસમા ધોરણ પછી જ આપણે ક્યાં જવું તે નક્કી કરવાનું હોય છે.આમ તો પોતાની કારકિર્દી વિષે કોઈ પણ જાતનો નિર્ણય લેવાની પુરી સ્વતંત્રતા તારી પાસે જ છે. પણ‌ હું એક પિતા તરીકે તને ‌સોનેરી સલાહ આપવા માટે માંગું છું." મધુકર કહે છે."પપ્પા બોલો શું કહો છો?" મહેચ્છા ...Read More

11

સરકારી પ્રેમ - ભાગ 11

"જો મહેચ્છા હું તને નાસીપાસ કરવા માટે નથી માગતો પણ તને ખબર હોવી જોઈએ કે આઈ.એ. એસ બનવા માટે પ્રકારની તૈયારીઓ કરવી પડે છે.દિલ્હી ની કોલેજ ખુબ પ્રખ્યાત છે. પણ‌ તારે પોતાની જાતને સર્વોચ્ચ મહેનત માટે તૈયાર કરી રાખવી પડશે. તારી જેવા આ દેશમાં કેટલાય લોકો છે. એ બધા પણ તારી જેમ જ પરિક્ષા પાસ કરવાના સપનાઓ સાકાર કરવા દિલ્હી આવે છે. " મધુકર મોહન સમજાવે છે."હા પપ્પા હું સમજી શકું છું. હું મારી કોલેજના ત્રણ વર્ષ દરમ્યાન પોતાના અભ્યાસક્રમ સિવાય જ વાંચન કરતી રહીશ. મારા મગજમાં કોઈ દિવસ અભિમાન નહીં આવવા દઉં." મહેચ્છા સમજાવે છે.મહેચ્છા આજે પ્રથમ વખત ...Read More

12

સરકારી પ્રેમ - ભાગ 12

"જી શું કામ છે?" ચશ્મા પહેરીને એક વૃધ્ધ વ્યક્તિ મધુકર ને પ્રશ્ન કરે છે."આપ આઈ.એ.એસ માટે તૈયારી કરાવો છો." પુછે છે."દીકરા તમારી ઉમંર નીકળી ગઈ છે." વૃધ્ધ વ્યક્તિ કહે છે."અરે ના ના મારી માટે નહીં. પણ મારી દીકરી મહેચ્છા માટે." મધુકર મહેચ્છા ને આગળ ધરે છે."ઓહ..આ યુવતી માટે.." એ વૃદ્ધ વ્યક્તિ પુછે છે." આ તો ખુબ નાની છે. કોલેજ પુરી થઈ?" એ વ્યક્તિ આગળ પુછે છે."ના. એ તો હજી કોલેજ ના પ્રથમ વર્ષમાં છે." મધુકર કહે છે." તમને ખબર નથી કે યુ.પી.એસ.સી ની પરિક્ષામાં ડિગ્રી હોવી જરૂરી છે." એ વૃદ્ધ વ્યક્તિ કહે છે."હું હમણાં થી જ તેને‌ તૈયારી કરાવવા ...Read More

13

સરકારી પ્રેમ - ભાગ 13

ઓટો પોતાની ગતિએ આગળ વધી રહી હતી. નવનીત રાત્રિના વાતાવરણમાં ઢંકાઈ ગયેલી દિલ્હી ને જોઈ વિચાર કરી રહ્યો હતો. ને પણ પોતાનું ઘર એટલે કે નડિયાદ યાદ આવી જાય છે."રાજીવ નગર આવી ગયું છે. ક્યાં જવું છે સર?" ઓટો વાળો‌ પુછે છે."અરે સર ન કહો મિત્ર.. હું અંહી ‌સર બનવા જ આવ્યો છું." નવનીત કહે છે."અંહી કૈલાસ સોસાયટી તરફ જવા દો." નવનીત કહે છે.ઓટો વાળો રાજીવ નગર ની શેરીઓમાં થી પુછપરછ કરી છેલ્લે કૈલાસ સોસાયટી પાસે પહોંચી જાય છે. નવનીત પણ બોર્ડ જોઈ ઉતરી જાય છે."એક વાત પુછી શકું?" ઓટો વાળો‌ કહે છે."હા હા પુછો." નવનીત બેગ ઉતારી કહે ...Read More

14

સરકારી પ્રેમ - ભાગ 14

"અરે વાહ યાર.." નવનીત બહાર ની લાઈટો જોઈ કહે છે."શું જોરદાર ક્લાસ બનાવી છે? અંહી ભણવાની મજા જ છે. બધા વિદ્યાર્થીઓ છે?" નવનીત અંદર પ્રવેશ કરતા કહે છે." નવનીત અંદર આવ. મેન્ટર સર ને મળી આવ. અમે‌ ક્લાસમાં જઈએ. "ઐયર અને રિતેશ દરવાજો બતાવી નીકળી જાય છે.નવનીત તો‌ પહેલા થી જ કોચિંગ ક્લાસ થી અંજાઈ ગયો ‌હતો. એ જેમ અંદર પ્રવેશ કરે છે તો જાણે કોઈ કોર્પોરેટ કંપની નો મેનેજર હોય એમ એક સર કોટ સુટ અને કાંઈ પહેરીને બેઠા હતા." કમ ઇન ઓફીસર .." એ વ્યક્તિ કહે છે." સર..થેન્કયુ." નવનીત તો જાણે કોઈએ હવા ભરી હોય એમ ખુશ ...Read More

15

સરકારી પ્રેમ - ભાગ 15

"અરે તું તો મોટો ખેલાડી નીકળ્યો." નવનીત રિતેશ ની પીઠ થાબડે છે."મારિયા નાનપણથી મારી દોસ્ત છે. હું એને પ્રપોઝ માંગતો હતો પણ એની પર આઈ.એ.એસ બનવાની ધુન સવાર હતી. એટલે એ કોચિંગ ક્લાસમાં અંહી દિલ્હીમાં આવી તો એની પાછળ પાછળ હું પણ દિલ્હી આવી ગયો. આખીર દિલ દા મામલા હૈ.." રિતેશ સમજાવે છે."પણ એ તને પ્રેમ કરે છે?" ઐયર પુછે છે."ભલે ન કરતી. એ ક્યારેક તો કરશે જ. હું પણ જો આઈ.એ.એસ બની ગયો.." રિતેશ હસી પડ્યો."લે યાર એક એક પેગ માર.." નવનીત પોતાના રૂમમાં થી બે ગ્લાસ લેતો આવે છે."એ યાર તું ગુજરાતી થઈને દારૂ પીવે છે? ગુજરાત ...Read More