Kuppi - 2 in Gujarati Fiction Stories by PANKAJ BHATT books and stories PDF | કુપ્પી - પ્રકરણ 2

Featured Books
Categories
Share

કુપ્પી - પ્રકરણ 2

કુપ્પી ભાગ ર

કુપ્પી એટલે કે કુણાલ પટેલ . ભૂતકાળમાંથી બહાર આવ્યો આજે છ વર્ષ પછી એ કેનેડા થી મુંબઈ પોતાના ઘરે પાછો આવી રહ્યો હતો .

એરપોર્ટ પરથી સામાન લઈ ટેક્સી કરી એ પોતાના ઘર તરફ રવાના થયો . મુંબઈના જોગેશ્વરી એરિયામાં આવેલું આશા નગર અને એમાં આવેલી ગૌતમ ચાલમાં કુપ્પી એના મા બાપ અને મોટી બહેન સાથે મોટો થયો હતો . 

આશા નગરની બરાબર વચ્ચે ગૌતમ ચાળ આવેલી છે . 350 ફૂટના સિંગલ રૂમ જેમાં રસોડું હોલ અને એક બાથરૂમ છે . અને સંડાશ બહાર કોમનમાં છે . સી શેપમાં બનેલી આ ચાળ મા ત્રણ બાજુથી ઉપર જવાની લાકળા ની બનેલી સીડીઓ છે . ગ્રાઉન્ડ પ્લસ બે માળ છે . ગ્રાઉન્ડ ફ્લોર પર 18 રુમ એવી જ રીતે પહેલા અને બીજા માળ પર 18 18 રુમ આવેલા છે . કુલ 54 પરિવારો આ ચાલમાં રહે છે . જેમાંથી હાલમાં અળધાથી વધારે રૂમો બંધ છે .બરાબર વચમાં એક ઓપન પ્લોટ છે . જેમાં બાળકો રમતા હોય . ગણપતિ અને નવરાત્રી જેવા તહેવારો અહીં ઉજવાય .

કુપ્પી આજે છ વર્ષ પછી પાછો આવી રહ્યો હતો .અહીં એને બધું જ બદલાયેલું જણાયુ મોટાભાગના આસપાસના ઘર બધા તૂટી ગયા હતા . અને ત્યાં નવા બિલ્ડીંગો બન્યા હતા . જેમાંથી અડધા તૈયાર હતા અને અડધામાં કામ ચાલુ હતું . આ બધા ઊંચા બિલ્ડીંગો વચ્ચે ગૌતમ ચાળ એવી જ હતી પણ એની રોનક જતી રહી હતી .

કુપ્પી ની ટેક્સી ચાળ સામે આવી ઉભી રહી . કુપ્પી બહાર આવ્યો ઊંડો શ્વાસ લીધો અને ચાર તરફ નજર ફેરવી . થોડા બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા . આજે રવિવાર હોવા છતાં સાંજના સમયે સન્નાટો લાગતો હતો . કુપીએ એની એક મોટી ટ્રોલી વાલી બેગ અને એક મોટો થેલો ખભા પર મૂકી ચાળમાં પ્રવેશ કર્યો .

ચાળની જમણી બાજુની સીડી પરથી પહેલા માળે 105 નંબર નું ઘર કુપ્પીનું હતું . કુપ્પી સીડી તરફ આગળ વધ્યો . સીડી પર એના ખાસ મિત્રો દિલીપ , ભૂરો અને જીગલો બેસીને ગપ્પા મારી રહ્યા હતા . એ ત્રણેયની નજર કુપ્પી તરફ પડી . કુપ્પી પણ એમને ધ્યાનથી જોઈ રહ્યો અને એના ચહેરા પર હલકુ સ્મિત આવ્યું  . દિલીપ ,ભૂરો , જીગલો ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આ અપ ટુ ડેટ કપડામાં આવી વિદેશી બેગો સાથે આપણી ચાળમાં કોણ આવી રહ્યું છે .

" આ . .તો . . કુપ્પી છે ! ' જીગલા એ ઓળખી લીધો અને ત્રણે એની તરફ દોડયા . 


" કુપ્પી ! તું તો ઓળખાતો જ નથી ભઈલા હા વિદેશની બરાબર હવા લાગી છે " ભૂરો બોલ્યો . ત્રણે જણ કુપ્પી ની સામે આવીને ઊભા રહ્યા અને આશ્ચર્યથી જોતા રહ્યા . છ વર્ષ પહેલાના કુપ્પી માં અને આમાં ઘણો ફરક હતો . સૌથી મોટું તો કુપ્પી ને દાઢીમાં કોઈએ આજ સુધી જોયો ન હતો એટલે ઓળખવામાં વાર લાગી . " ના યાર ! કુપ્પી ના હોય ! કુપ્પી આટલો ગોરો થોડી છે " દિલીપ ને હજી શંકા હતી . ત્રણેય એને ભેટવા માંગતા હતા પણ એના નવા મોંઘા કપડા જોઈ સંકોચાઈ રહ્યા હતા . 

" છ વર્ષ પછી આવી રીતે મળશો ?  ગળે નહીં લગાવો ? " કુપ્પી ની આંખો થોડી ભીની હતી .

" ના યાર તારા કપડાં જો ! અને અમારા કપડાં જો ! અમે હમણાં જ ક્રિકેટ રમીને બેઠા છીએ . તારા કપડાં ખરાબ થઈ જશે . " ભુરા એ સંકોચ વ્યક્ત કર્યો .

કુપ્પી એ બંને બેગો નીચે મૂકી . નીચે પડેલી માટી હાથમાં લીધી ને કપડાં પર લગાવી . " હવે ગળે લગાવશો ? " બધા મિત્રો જોરથી ગળે મળ્યા . બધાની આંખો ભીની થઈ ગઈ . નીચે રમતા છોકરાઓ આ બધું જોઈ રહ્યા .

" યાદ રાખજો આ કપડાં ફક્ત બદલાયા છે . પણ એની અંદરનો તમારો કુપ્પી એ જ છે " ફુપ્પી ની વાતથી બધાની ભીની આંખો રડવા લાગી .

ઘણીવાર સુધી ભેટીને રડ્યા . નીચે રમતા છોકરાઓમાં એક પાંચ વર્ષ નો દિલીપ નો છોકરો હતો રોહન . એ પોતાન પપ્પાને રડતા જોઈ વિચારમાં પડી ગયો હતો . દિલીપે એને બોલાવ્યો " બેટા હાય બોલો આ કુપ્પી અંકલ છે " 

" કુપ્પી અંકલ ! પેલા લાસ્ટ બોલમાં સિક્સ મારવા વાળા ? " રોહન ના ચેહરા પર સ્માઈલ આવી ગઈ એણે આ નામ એના પપ્પા ના મોઢે ઘણીવાર સાંભળ્યું છે .

કુપ્પી એ એને તેડી લીધો અને  ગાલ પર પપ્પી કરી . " તમારી દાઢી વાગે છે ! " રોહનની વાત સાંભળી બધા હસવા લાગ્યા . " જાઓ બધા રમવા "કુપ્પી એ રોહન ને નીચે મૂકી રમવા જવાનું કહ્યું .

" તું તારા પપ્પા માટે પાછો આવ્યો છે ને ? " જીગલા એ પૂછ્યું .

" અમને પણ થોડા દિવસ પહેલા જ ખબર પડી " ભુરા એ જણાવ્યું .

" લાસ્ટ ટાઈમ હું ગયો હતો એમની સાથે . ડોક્ટરે કહ્યું લાસ્ટ સ્ટેજ છે " દિલીપ ના મોઢે આ સાંભળી કુપ્પી દુઃખી થઈ ગયો .

વધુ આગળના ભાગમાં
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .