Maru ghar, mari niyati chhe - 5 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | મારુ ઘર, મારી નિયતિ છે - 5

The Author
Featured Books
  • अनुबंध बंधनाचे. - भाग 47

    अनुबंध बंधनाचे.....( भाग ४७ )* आज आरवशी बोलुन वैष्णवीला खरच...

  • 3:03AM

    शनिवार सकाळ.शहराच्या जुन्या भागात लिलाव बाजार भरलेला.लोखंडी...

  • सामर्थ्य

    समीराचं आयुष्य एका छोट्याशा गावातल्या साध्या घरातून सुरू झाल...

  • संताच्या अमृत कथा - 7

                 संत नरशी मेहता. ( चरित्र)संत नरसी मेहता (सोळावे...

  • काळाचा कैदी

    पहिला अध्याय- -------------------------"अज्ञाताची दारं”-----...

Categories
Share

મારુ ઘર, મારી નિયતિ છે - 5

આ બાજુ મીરા ધનરાજ અને વિજયાનું ઘર છોડીને વસ્તીમાં એના મમ્મી-પપ્પાના ઘરે પાછી જતી હોય છે.

બીજી બાજુ, માનવ માટે ગેરેજમાં જમવાનું લઈને એની બંને બહેનો, મંજરી અને દીપા, જાય છે. બધા સાથે મળીને જમતા હોય છે ત્યાં, એટલી વારમાં બે-ત્રણ ગુંડાઓ આવીને માનવને ધમકાવવા લાગે છે. તેઓ કહે છે કે, "તારા પપ્પાનો કાતિલ જેલમાંથી છૂટી ગયો છે." માનવ અને ગેરેજમાં કામ કરતા બે-ત્રણ માણસો ગુંડાઓને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે. પછી માનવ એની બંને બહેનોને ઘરે મોકલી દે છે. આ બાબતની માનવના મમ્મી, શારદાબેન, ને ખબર પડતાં તેમને એટેક આવી જાય છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

આ બાજુ મીરા ઘરે પહોંચે છે અને ડેલી ખખડાવે છે. કેસી દરવાજો ખોલીને જુએ છે તો સૂટકેસ સાથે મીરા ઊભી હોય છે. કેસી ડર અને ચિંતાથી પૂછે છે, "તું અમને છોડીને ક્યાંક લંડન તો નથી જતી ને?" મીરા કેસીના ગળે વળગી પડે છે અને કહે છે, "તું હવે પછી કોઈ દિવસ મને આ નજરથી જોતી નહીં. હું તને કોઈ દિવસ ક્યાંય મૂકીને નહીં જાઉં. તું જેમ કહીશ તેમ જ કરીશ. હંમેશા તારી સાથે રહીશ, મમ્મી."

કેસી ખુશ થઈ જાય છે અને મીરાને કહે છે, "સાચે જ તું મારી સાથે રહીશ? તું હવે કોઈ દિવસ મને મૂકીને ક્યાંય નહીં જાય?" મીરા હા કહે છે.

આ બાજુ, માનવની બહેન, દીપા, માનવને ફોન કરીને હોસ્પિટલમાં બોલાવે છે. માનવ તરત જ એના ખાસ મિત્ર, દિનેશ, સાથે હોસ્પિટલમાં પહોંચે છે અને ડોક્ટર સાથે વાત કરે છે. ડોક્ટર કહે છે, "તેમને હાર્ટ એટેક આવ્યો છે. અત્યારે પેશન્ટ અંડર કંટ્રોલ છે. એક દિવસ અંડર ઓબ્ઝર્વેશનમાં રાખશું, પણ તમારે ઘરે એમની તબિયતનું ધ્યાન રાખવું પડશે."

એમ કહીને ડોક્ટર જતા રહે છે. માનવ વેઇટિંગ રૂમમાં બહાર ખુરશી પર બેઠા બેઠા વિચાર કરતો હોય છે કે, 'મમ્મીએ કેટલી વાર મને લગ્ન કરી લેવાની વાત કરી અને કેટલી વાર છોકરીઓના ફોટો બતાવ્યા, પણ મેં હંમેશા તેમને નિરાશ કર્યા, એમની વાત ન સાંભળી.' માનવની મોટી બહેન, મંજરી, આવીને માનવના ખભા ઉપર હાથ રાખીને કહે છે, "માનવ બેટા, બધું સારું થઈ જશે. તું ચિંતા કરતો નહીં."

બીજે દિવસે માનવ એના મમ્મીને હોસ્પિટલથી ઘરે લઈ આવે છે. તેમને જોવા પાડોશમાં રહેતા પ્રમિલાબેન આવે છે. પ્રમિલાબેન શારદાબેનના ખબર-અંતર પૂછે છે. શારદાબેન કહે છે, "હવે મને સારું છે, બસ ચિંતા તો એક માનવની છે. એકવાર એના લગ્ન થઈ જાય એટલે બસ, પછી મને કોઈ ચિંતા નહીં રહે."

પ્રમિલાબેન કહે છે, "શારદાબેન, તમે બિલકુલ ચિંતા કરશો નહીં. હું માનવ માટે સરસ છોકરીઓની લાઇન લગાવી દઈશ." શારદાબેન કહે છે, "પ્રમિલા, તારી નજરમાં કોઈ સારી છોકરી છે?" પ્રમિલા કહે છે, "હા, તમારા જૂના મિત્રની એક છોકરી મારી નજરમાં છે. તે ભણેલી, સુંદર અને સુશીલ છે. આ વર્ષે એની વકીલાત પૂરી થઈ જશે, પણ એક વાતનો વાંધો છે - એના માતા-પિતાને તે સાથે રાખવા માંગે છે. તમે કહો તો છોકરીનો ફોટો બતાવું." પ્રમિલાબેન શારદાબેનને મીરાનો ફોટો બતાવે છે.

(શું શારદાબેનને મીરા ગમશે? તે આપણે આગળ છઠ્ઠા ભાગમાં જોશું.)આ બાજુ મીરા ધનરાજ અને વિજયાનું ઘર છોડીને વસ્તીમાં એના મમ્મી-પપ્પાના ઘરે પાછી જતી હોય છે.

(શું શારદાબેનને મીરા ગમશે? તે આપણે આગળ છઠ્ઠા ભાગમાં જોશું.)