Maru ghar, mari niyati chhe - 8 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | મારુ ઘર, મારી નિયતિ છે - 8

The Author
Featured Books
  • दिल ने जिसे चाहा - 27

    Dr. Kunal तो उस दिन Mayur sir को ये बता कर चले गए थे कि—“शाद...

  • अदाकारा - 62

    *अदाकारा 62*     शर्मिलाने अपने दिमाग पर ज़ोर लगा...

  • Tere Ishq Mein - Explanation - Movie Review

    फिल्म की शुरुआत – एक intense Romanceफिल्म की शुरुआत एक छोटे...

  • Between Feelings - 1

    Author note :hiiiii dosto यह एक नोवल जैसे ही लिखी गई मेरे खु...

  • Mafiya Boss - 3

    in mannat गीता माँ- नेहा, रेशमा !!ये  तुमने क्या किया बेटा?...

Categories
Share

મારુ ઘર, મારી નિયતિ છે - 8

આગળ આપણે જોયું કે શારદાબેનને મીરાનો ફોટો ગમે છે .

આ બાજુ મીરા અને માનવ ની આગળ વાત ચાલે છે.માનવ મીરા ને કહે છે હવે તમે શું કરશો આગળતમારો શુ વિચાર છે.મીરા કહે છે કંઈ ખબર નથી શું કરવું શું નહીં કઈ સમજાતું નથી. I felt myself so stuck.એક તરફ મારા મમ્મીના સપના છેઅને બીજી તરફ મારા પોતાના સપનાઓ છે.માનવ કહે છે વાંધો નહીં તમે તમારા સપનાઓ પુરા કરો તમે તમારુ કોલેજ પૂરું કરો અને પછી જોબ કરો મને એમાં કોઈ વાંધો નથી.મીરા આશ્ચર્ય સાથે કહે છેતમે એમ કહેવા માગો છો કે તમે એટલા કઠોર નથી.તમે સાચે જ કહેવા માંગો છો કે તમને કોઈ વાંધો નથી.તમે સીરીયસલી એમ કહેવા માંગો છો કે તમે એવા માણસ નથી કે જે પોતાના મમ્મી ના કહેવાથી કોઈ છોકરી ને પરણવા માટે તૈયાર થઈ જાય.શું તમે આ વાત સિરિયસલી કહો છો માનવ.માનવ કહે છે જો મીરા હું લગ્ન ,રોમાન્સ,આ બધી વસ્તુ મને Shut નથી થતી.હું સીધો અને સરળ માણસ છું પણ એક વાત કહું  છુ. જો આપણે બન્ને પરણશુ તો બેન્ને નું જીવન કમ્પ્લિટ થઈ જશે તમે તમારીઇચ્છાઓ ને પૂરી કરી શકશો અને હું મારા મમ્મીની ઈચ્છાનું માંન રાખી શકીસ .અને હવે આ ટોપીક ઉપર પર ચર્ચા કરીનેહવે હું થાકી ગયો છું બોલો તમારું શું કહેવું છે આના પછી હું બધું તમારા પર છોડુ છુ .ડિસિઝન ઇસ યોર .તમે જેમ કહેશો તેમ આપણે કરશુ. તમે વિચારી અને પછી મને કહેજો Take your time.તમે એમ કહેવા માગો છો. કે તમે મારી સામે બેઠા છોએટલે  પછી મારી ગમે તે શરતો હોય તે તમે માની લેશો તમારા મમ્મી ની ઈચ્છા પૂરી કરવા માટે.ના હું એમ નથી કહેવા માગતો.પણ એ જરૂર સમજુ છું આખા શહેરમાં બીજુ કોઈ નહીં ને તમને મારી સામે આવ્ય .આ એક સંજોગ છે જેમાં આપણે એકબીજાની સિચ્યુએશન ને સમજી શકીએ છીએ મારી જગ્યાએ બીજો કોઈ હોત તે ન સમજત હવે મિડલ ક્લાસ માણસો છીએ એકબીજાને જરૂરતોને પહેલા સમજીએ છીએ.હું તમારી સાથે પરણવા તૈયાર છું .મીરા કહે છે શું તમે આ ના માટે એકદમ સિરિયસ છો?માનવ કહે છે  મેં તમને એક જોક  નથી કહ્યો. મારો મતલબ એ છે આ કોઈ રોમાંટિક સિચ્યુએશન નથી પણ આપણા વડીલોએ પરંપરા પ્રમાણે આ પણલગ્ન નક્કી  કર્યા છે. હુ તેમની વાતને માંન આપું છું.જો તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર છો.તો હું પણ તૈયાર છું મારું એટલું કહેવું છે.જો તમે હા પાડતા તો બે દિવસ પછી આપણે સાદી રીતે લગ્ન કરી લેશુ જેમાં ઘરના અને આસપાસના લોકો હશે.

 તમારા પર બધુ  છોડુ છું .ડિસિઝન ઈઝ યોર.મીરા કહે છે એનો મતલબ એ કે આપણે લોજીકલી મળ્યા છીએ એટલે એનો જવાબ પણ આપણે લોજીકલી આપવો જોઈએ એમને.જો મીરા મને એટલું સમજાય છે . તારી ઇચ્છા ન હોત તો તું અહિયાં ના આવત પણ તે તારા માતા-પિતાની મરજીને માન આપી અને તું મને મળવા આવી તે મને ગમ્યુ.અને હું આ નિર્ણય આ એક મિટિંગ માં  તને મળી અને નથી લેતો .હુ થોડી વારમાં તને ન જાણી શકુ. પણ થોડા દિવસ પહેલા જ્યારે તુ ગેરેજ પાસેથી નીકળી હતીઅને તે ગારામાં પડેલા માસી ની મદદ કરી તે મને બહુ ગમ્યુ હતુ . તુ તેમને જાણતી પણ નહોતી.કોઈ સારી વ્યક્તિ હોય તે જ આ કરી શકે.જે નુ કોમળ હૃદય હોય. જે બીજાનું દુઃખ નજોઈ શકતુ હોય.મીરા નો ફોન વાગે છે અને મીરા ફોન ઉપાડ્યા વગર કાપી નાખે છે માનવ કહે છે તમારો મહત્વનો ફોન હોય તો ઉપાડી લેજો મીરા કહે છે ના કોઈ મહત્વનો કોલ નથી.માનવ કહે છે તો પછી હવે આપણે નીકળ શું ?મીરા કહે છે ઠીક છે મીરા નીતાને ઇશારો કરે છેઅને માનવ દિનેશ ને કહે છે ચાલો હવે નીકળી એપણ દિનેશ કહે છે મારે અને નિતાને અહીં થોડીક શોપિંગ કરવી છે માનવ તુ મીરા ને ઘરે ડ્રોપ કરી દઈશ ?માનવ મીરા ને કહે છે ચાલો આપણે બંને એક જ જગ્યાએ જવાનું છે. પછી માનવ પોતાની ગાડીમાં મીરાને વસ્તી સુધી લઇ જાય છે એક બાજુ ગાડી પાર્ક કરી અને માનવ મીરા સાથે ચાલતા હોય છે ત્યારે પાડોશના જે પણ કોઈ હોય તે માનવને રિસ્પેક્ટ થી બોલાવે છે મોટી ઉંમરના બેન હોય કે નાની છોકરી હોય . તે જોઈ અને મીરાં કહે છે . તમારુ વસ્તીમાં બહુમાન લાગે છે પછી તે બંને બીજી શેરીમાં વળી જાય છે અને કહે છે મને તો નાનપણનું કંઈ યાદ નથી બસ ખાલી બે દુકાન યાદ છે જ્યાં મને અને ભાઈને મમ્મી પોકેટ મની આપતી અને અમે ત્યાં ટોફી લેવા જતા બસ બીજું કંઈ યાદ નથી.માનવ કહે છે મને પણ બહુ કંઈ યાદ નથી પણ એટલું યાદ છે કે હું અને તારો ભાઈ ઠેરેયુ (માર્બલ) થી રમતા હતા. મેં તેને હજી પણ સાચવીને રાખ્યા છે.લ્યો મીરાં તમારું ઘર આવી ગયું.મીરા તુ ગમે તે ડિસિઝન લે હું તારી સાથે છું તુ મારી સાથે લગ્ન નહીં કરે તોપણ હું તારી સાથે છું.તું એક બ્રેવ છોકરી છો .હું અહીં છું વસ્તીમાં તું મારા ફ્રેન્ડની બહેન છો.તને જ્યારે પણ કોઈ બી સપોર્ટ ની જરૂર હોય તો મને કહેતા ખચકાતી નહીં.મીરા કહે છે ઠીક છે એમ કહી અને તે ડેલી ખોલે છે સામે એની મમ્મી ઉભી હોય છે અને મીરા સામે જોતી હોય છે. માનવ પાછો ફરી અને જતો હોય છે.કેસી કહે છે મીરા તે હા પાડી દીધી ને ?મને ખબર હતી હવે આપણે ઘરની અને ખાવાની બિલકુલ ચિંતા નહીં રહે  આપણે આ તૂટેલા ઘરમાંનહીં રહેવું પડે.મે શારદાબેન સામે આ શરત મૂકી હતી.મીરાં તે વાત સાંભળે છે અને અચાનક જ તે પાછીમાનવ પાસે દોડી જાય છે અને માનવને પાછળથી બોલાવે છે માનવ....માનવ મીરા નો અવાજ સાંભળી અને ઊભો રહી જાય છે. પાછળ ફરીને જુએ છે તો મીરા હાફતી ઉભી હોય છે.પૂછે છે શું વાત છે મીરા ?મીરા માનવ ને કહે છે મેં નિર્ણય લઈ લીધો.હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર નથી.હવે તમારે મારી અને મારા માતા પિતાની જવાબદારી ઉપાડવી નહીં પડે. માનવ મીરા સામે જુએ છે અને કહે છે.હું તારા નિર્ણય થી સહમત છું તુ જેમ કહે તેમ.તમે મને ના પાડી એનો મતલબ એ નથી તમે મારી સાથે વાત ન કરી શકો તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે મારી સાથે વાત કરી શકો છો.તુમારા( ફ્રેન્ડ) મીત્ર ની બહેન છો અને પાડોશી પણ છો.મીરા કહે છે થેંક્યુ માનવ.પછી માનવ જતો રહે છે અને મીરા માનવને જતોજોતી હોય છે અને વિચારે છે આ પહેલી એવી વ્યક્તિ છે જે મારા નિર્ણયથી નારાજ નથી થઈ.જો આની જગ્યાએ આકાશ હોત તે નારાજ થઈજાત . તે કોઈ દિવસ મને  નિર્ણય લેવાનું ન કહેત કેટલો ફરક છે આકાશ અને માનવ માં.પહેલી મુલાકાતમાં મેં જેટલી માનવ સાથે ખુલીનેવાત કરી તેવી મેં કોઈ દીવસ આકાશ સાથેવાત નથી કરી.પછી મીરા ઘરે જાય છે.અને તે કેસી ને કહે છે કે મેં માનવને ના પાડી દીધી છે.આ વાત સાંભળી કેસી મીરા થી નારાજ થઈ જાય છે અને કહે છે હવે આપણે શું કરશુ કેમ રહેશુ.મીરા કહે છે મમ્મી હું એક જોબ ગોતી લઇશ તમેચિંતા કરશો નહીં. પણ કેસી માનતી નથી .કેસી મીરા ને કહે છે તારે પહેલા આકાશ સાથે પરણવું છે મને ખબર છે એટલે જ તુ આટલા સરસ છોકરા સાથે પરણવા નથી માગતી અને તે મીરા સાથે બોલવાનું બંધ કરી દે છે. મીરા કહે છે મમ્મી હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં પણ હું અત્યારે પરણવામાંગતી નથી. મારે પહેલા વકીલાત કરવી છેકમાવું છે . હું તમને એક સારું જીવન જીવવા માટે આપવા માંગુ છુ.ત્યારબાદ  હું લગ્ન વિશે વિચાર કરીશ. કેસી રસોડામાં જતી રહે છે અને રસોઇ કરવા લાગે છે.આ બાજુ માનવ ઘરે પહોંચે છે બધા ઘરના ઓ તેના નિર્ણય ની વાટ જોતા હોય છે.પ્રમીલાબેન પણ શારદાબેન ની પાસે બેઠા હોય છે.માનવ પ્રમીલા બેન ને સામે જોય અને ચૂપચાપ ઉભોરહે છે કંઈ બોલતો નથી.પ્રેમીલાબેન સમજી જાય છે અને કહે છે.શારદાબેન ચાલો હું મારા ઘરે જાઉ છુ. એમ કહી અને પ્રમીલાબેન જતા રહે છે પછી માનવશારદાબેન ની પાસે જઈ અને બેસે છે.શારદાબેન પૂછે છે શું થયું માનવ શુ  મીરા એ હા પાડી.માનવ કહેતો તેણે ના પાડી મને ખબર જ હતી કે આ સંબંધ નહીં થાય.શારદાબેન પૂછે છે કેમ તેણે ના પાડી માનવ .માનવ કહે છે મમ્મી તેને ના કહેવાનું એક કારણ છે તેણે મને જોઈને ના નથી પાડી તેના પોતાના પર્સનલ રીઝન છે.મંજરી રસોડા પાસે ઊભી ઊભી બોલે છે મને તોખબર જ હતી એ છોકરી ના જ પાડશે.માનવ ઉભો થઇ અને પોતાના રુમમાં જતો રહે છે.આ બાજુ મીરા કેસીને રસોઈમાં મદદ કરતી હોય છેત્યાં આકાશ નો ફોન આવે છે મીરા ફોન નથી ઉપાડતીઆકાશ ફરીથી ફોન કરે છે મીરા ફોન કાપી અને આકાશનૈ મેસેજ કરે છે અત્યારે ફોન ઉપાડી શકું તેમ નથી હું પછી નિરાંતે તારી સાથે વાત કરીશ.કેસી સમજી જાય છે કે આકાશનો જ ફોન હશે તો જ મીરા એ કાપી નાખ્યો.બધા એક સાથે જમવા બેસે છે. મીરા કેસી સાથે બોલવાનો પ્રયત્ન કરે છે પણ કેસી બોલતી નથી.મીરા કહે છે મમ્મી તમે આમ ક્યાં સુધી મારાથી રિસાયેલા રહેશો .કેસી કહે છે તને અમારી પસંદ નો છોકરો નથી ગમતો  આકાશ તને લન્ડન  લઈ જવા માંગે છે.થોડીક વાર જઈશ તો પછી નહીં આવ તુ અમને ભૂલી જઈસ એમ કહી અને કેસી રોવા લાગે છે.મીરા કહે છે મમ્મી તમે  શાંત થઈ જાવ જેમ તમે કહેશો એમ જ હું કરીશ .પણ પ્લીઝ તમે રોવો નહીં. હુ આકાશ સાથે વાત કરીશ તે તમને જરૂર અપનાવશે આપણે બધા સાથે રહેસુ. ના તેમને બિલકુલ નહીં આપનેજો વિજયાબેન અને ધનરાજભાઇ તને ભણાવી-ગણાવી તને બધે સોસાયટીમાં સાથે લઈજાય છે તને સારા સંસ્કાર આપ્યા બરાબર છે. પણ એમણે કોઈ દીવસ કોઈ ને એમ કીધું કે તેમના ઘરે કામ કરનાર એક ગરીબ નોકરની દીકરી છો. આકાશ ના મા બાપ થી પણ આ વાત સંતાડી છે.તે લોકો ન કહી શકે .અને તુ આકાશને કહીશ તો તેના મા-બાપ અને આકાશ અમને નહીં અપનાવે .તે લોકોનું ખાવાનું  ઊઠવા બેસવાનું પહેરવાના કપડા બધુ આપણાથી અલગ છેતે અમને તારાથી જુદા અલગ રાખવા તૈયાર થઈ જશે તો તારાથી જુદા રહીને શું કરશુ અહીં તો સારા પાડોશીઓ છે બધા એકબીજાને સુખ-દુઃખમાં કામ આવે એવા છે અમે હવે ત્યાં તે સોસાયટીમાં ફિટ ન થઈ શકીએમીરા મારી દીકરી જો તું માનવ સાથે લગ્ન કરીશ તો આપણે બધા સાથે રહેશુ તું કાયમ મારી નજર સામે રહીશ હું તારા છોકરાઓ ને મોટા કરીશ મીરા ને રોવુ આવી જાય છે તેને કંઈ સમજાતું નથી .કે શું કરવું? કેસી સમજવા તૈયાર નથી . મીરા થી શ્વાસ લેવાતો નથી .એટલે મીરા ઘરની બહાર નીકળી જાય છે. કેસી મીરા ને કહે છે તુ ઠીક તો છે.મીરા કહે છે હા આ તો મારી જૂની શ્વાસની તકલીફ છે હુ થોડીવાર બારે હવામા રહીશતો સારું થઈ જશે.મીરા શેરીમાં આગળ જાય છે ત્યાં આગળ વળાંકવરતા દાદરા પાસે બેસી જાય છે.તેનાથી શ્વાસ લેવાતો નથી તેને સમજાતું નથી કે તે શું કરે .આ બાજુ માનવ ગેરેજેથી ઘર તરફ જતો હોય છે અને તે મીરાંને દાદરા પાસે ત્યાં બેઠેલી જોઈ છેમીરા ને રોતા જોઈ માનવને પહેલા એમ થાય છે હું તેની પાસે જાઉં પછી તે કઈક વિચારી ને ઉભોરહી જાય છે.માનવ નીતાને ફોન કરે છે તુ મીરા પાસે જા અને કહેતી નહીં કે મેં તને કીધું કંઈપણ બાનુ કરી દેજે.નીતા તરત જ મીરા પાસે પહોંચી જાય છે અને પૂછે છે શું થયું મીરા તારી તબિયત બરાબર છે નેમીરા કહે હા હા આતો જરાક ગભરામણ થતીહતી એટલે . તું અહીં ક્યાંથી ?નીતા કહે છે હું તારી પાસે જ આવતી હતી.તને મળવા તુ કાલે કોલેજે જવાની છો.મીરા કહે હા તારે આવું છે મારી સાથે નીતા કહેહા કાલે આપણે બે સાથે જ નીકળશુ.ત્યારબાદ મીરા ઘરે જઈ અને ચૂપચાપ સૂઈ જાય છેબીજે દિવસે સવારે આકાશ નો મેસેજ આવે છે મીરા હું તને મળવા માગું છું.

નવમા ભાગમાંઆગળ આપણે જોશુ કે મીરાના લગ્ન થતાં વિજયાબેન અટકાવી શકશે કે નહીં?

----------------------------------------------------------------------