13.
અનુ પોતાના ભાઈ હાર્દિકને લઈને એક મોલમાં પહોંચી. એક શોપમાં હડફથી તેણે દરવાજો ખોલ્યો અને અંદર આવી. તેની પાછળ પાછળ હાર્દિક આવ્યો. પણ અનુ માત્ર એક લેડીઝ પર્સ લઈને જ આવી અને હાર્દિકના હાથમાં સામાન સમાતો નહોતો. પોતાને જોઈતી વસ્તુ અનુ ખરીદતી જતી અને ભાઈને આપતી જતી.
તે શોપમાં અંદર આવી અને ત્યાંના એક સેલ્સમેને તેને આવકારો આપતા કહ્યું, "વેલકમ મેમ, વેલકમ સર. બોલો શું જોઈએ છે?"
અનુએ પોતાના પર્સમાંથી એક લિસ્ટ કાઢ્યું અને તેને આપતા બોલી; "આ ફીલ કરી દ્યો."
લિસ્ટ જોઈ તે વોર્કર તે લિસ્ટની તમામ વસ્તુઓને શોધવા લાગ્યો. હાર્દિક અનુ પાસે જઈને થોડા ગુસ્સાથી બોલ્યો; "જો, હવે જેટલુ ભી લેવાનું બાકી છે તે અહીંથી લઇ લે. મારે લેટ થાય છે."
અનુ કડકાઈથી એની સામે જોતા બોલી; "બ્રો!"
હાર્દિક બોલ્યો; "નૈ પણ રીત તો હોય ને! મારી ઓફિસનો ટાઈમ દસ વાગ્યાનો છે અને ઓલરેડી સાડા અગિયાર થઈ ગયા છે." કહેતા તેણે પોતાના હાથમાં રહેલી ઘડિયાર બતાવી.
અનુ કહેવા લાગી; "અરે, હજુ તો તમારે મારી સાથે એક શોપ પણ જોવાની છે."
આશ્વર્ય સાથે હાર્દિક પૂછવા લાગ્યો; "તો તે શોપ પણ શોધી લીધી છે?"
એના આ સવાલનો જવાબ આપતા પહેલા તેણે પેલા સેલ્સમેનને કહ્યું ; "અચ્છા, તમે આ બધું પેક કર રાખજો. હું હમણાં આવું છું." કહી તે ત્યાંથી બહાર નીકળી ચાલતી થઈ અને ફરી પૂંછડીની જેમ હાર્દિક તેની પાછળ પાછળ.
જેવી રીતે તે શોપમાં અંદર આવેલી તેવી જ રીતે હડફથી દરવાજો ખોલી તે બહાર નીકળી. પોતાના પર્સમાં કશુંક શોધતા શોધતા ચાલતી હતી અને ભાઈને કહેવા લાગી; "જુઓ ભાઈ, તમારે મારી સાથે આવવું તો પડશે જ."
હાર્દિક તેને સમજાવતા બોલ્યો; "પણ અનુ મારી વાત તો સાંભળ."
અનુનું ધ્યાન પર્સમાં હતું અને તે બોલી; "તમારું કોઈ પણ બણ આજે હું નહિ ચલાવી લઉં. તમારે..." એ પોતાની વાત પુરી કરે તે પહેલા સામે અવળું ફરીને ઉભેલા અને ફોન પર વાત કરતા માણસ સાથે તે અથડાઈ. અથડાતાની સાથે તેનો ફોન નીચે પડી ગયો. કશું વિચાર્યા વગર તે પાછળ ફરતા બોલ્યો; "તારી તો.." પણ એ પહેલા એનું ધ્યાન અનુ તરફ ગયું અને અનુ એ સામે જોયું તો રાહુલ.
તે પોતાનું વાક્ય ફેરવતા બોલ્યો; "તું અહિંયા?"
તે કશો જવાબ આપે તે પહેલા હાર્દિક એની સામે આવી ગયો અને કહ્યું; "હા જરા કામ હતું એટલે!.."
"... એટલે શોપિંગ માટે આવ્યા છીએ." અનુ બોલી.
"તું અહીં શું કરે છે?" હાર્દિકે પૂછ્યું.
પડેલો ફોન ઉપાડી તેને સાફ કરતા રાહુલ બોલ્યો; "મારા લેપટોપમાં કઈંક પ્રોબ્લેમ હતો એટલે રીપેરીંગ માટે અહીં લાવ્યો છું."
તરત જ અનુએ કહ્યું, "એટલે કંપનીના બોસ પોતે લેપટોપ રીપેર કરાવવા આવ્યા છે. કોઈ પ્રાઇવેટ વસ્તુ કે પછી... હાં..."
આ સાંભળી રાહુલે હાર્દિક તરફ જોયું અને તે અનુ સામે જોતા બોલ્યો; "અનુ..."
"અરે છે તો છે. એમાં શું છુપાવવાનું?" અનુ બોલી.
એની વાતને ફેરવતા હાર્દિક બોલ્યો; "એને મજાક કરવાની આદત છે. તું ખોટું ના લગાડતો."
"કાંઈ વાંધો નહિ."
"ઓકે હું આગળ જઈને બીજું શોપિંગ પતાવું છું. તમે જલ્દી આવજો." કહેતી અનુ ત્યાંથી ચાલતી થઈ.
હાર્દિકે પાછળથી બૂમ લગાવી; "જલ્દી કામ પતાવજે." એટલે રાહુલે હાર્દિકને પૂછ્યું : "કેમ? શું થયું?"
હાર્દિક કહેવા લાગ્યો; "અરે જોને યાર, આજે મારે એટલા બધા કામ છે અને અનુ મને શોપિંગ કરવા લઈ આવી છે. બધી વસ્તુ એકલી કરે છે પણ શોપિંગ... શોપિંગમાં કોઈક તો સાથે જોઈએ જ. હજુ તો શોપ પર જવાની વાત કરે છે."
"એટલે હું કંઈ સમજ્યો નહિ."
જવાબ આપતા હાર્દિક બોલ્યો; " ફેશન ડિઝાઈનર છે મેડમ. નવી ક્લોથ શોપ બનાવવા માંગે છે અને રોનકની બહેન આકૃતિ, તેની પાસેથી તો એજન્સી પણ લેવરાવી લીધી છે."
રાહુલ બોલ્યો; "એ જે હોય તે, પણ એકલા હાથે આ બધું કરવું એ બહુ સારી વાત છે."
"હમમ... ફાસ્ટ છે મેડમ." કહેતા તે રાહુલને ઘુરી ઘૂરીને જોવા લાગ્યો. એટલે તેણે પૂછ્યું, "શું થયું?"
હાર્દિક બોલ્યો; "તું આજે ફ્રી છે?"
"કેમ?"
"શું છે કે આજે મારે કામ પણ એટલું છે અને ઉપરથી ઈમ્પોર્ટન્ટ મીટીંગ પણ છે અને અનુ એટલી એક્સસાઈટેડ છે કે આજે જ શોપ જોવા માંગે છે. જો તું એની સાથે જા તો વધારે સારું."
"હું?"
"હા"
તે અચકાતા બોલ્યો; "ના ના, મતલબ હું કઈ રીતે જાઉં?"
"હું કહું છું ને?"
"તોયે શું? હું... યાર!"
"રાહુલ પ્લીઝ, મારે માટે."
રાહુલે પોતાનું માથું ઘુણાવતા ના કહી. એટલે એને સમજાવતા હાર્દિક બોલ્યો; "શું છે કે અનુ આજે જ જશે અને જો નઈ લઈ જાઉં તો ખબર નહિ શું હાલત કરશે આખા ઘરની. ફોર મી પ્લીઝ."
થોડો વિચાર કરી તે બોલ્યો; "ઠીક છે. જઈશ. ક્યાં જવાનું છે?"
હાર્દિક બોલ્યો; "થેન્ક્સ યાર. ઍડ્રેસ્સ હું તને મેસેજ કરી દઈશ."