Nandini.... Ek Premkatha - 15 in Gujarati Love Stories by Asha Kavad books and stories PDF | નંદિની...એક પ્રેમકથા - ભાગ 15

Featured Books
Categories
Share

નંદિની...એક પ્રેમકથા - ભાગ 15

( આગળ નાં ભાગમાં જોયું, નંદિની ટ્રેન માં વહેલી બેસી મુંબઈ જવા રવાના થાય છે, અહીઁ શૌર્ય પણ પોતાની ગાડી લઈ મુંબઈ તાજ હોટેલ પહોંચે છે હવે આગળ......)


નંદિની આંખ ખોલી જુવે તો સપના ની સુનેહરી સવાર પડી ગઇ હતી. તે ફ્રેશ થઈ બારીમાંથી મોઢું કાઢી બહાર જોવે છે, પ્રકૃતિ નું રમણીય સૌંદર્ય નિહાળી રહેલી નંદિની ની  સવારની તાજગી સાથેની સુંદરતા એટલી જ શાંત સરળ છલકાતી હતી."જાણે તે પોતાની સાથેજ સમય વ્યતીત કરી રહી હોય." તેવામાં નંદિની ના ફોનની ફ્લેશ લાઇટ જબકી, જોયું તો મીટીંગ નો ટાઈમ અને લોકેશન સેન્ડ કરેલ છે. નંદિની લોકેશન તપાસ કરે છે. થોડી વાર માં મુંબઈ સ્ટેશન આવી જાય છે. નંદિની પોતાનો બેગ લઈ નીચે ઉતરે છે. "મુંબઈ – એક શહેર જ્યાં દરેક શ્વાસ સાથે એક નવી દોસ્તી, એક નવી સ્પર્ધા, એક નવો અવસર છુપાયેલો હોય છે. "સુંગધ સાકાર" મસાલા હવે માત્ર ગામડા સુધી પૂરતું નહોતુ. હવે તે ભોજન પ્રેમીઓના રસોડાં સુધી પહોંચવાનું સપનું જોઈ રહીઁ હતી.

નંદિની ટેક્સી બુક કરાવી લાઈવ લોકેશન બરોલી નગર સ્થિત એક ભવ્ય બિલ્ડિંગ સામે ટેક્સી ઉભી રહી. એ બિલ્ડિંગ ની સામે ભવ્ય "હોટેલ ગ્રાન્ડ અરોરા"જ્યાં નંદિની પ્રવેશ કરે છે. રિસેપ્શન સેન્ટરે જઈ રૂમ ની ચાવી લઇ ફ્રેશ થાય છે. ઓફ વ્હાઈટ ડ્રેસ મા ખુલ્લા વાળ, એક હાથમાં વોચ, કપાળે બ્લેક નાનો ચાંદલો મેકઅપ વગર પણ તેની સુંદરતા મોહકદાયક લાગી રહી હતી. તેના ફોન માં મેસેજ આવે છે. 'હોટેલના સેકન્ડ ફ્લોર પર આવો'. નંદિની મેસેજ જોઈ જાય છે. સામેથી એક તીવ્ર નજરો સાથે એક મહિલા આવી—અનુરાધા અરોરા, જે "હૉટેલ ગ્રાન્ડ અરોરા" ના હેડ છે. તે નંદિની ને અંદર બોલાવી ચેર પર બેસવા માટે કહ્યું. નંદિની બેસે છે.

"અમે તમારી સાથે કામ કરવા માંગીએ છિયે, મિસ નંદિની,” અનુરાધાએ કહ્યું. “પણ મુંબઇ બજાર સરળ નથી. અહીં સુંગધ તો હોવી જોઈએ, પણ સાથે બ્રાન્ડિંગ અને સપ્લાય ચેઇન પણ તાકાતવર જોઈએ.”

નંદિનીએ શાંતપણાથી ઉત્તર આપ્યો:
“મારો મસાલો માત્ર સુગંધ નથી, એ એટલી શક્તિશાળી યાદ છે કે એક વાર સુગંધ આવે, તો ફરીથી ભૂલાય નહીં.
સ્વાદમા ચાર ચાંદ લગાવશે. આ મસાલા સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. જેની ઉત્પાદકતા કૃત્રિમ રીતે કરવામાં આવે છે.

અનુરાધાએ એક નમૂનો ખોલ્યો. જીરા અને લવિંગની ખાસ ભેખ સુગંધ હવામાં ફેલાઈ. એની આંખો ચમકી ઉઠી.
“તમે અમારા મુખ્ય શેફ અને માર્કેટિંગ ટીમને પ્રેઝન્ટેશન આપો,” તેણે કહ્યું, “જો એ લાગણી તમારા મસાલા જેવી જ ગાઢ હશે, તો અમે ડીલ સાઈન કરીશું.”

હા..હા..મિસિજ.... અનુરાધાજી. હું પ્રેઝન્ટેશન આપીશ અને આ ડીલ સાઈન કરીશ. "થેંક્યું સો મસ અનુરાધાજી". નંદિની ફરી તેની રૂમ માં આવે છે નાસ્તો કરી તે તેનું પ્રેઝન્ટેશન ફરી એક વખત તપાસે છે.


___________________________________________

  શૌર્ય પોતાની રોલ્સ રોયસ ગાડી "હોટેલ ગ્રાન્ડ અરોરા " ની આગળ પાર્ક કરી હોટેલ માં પ્રવેશ કરે છે. શૌર્ય ની મીટીંગ પણ આજ હોટેલ માં છે. શૌર્ય ગ્રાન્ડ અરોરા હોટેલના ભવ્ય લૉબીમાં પગલાં મૂકે છે. આજે તેની મિટિંગ 'મિત્તલ ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ' સાથે હતી. હોટેલના મેનેજરે શૌર્યને કૉન્ફરન્સ રૂમ નંબર 302 તરફ દોરી દીધો. રૂમના દરવાજા સામે શૌર્ય થોભ્યો.  કાળાં ટ્રાઉઝર અને સફેદ શર્ટમાં તે સજ્જ વ્યકિત લાગી રહ્યો હતો. દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો. અંદર અગિયાર જેટલા ડાયરેક્ટર્સ બેઠાં હતા. બધાની નજરો શૌર્ય પર પડી. મિત્તલ સાહેબ પોતે મેન ચેર પર બેઠા હતા – ધોળા વાળ, સ્વાભિમાન થી ભરેલો ચહેરો અને આંખોમાં સજ્જનતા થી ભરેલું તેજ.

શૌર્ય ધીરજથી આગળ વધ્યો, નમ્રતાથી સૌને સ્મિત આપ્યુ. શૌર્યમા ભરપુર આત્મવિશ્વાસ હતો.
“ગુડ મોર્નિંગ એવરિબોડી. હું શૌર્ય પ્રતાપસિંહ. 

વેલકમ શૌર્ય પ્રતાપસિંહ. તમે તમારી સીટ પર બેસો.
શૌર્ય બેસે છે. મીટીંગ આગળ ચાલે છે. ઘણા બિઝનેસ મેનો એ પોતાના પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન આપ્યા. હવે શૌર્ય આત્મવિશ્વાસ થી પોતાનો પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન રજૂ કરે છે.
"શૌર્ય નો કોમર્શિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન  બધાનું ખુબ ધ્યાન ખેચ્યું છે". શૌર્ય નો પ્રેઝન્ટેશન પુર્ણ થયો. મિત્તલ ગ્રુપના ડાયરેક્ટર્સ એકબીજાને જોયાં. તેઓ આટલી ભવ્ય યોજના જોઈ આશ્ચર્યચકિત પણ હતા અને મંત્રમુગ્ધ પણ.

અંતે મિત્તલ સાહેબ ઊભા થયા અને શૌર્યને હાથ મળાવી કહ્યું, આઈ એમ ઈમ્પ્રેસ મીસ્ટર શૌર્ય પ્રતાપસિંહ. "આવો પ્રોજેક્ટ ફક્ત શહેરી ડેવલપમેન્ટ નહિ, પણ એક ભારતના ભાવિ નગરોનું મોડેલ બની શકે છે". મિત્તલે પોતાનાં ડાયરેક્ટર્સ નાં નિર્ણયને જાણી  શૌર્ય ને જણાવે છે. કોન્ગ્રેચ્યુલેશન મીસ્ટર શૌર્ય આ ડીલ તમારી સાથે સાઈન કરીએ છીએ. 

શૌર્ય ખુબ ઉત્સુક્તા સાથે પણ ચહેરા પર ભાવ પ્રગટ થવા નથી દેતો. "થેંકયુ એન્ડ કોન્ગ્રેચ્યુલેશન મીસ્ટર મિત્તલ એન્ડ ઓલ ટીમ". શૌર્ય કોન્ફરન્સ રૂમ માં થી બહાર આવે છે. થોડા સમય પછી એજ રૂમમાં નંદિની નું પ્રેઝન્ટેશન છે. નંદિની, અનુરાધા, મુખ્ય શેફ અને માર્કેટિંગ ટીમ આવે છે. નંદિની: (પ્રેઝન્ટેશન આપતા) અમારા દરેક પ્રકારના ખાદ્ય મસાલા સંપૂર્ણપણે ઓર્ગેનિક અને મસાલામા સુઘડતા છે. નંદિની અલગ અલગ ત્રીસ થી વધારે મસાલા ના નમૂના, તેની સુગંધ અને પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે તે જણાવે છે. શેફ નાં પ્રશ્નનો ઉત્તર નમ્રતા અને ભરપૂર વિશ્વાસથી આપે છે. ચહેરા પર હળવું સ્મિત છે. માર્કેટિંગ ટીમ અને શેફ બધા મસાલા ખોલે છે. મસાલા ની સુંગધ થી રૂમ મહેકી ઊઠે છે. બધા એકબીજા સામું જોવે છે. અનુરાધા બધા નાં નિર્ણયને જાણી નંદિની ને જણાવે છે. મિસ...નંદિની આજ સુંગધ સાથે અમારા બધાં મસાલા ક્યારે મોકલશો??.....

નંદિની સાંભળી ખુશ થાય છે. થેંકયુ અનુરાધાજી. થેંકયુ ઓલ ઓફ યુ.

શેફ: નંદિની તમારા આ મસાલા બધા મસાલા કરતા અલગ છે અને આજે અમારી હોટેલમા આ મસાલા થી ડીનર બનશે. માર્કેટિંગ ટીમ: "તમારા સુગંધિત મસાલા સાથે તેનું પેકિંગ પણ એટલુજ આકર્ષીત છે, જે આગળ જતાં ન્યુ બ્રાન્ડ બની શકે છે" એક બિઝનેસ માટે આનાથી વધારે શું હોય. અમે આ ડીલ સાઈન કરવા ખૂબ આતુર છીએ.

થેંકયુ સર!...હું પણ આ ડીલ સાઈન કરી ખુશી અનુભવી, અમે આ મસાલા દરેક રસોડે પહોંચાડીશું. (દ્રઢતાથી નંદિની બોલે છે)

શૌર્ય તેની કાર લઈને હોટેલમાંથી નીકળે છે, તે સમયે નંદિની પણ ટેકસીમાં બેસી મુંબઇના ઉપનગરીયા "ફિનિક્ષ હાઈસ્ટ્રીટ મૉલ" તરફ જતા રસ્તે આગળ વધે છે. બન્ને પોતપોતાની તરફથી વ્યસ્ત... પણ ઈનડાયરેક્ટલી એકબીજા તરફ જઈ રહ્યા હોય!!!!....... શૌર્ય મોલ માં એક બ્રાન્ડેડ કપડાં ના શો-રૂમ માં એન્ટર થાય છે. નંદિની એ શો-રૂમ ની બહારથી જોવે છે ન્યૂ ડિઝાઇન કપડા જોઈ અંદર જાય છે. શૌર્ય તેના માટે કપડાં જોઈ રહ્યો હતો. અહી નંદિની અલગ અલગ ડિઝાઈન નાં કપડાં જોઈ રહી છે .


શું શૌર્ય અને નંદિની મુલાકાત થશે???
શું શૌર્ય નંદિની ની મુલાકાત પ્રેમ માં બદલાશે કે નફરત માં?

જાણવા આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા