Ajab Premni Gazab Kahaani - 3 in Gujarati Love Stories by ︎︎αʍί.. books and stories PDF | અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 3

Featured Books
Categories
Share

અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 3

          આગળના ભાગમાં આપે જોયું કે રાધિકા આંટી વિવાનને કહી રહ્યા હોય છે કે તે વિશ્વાને ક્યાંક બહાર ફરવા લઈ જાય..                  

હવે જુઓ આગળ...

વિવાન : હા પણ આંટી શું વિશ્વામેમ આવશે ?રાધિકા આંટી : એ બધું હું સંભાળી લઈશ બેટા..       

( તેમ કહી રાધિકા આંટી વિશ્વા પાસે જાય છે. વિવાન પણ પાછળ જાય છે..)

રાધિકા આંટી : વિશ્વા વિવાન આજ બહાર ફરવા જઈ રહ્યો છે. તું પણ એની સાથે જા.. તને થોડુ સારું લાગશે..

વિશ્વા : હા પણ મમ્મી...

વિવાન : હા મેમ ચાલો આજે થોડુ ફરતા આવીએ.. બાકી કામથી તો રોજ બહાર હોઈએ જ છે ને.. આજે એમ જ ફરતા આવીએ.

વિશ્વા : Ok હું રેડી થઈને આવું છું..

વિવાન : Ok મેમ હું બહાર તમારી રાહ જોઉં છું..         

           વિશ્વા તૈયાર થઈને આવે છે. વિવાન વિશ્વાને જોઈ રહ્યો હોય છે. વિશ્વાની સુંદરતા વિવાનના દિલ પર અસર કરી રહી હતી.. તની અદાઓમાં એક છટા હતી.. સ્વભાવમાં સરળ અને નિર્દોષતા.. જાણે કુદરતે ટાઈમ લઈને તેને બનાવી હતી..           

              અને વિશ્વા એકદમ કહે છે. " વિવાન જલ્દી કર. બેસ ગાડીમાં.. "           

              ( વિશ્વાની વાતથી વિવાન એકદમ સ્વસ્થ થતા બોલે છે. ) " હા મેમ.. "     

              પછી બંને બહાર નીકળી જાય છે...         

              થોડીક વારમાં શહેરની ભાગમભાગથી થોડા દૂર પહોંચીને ઓપન કારમાં બંને જણા પોતાની સફરને માણી રહ્યા હોય છે.. આ તરફ વિવાન વિશ્વાના સંતોષ ભર્યા ખુશ ચહેરા અને સુંદરતાને નિહાળી રહ્યો હોય છે..           

            એક તો ભર ગરમીમાં વરસાદ પડે તેવા ઠંડક ભર્યા વાતાવરણમાં ગાડીમાં બેહદ મદમસ્ત પવન આવી રહ્યો હોય છે.. વિશ્વા આંખ મીચી વાતાવરણમાં પ્રસરેલી ભીની માટીની સુગંધને પોતાના શ્વાસમાં ધીમે ધીમે ભરી રહી હતી .. પોતાના સિલ્કી બાંધેલા કેશને મખમલી કપડામાંથી જાણે આઝાદ કરી રહી હતી. વિશ્વા પવનની મજાને વધુ સુખદ રીતે માણી શકે તે માટે ગાડીમાં જ ઊભી થઈ જાય છે.  અને બન્ને હાથને ફેલાવી ઠંડા-ઠંડા પવનની મજાને માણી રહી હોય છે.. અને કાંઈ રહી જતું હોય તેમનું ગાડીમાં સુરીલું મ્યુઝિક પણ વાગતું હોય છે...

सन सनन सन सनन डोले पवन,,

छन छनन छन छनन नाचे रे मन,,

हो रुत ने जो बंसी बजाई,,

हुआ रे जिया मगन..      

         ( 2 )

आखा भरी माया तेमरो लेसो काजल सरी,,

तेनी आयो खुशी लायो डोको भरी भरी..


भरवा मन का पंछी

देखो रे करे पुकार,,

दूर पर्वत के पीछे

पिया का डेरा.. 

प्रीत की खुश्बू हे ऐसी 

जो ना छुपाए छुपे,,

सारा जग जाने हे क्या..

लागे वो मेरा...

मेने कोई चोरी नहीं की,,

दिल ये उसे हे 

दिया.. दिया.. दिया..

सन सनन सन सनन डोले पवन,,

छन छनन छन छनन नाचे रे मन,, 

हो रुत ने जो बंसी बजाई 

हुआ रे जिया मगन..


आखा भरी माया तेमरो लेसो काजल सरी,,

तेनी आयो खुशी लायो डोको भरी भरी..


जिल के दर्पन मे मुझे 

आता हे वो ही नजर,,

उसकी खुश्बू से

महेके नजारे..

वादियो मे गूंजे हसीं

फुलो मे गाता हे वो,,

कोई कैसे ना भला

मन को हारे....

मेरी पलकों मे सजी 

सासों मे बसे हे 

पिया.. पिया.. पिया..

सन सनन सन सनन डोले पवन 

छन छनन छन छनन नाचे रे मन 

रुत ने जो बंसी बजाई 

हुआ रे जिया मगन        

          ( 2 )

आखा भरी माया तेमरो लेसो काजल सरी,,

तेनी आयो खुशी लायो डोको भरी भरी....                 

               ( 2 )             

 

               વિશ્વા મ્યુઝિકના ઈશારે થોડી લહેરાઈને થીરકી રહી હોય છે. તેના હાથનો સ્ટોલ જાણે ખુશીથી લહેરાઈ ને વિવાનને સ્પર્શ કરી કરીને વિશ્વા સાથે સંગીતના તાલે જુમવા માટે કહે છે.... વિવાન થોડી થોડી વારે સ્વસ્થ થઈ પોતાની જાતને સંભાળે છે...           

               બસ આમ સફરને માણતા માણતા થોડીક વારમાં વિશ્વા લોકો થોડા પહાડી જેવા વિસ્તારમાં પહોંચે છે..વિશ્વા વિવાનને કહે છે. ચાલ અહીયા થોડી વાર બેસીએ..           

            ગાડીમાંથી બહાર ઉતરીને થોડા આગળ ચાલતાં ચાલતાં જાય છે. ત્યાં બંને કુદરતના સૌન્દર્યને માણી રહ્યા હોય છે.. બિલકુલ શાંત વાતાવરણમાં સામાન્ય સામાન્ય વરસાદ પડી રહ્યો હોય છે. સામે સુંદર ઝરણાનો ધોધ સર સર કરતો વહી રહ્યો હોય છે.. પક્ષીઓના મધુર અવાજથી જાણે કાનમાં એક સુંદર સંગીત પ્રસરી રહ્યું હોય છે..  

            ( ત્યાં વિશ્વા બોલી )

વિશ્વા : you know what વિવાન હું ઘણા લાંબા સમય પછી આ રીતે વાતાવરણની મજા માણી રહી છું..

વિવાન : હા મેમ અને વાતાવરણ પણ કેટલું સુંદર છે..

વિશ્વા : don't call me mam વિવાન .. તું મને વિશ્વા કહી શકે છે.. 

વિવાન : અરે પણ તમે તો ..

વિશ્વા : ok તને મેમ અને એમ્પ્લોયનો સંબંધ નડે છે ને..? તો " Now we are friends ....હવે...?( પોતાનો હાથ વિવાન આગળ કરતા વિશ્વા કહે છે. )

વિવાન : ok ..mam m.. I mean વિશ્વા..           

 ત્યાં વિવાન અને વિશ્વાએ ખૂબ બધી વાતો કરી અને વિશ્વા જાણે વિવાનના સાથથી પોતાની જાતને હળવી મહેસુસ કરી રહી હતી.. વાતો કરતાં-કરતાં વિવાન વારે ઘડીએ વિશ્વામાં ખોવાઈ જતો હોય છે. વિશ્વાનુ અચાનક વાતો કરતા કરતા વિવાનના હાથને પકડી લેવું. હળવા સ્મિતથી દરેક વાતને ઊંડાણથી સાંભળવું.. વિવાનને વિચાર આવ્યો કે આ ખરો મોકો છે. વિશ્વાને પૂછવાનો કે ....

વિવાન : વિશ્વા એક વાત પૂછું ?

વિશ્વા : હા પુછ ..

વિવાન : વિશ્વા તારી જિંદગીમાં એવું શું બન્યું હતું ? કે જેને કારણે તારે આમ નશાનો સહારો લેવો પડ્યો ?       

               પાંચ મિનિટનું મૌન પછી ઊંડા શ્વાસ લેતા વિશ્વા કહે છે.. " કોઈની પર વધુ ભરોસો કરી લેવાની સજા મળી હતી.."

વિવાન : મતલબ..?

વિશ્વા : કંઈ નહીં ચાલ હવે અહીંયાથી સાંજ પડી ગઈ છે. અને વરસાદ પણ આવવાની તૈયારી છે...       

               તેમ કહી વિશ્વા ઉભી થઈને ગાડી તરફ જતી રહે છે. અને વિવાન પણ ચૂપચાપ તેની પાછળ પાછળ જાય છે.  અને તે લોકો ત્યાંથી નીકળી જાય છે. રસ્તામાં તેમની ગાડીનું ટાયર પંચર થાય છે.            

             હવે એવા સુમસાન રસ્તા પર બંને એકલા હતા.  વરસાદના ઝીણા ઝીણા છાંટા વધીને મોટા થઈ રહ્યા હતા.. વિશ્વા સવારની ખુશ હતી. પણ વિવાનના સવાલથી તે શાંત થઈ ગઈ હતી. પછી તેણે તેની બેગમાંથી શરાબની બોટલ કાઢી અને પીવા લાગી..           

વરસાદ ખૂબ વધી ગયો. બંને જણા ગાડીની બહાર નીકળી ગયા. અને એક તરફ ઝાડ નીચે ઊભા થઈ ગયા..બંને જણા શાંત થઈ ઊભા હોય છે. આવા વાતાવરણમાં જાણે એકાંતમાં બે જવાન હૈયાઓમાં કોઈ બીજ અંકુરિત થઈ રહ્યું હોય તેમ હૃદયમાં જાણે કોઈ અથડામણ થઇ રહી હતી..             

             થોડીક વારમાં વરસાદ ધીમો થાય છે. તેથી વિવાન ગાડીનું ટાયર બદલવા જતો રહે છે.. અને ટાયર બદલતા બદલતા વિચારે છે.( આ વિશ્વા પણ અજીબ છે. હંમેશા પોતાની બેગમાં એકાદી શરાબની બોટલ રાખે જ છે.. જ્યારે મોકો મળે પી લે છે.. )             

               થોડીક વારમાં વિવાન ટાયર બદલીને તે વિશ્વાને બોલાવવા જાય છે. ત્યાં સુધીમાં વિશ્વા ઘણી શરાબ પી ચૂકી હોય છે.. તેના ચાલવા માટે પણ પગ કંટ્રોલમાં નથી હોતા.. તેથી પાણી અને કીચડથી તેનો પગ લપસી જાય છે. વિવાન તેને સંભાળીને પકડવા જાય છે. અને તે પણ તેની સાથે નીચે પડી જાય છે..        

                વિશ્વા વરસાદી પાણીમાં જમીન પર હોય છે. અને વિવાન તેની ઉપર હોય છે.. થોડીક વાર માટે બંને જણા એકબીજાને આમ જ જોઈ રહે છે...             

               વિશ્વાની નશામાં ચૂર આંખો, ચહેરા પર વરસાદી પાણીની બુંદો જાણે કોઈ ફૂલ પરથી ઝાકળની બુંદો લસરતી હોય તેમ, સાથે તેના વાળની ભીની લટો, તેના ચહેરાને ચુમી રહી હતી .... બંને એકબીજાને જોઈ રહ્યા હોય છે ત્યાં જ    અચાનક જ વીજળીનો કડાકો થયો અને અચાનક  ભીનાશકાર્યા તન એકબીજાને આલિંગનમાં લઈ લે છે. 

              વીજળીનો કડાકો જાણે બન્ને જવાન હૈયામાં પડી રહ્યો હતો..           

               હવે આગળ વિશ્વા અને વિવાનના જીવનમાં શું વળાંક આવે છે ? તે જોઈશું આવતા ભાગમાં..                 

                     ત્યાં સુધી વાંચતા રહો                                                        ખુશ રહો                    

                    સ્વસ્થ રહો મસ્ત રહો                                                            ધન્યવાદ 🙏