{ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે વિશ્વાએ લગ્ન માટે હા તો કહી છે. પણ હવે તે કઈ રમત રમશે કે જેથી રાઘવ લગ્ન માટે ના કહે.... !! }
હવે જુઓ આગળ...
બીજે દિવસે વિશ્વા કોલેજ પછી રાજને મળે છે..
વિશ્વા : Hii રાજ...
રાજ : hii વિશ્વા .. કેમ આમ મુંઝાયેલી લાગે છે ?
વિશ્વા : યાર મારી સગાઈ નક્કી થઈ ગઈ..
રાજ : ( વિશ્વાની આ વાતથી રાજને ઝટકો લાગે છે. અને ગુસ્સામાં કહે છે.. ) ને તે સગાઈ માટે હા પણ કહી દીધી એમ ને ?
વિશ્વા : હા મેં હા કહી દીધી છે..
રાજ : ( ત્યાંથી ગુસ્સામાં ઉભો થઈને કહે છે..) તો પછી અહીંયા હવે મારું શું કામ છે ? તું તારી નવી લાઈફને enjoy કરજે.. ( તેમ કહીને રાજ ત્યાંથી નીકળવા જાય છે.. )
વિશ્વા : ( ત્યાં જ વિશ્વા પણ રાજનો હાથ ગુસ્સામાં પકડીને કહે છે.. ) તું ક્યાં જાય છે ? હજી માત્ર લગ્નની હા કહી છે. લગ્ન નથી કરી લીધા.. અને લગ્ન થશે પણ નહીં. સમજ્યો તું !!..
રાજ : મતલબ..! તું શું કરવાની છે હવે...?
વિશ્વા : you just wait and watch dear.. અને હું જ્યારે કહું ત્યારે તું માત્ર ભાગવાની તૈયારી સાથે રહેજે બસ...
રાજ : Oh hello madam આ ભાગી જવાની બાબત કોઈ કાના માત્ર જેટલી નાની બાબત નથી..
વિશ્વા : હું ભાગવા માટે તૈયાર છું તો તું શું કામ ડરે છે !! પ્રેમ કરે છે ને મને..?
રાજ : હા ખૂબ જ..
વિશ્વા : બસ તો હું તને કહું તેટલું કરતો જા બાકી બધું હું સંભાળી લઈશ.. શક્ય હશે ત્યાં સુધી હું કોશિશ કરીશ કે રાઘવ લગ્ન માટે ના કહે.. અને જો તેમ નહીં થાય તો પણ હું સંભાળી લઈશ..
રાજ : વિશ્વા થોડા શાંત મગજથી વિચાર કંઈકને કંઈક રસ્તો જરૂરથી મળશે. આમ આપણ ભાગી જવું એ યોગ્ય નથી લાગતું મને.. આમાં બે ઘરની ઈજ્જતનો સવાલ છે..
વિશ્વા : પ્રેમ નાતજાત, ઈજ્જત, સ્ટેટસ જોઈને નથી થતો.. અને આપણા પ્રેમ વચ્ચે સ્ટેટસ આવી રહ્યું છે.. હવે તું એ બધું છોડ... મને એટલી જ માત્ર ખબર છે કે મારે રાઘવ સાથે લગ્ન નથી કરવા.. હવે આના પરિણામે આગળ શું થશે !! મને તેની કોઈ પરવા નથી..
( થોડીક વારના મૌન પછી.. )
વિશ્વા : ok સારું હવે ચાલ હું જાઉં છું. મને મોડું થાય છે. તેમ કહીને Byee hug કરીને બંને છૂટા પડે છે..
વિશ્વા ઘરે પહોંચે છે. અને થોડીક વારમાં જ તેના મોબાઇલ પર રાઘવનો ફોન આવે છે..
વિશ્વા : hello રાઘવ..
રાઘવ : hii કેમ છે મજામાં.. ?
વિશ્વા : હા બસ મજામાં..
રાઘવ : વિશ્વા મને તને મળવાનું ખૂબ મન થયું છે. તો શું આપણે આજે મળી શકીએ છીએ ?
વિશ્વા ( પહેલા તો મનમાં વિચારી રહી હોય છે કે હું રાઘવને મળવાની ના કહી દઉં પણ પછી અચાનક જ એને થયું કે જો તેને મળીશ તો જ આગળ કઈંક રસ્તો મળી શકાશે.. )
રાઘવ : શું થયું વિશ્વા ? શું મળી શકીએ છે ને આપણે ?
વિશ્વા : હા કેમ નહીં પણ આજે નહિ.. કાલે મળીશું.. મારે આજે થોડું કામ છે..
( રાઘવ વિશ્વાની વાત તરત માની જાય છે અને હા કહી ફોન પણ મૂકી દે છે.. )
અને બીજે દિવસે સવારે વિશ્વાએ ઘરે પણ બધાને કહી દીધું કે આજે રાઘવને મળવાનું છે. તેથી મને ઘરે આવતા મોડું થઈ જશે..વિશ્વા વાયદા મુજબ રાઘવને એક કેફેમાં મળે છે.. ત્યારે રાઘવ વિશ્વાને જોઈને ખુશ હોય છે. પણ રાઘવ જેટલા સવાલ કરે વિશ્વા તેનો જ માત્ર જવાબ આપતી હતી.. છેલ્લે વિશ્વાએ બેઠા બેઠા ફ્રેન્ડસની સાથે ક્લબમાં જવાનો પ્લાન બનાવી દીધો. અને પછી રાઘવને પૂછ્યું... અમે લોકો club જઈ રહ્યા છીએ. જો તારી ઈચ્છા હોય તો તું પણ ચાલ..રાઘવે તરત હા કહી દીધી...
રાત્રે રાઘવ અને વિશ્વના બધા મિત્રો ક્લબમાં પહોંચે છે. વિશ્વા ત્યાં આગળ જાણીજોઈને રાઘવને બતાવવા માટે વધુ શરાબ પી રહી હોય છે.. અને રાઘવને avoid કરીને પોતાના મિત્રો સાથે વધું clozee થઈ રહી હોય છે..
વિશ્વાના સાથ પુરાવામાં કોઈ કમી રહેતી હોય તેમ ગીત પણ એવું વાગવા લાગે છે કે..
"" जो अख लड जावे ,,
सारी रात नींद न आवे
मैनुं बडा तडपावे ,,
दील चैन कही नापावे पावे पावे ...
आहा.... आहा... आहा..
आहा..... आहा... आहा...
खन खन खन खन चुडी
तेरी खन खन खन खन खनके रे ,,
खन खन खन खन खनके ...
वेख वेख के चेहेरा ,,
मेरा दील ये धक धक धडके रे ,,
दील ये धक धक धडके ...
तरसावे.. तेरे बीन ये चैन न पावे ,,
माही जो तुं ना आवे आवे आवे ...
आख लड जावे ,,
सारी रात नींद ना आवे ,,
मैनुं बडा तडपावे ,,
दील चैन कही ना पावे पावे पावे ....
વિશ્વા સોંગ પર પોતાના મિત્રો સાથે વધુ ચીપકીને ડાન્સ કરી રહી હોય છે...
ત્યાં રાજ વિશ્વાની પાસે આવીને તેનો હાથ પકડીને પોતાની સાથે લઈ જાય છે. અને Rap ગાવા લાગે છે...
ऐह... ऐह... ऐह....
ले गइ मेरी जान हा तेरी इक लुक ,,
बादसाह के गाने जेसे कोइ हुक
देख के चंदा वी गया तुजे छुप ,,
बात मेरी सुन बेबी बीलकुल चुप...
( २ )
में बावली हुं तेरी ,,
तुं जान हे ना मेरी ,,
बस प्यार ही हे मांगा ,,
कीस बात की हे देरी... इइ..
( २ )
आजा चल तुं ,,
मेरे साथ यारा चल तुं ,,
ये रात कभी ना ,,
आवे आवे आवे ...
जो अख लड जावे ,,
सारी रात नींद ना आवे ,,
मैनुं बडा तडपावे ,,
दील चैन कही ना
पावे पावे पावे ...
आहा... आहा... आहा....( २ )
सारी रात, सारी रात, सारी रात ,,,
नींद न आवे ...
जो अख लड जावे .... ( ३ ) ऐह... ""
રાજ અને વિશ્વાનો આવી રીતે ડાન્સ જોઈ રાઘવ પણ એક તરફ બેસીને શરાબ પી રહ્યો હતો...આ બધું જોઇને રાઘવ નું શું reaction હશે ?
હવે તે જાણીશું આવતા ભાગમાં...
" ત્યાં સુધી મિત્રો વાંચતા રહો ,,
ખુશ રહો ,, સ્વસ્થ રહો ,
મસ્ત રહો ..ધન્યવાદ... 🙏