[ મિત્રો આપે આગળના ભાગમાં જોયું કે વિશ્વાએ પૂરી કોલેજ વચ્ચે રાજ આગળ પોતાના પ્રેમનો પ્રસ્તાવ મુકી દીધો.. ]
હવે જુઓ આગળ...
વિશ્વાના આમ પુરી કોલેજની વચ્ચે પ્રપોઝ કરવાથી રાજ બિલકુલ સ્તબ્ધ બની ગયો હતો..
ત્યાં વિશ્વા ફરીથી બોલી. " શું વિચારે છે રાજ ? તારો જે પણ જવાબ હશે. આખી કોલેજ વચ્ચે મને મંજુર છે..તારા માટે કંઈ પણ કરી શકું છું. તે વાત સાચી છે. પણ એમ ના કહેતો કે મારી માટે જીવ આપી દે.. ( જરા હસતા કહ્યું. ) કારણકે તેવું હું નહીં કરી શકું. કારણ કે તારી સાથે જિંદગીની એક એક પળને જીવવા માંગું છું.. હું સપનાઓની દુનિયામાં નથી માનતી. પણ દરેકે દરેક સપનામાં તને જ સાથે જોવા માગું છું.. જિંદગી કેટલી જીવાશે તે ખબર નથી. પણ જેટલી જીવીશ તેટલી તારી સાથે જ જીવવા માંગુ છું. "
રાજ હજી પણ સ્તબ્ધ થઈને વિશ્વાને સાંભળી રહ્યો હોય છે. ત્યાં .... ત્યાં આજુબાજુ બધા સ્ટુડન્ટ્સ રાજનો જવાબ સાંભળવા માટે બૂમો પાડી રહ્યા હતા.. say yes રાજ say yes...
રાજ થોડા પ્રેમ ભર્યું સ્મિત સાથે અને જરા માથું ખંજવાળતા વિશ્વા પાસે જાય છે. અને તેનો હાથ પકડી તેને ઉભી કરી અને તેના હાથમાંથી માઈક લઈને તે પણ માઈકમાં જોરથી બૂમો પાડે છે.. I love you વિશ્વા I love you.... અને વિશ્વાને ઉઠાવી લે છે..
બધા balloons ઉડાવા લાગે છે. બધા સ્ટુડન્ટ્સ રાજ અને વિશ્વા માટે ખુશીથી બૂમો પાડવા લાગે છે... પ્રેમ તો રાજ અને વિશ્વાનો હતો. પણ જાણે આખી કોલેજ તે લોકોના પ્રેમની ઉજવણી કરી રહી હતી...
પછી વિશ્વા આખી કોલેજનું માઈકમાં announce કરીને આભાર માને છે... અને પછી રાજ અને વિશ્વા ત્યાંથી નીકળી જાય છે.
રાજ વિશ્વા માટે સાંજે હોટલમાં romantic dinner diet plan કરે છે..
રાજ હોટલમાં પહેલાથી આવીને બેસી ગયો હોય છે. જ્યાં સ્પેશિયલ ટેબલ બુક કરાવ્યું હોય છે. અને open garden હોટલમાં સાંજના વાતાવરણને માણી રહ્યો હોય છે. વેલેન્ટાઈન ડે હોવાને કારણે હોટલ અને ગાર્ડનને red and white balloons and ribbons અને colourful lights વગેરેથી decorate કરી હોય છે.. ત્યાં થોડીક વારમાં હોટલના ગાર્ડનની સુંદરતા તેમજ સાંજની સુંદરતા ફીકી પડી ગઈ. જ્યારે ત્યાં વિશ્વાની એન્ટ્રી થઇ.. રેડ કલરના આઉટફિટમાં વિશ્વાની હોટલના ગેટ આગળથી એન્ટ્રી થઇ રહી હતી. આજે આ નટખટ મસ્તીખોર ચહેરો અચાનક રોમેન્ટિક લાગી રહ્યો હતો. ખુલ્લા અને વાંકડિયા એવા વાળ જરા જરા લહેરાઈ રહ્યા હતા. તે સુંદર અને નમણી તો હતી જ. પણ આજે હદથી વધારે સુંદર લાગી રહી હતી.
ત્યાં એકદમ નજીક આવીને વિશ્વાએ રાજ આગળ ચપટી વગાડતાં કહ્યું " Ooo hello ક્યાં ખોવાઈ ગયો..? "
રાજ : nothing..( એકાદ મીનીટના મૌન પછી રાજ વિશ્વાને કહે છે. ) you looking gorgeous...
વિશ્વા : આમ તો ઘણું ચપડચપડ કરતો હોય છે. પણ જ્યારે પ્રેમની વાત આવે છે. ત્યારે બિલકુલ મમ્ થઇ જાય છે..
રાજ : by the way આજે તેં જે કર્યું વિશ્વા તેનાથી હું હજી સુધી શૉકમાં છું કે તારા જેવી સુંદર છોકરીએ મને આ રીતે કોલેજ વચ્ચે પ્રપોઝ કર્યુ.
વિશ્વા : તો શું કરતી .. ? આપણું છેલ્લું વર્ષ છે.. તને પણ ખબર છે . અને પાછું મારા ઘરે તો હવે સગાઇની વાતો પણ ચાલવા લાગી છે.. અને તું તો શરમની લાડી, કશું બોલે નહી, તો પછી મારે તો હિંમત કરવી જ પડે ને... નહીં તો કોઈ બીજો ઉઠાવીને મને લઈ જાય..
રાજ: એવું તો ના જ બનતું. હું તને પ્રેમ કરું છું. હા હું તારી જેમ બેફિકર અને બિન્દાસ તો નથી પણ.. તારી માટે ગમે તેની સાથે લડી લઉં..
વિશ્વા : Wowwww ક્યાં બાત હે મિસ્ટર મજનુંં . Ok.. ચાલ એ બધું છોડ હવે n let's enjoy our love...તેમ કહીને વિશ્વાએ શેમ્પેઇનની બોટલ શેક કરીને ખોલી..અને બે glass માં serve કરી.. પછી બન્ને જણા પીવે છે..
હવે અહીંયા ખુબજ સરસ રોમેન્ટિક મ્યુઝિક પણ વાગી રહ્યું હોય છે. જેના પર રાજ અને વિશ્વા બંને કપલ ડાન્સ કરી રહ્યા હોય છે. રાજે વિશ્વાની કમરને એકદમ નજાકતથી પકડી હોય છે. અને વિશ્વાએ પોતાના હાથનો હાર બનાવી રાજના ગળે ભરાવ્યો હોય છે, એકબીજાની આંખોમાં આંખો નાંખીને જાણે દુનિયા ભૂલીને એકબીજાના પ્રેમમાં ડુબી જાય છે.
અને જાણે માહોલમાં કોઈ જ કમી ના રહી જાય તેમ ગીત પણ રોમેન્ટિક વાગી રહ્યું હોય છે કે...
" हम तेरे बिन अब रहे नहीं सकते,,
तेरे बिना क्या वजूद मेरा,,
तुजसे जुदा गर हो जाएंगे,,
तो खुदसे भी हो जाएंगे जुदा...
क्युकी तुम ही हो,,
अब तुम ही हो,,
जिंदगी अब तुम ही हो,,
मेरा चेन भी मेरा दर्द भी,,
मेरी आशिकी अब तुम ही हो.. "
થોડીવાર ડાન્સ કર્યા પછી ડિનર પતાવી રાતના મોડા સુધી રાજ અને વિશ્વા ખુલા રોડ પર બાઇક રાઇડની મજા માણે છે..
અડધી રાત્રે રાજ વિશ્વાને તેના ઘરે મુકવા જાય છે જ્યારે દરવાજા આગળ વિશ્વાના પપ્પા વિશ્વાની રાહ જોઈને ઉભા હોય છે. પણ વિશ્વાને જરા નશાની હાલતમાં તેની કોલેજના મિત્ર સાથે અડધી રાત્રે ઘરે આવતા જોઈ વિશ્વાના પપ્પા ગુસ્સે થઈ જાય છે. કે જે સ્વાભાવિક છે...
રાજ તો ચૂપચાપ ત્યાંથી જતો રહે છે..
હવે વિશ્વાના પપ્પા મનોજ અંકલ આગળ શું કરે છે ગુસ્સામાં ? તે જાણીશું આવતા ભાગમાં...
ત્યાં સુધી મિત્રો વાંચતા રહો..
ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ.... 🙏