Hello dear friends thanks for coming & reading my story I hope you will enjoyed and loved it..❤️
આ કહાની શરુ થાય છે 19 વર્ષ પહેલા..
પરંતુ તમે વિચારજો કે શું આટલો બધો પ્રેમ છે? શું તેમની છોકરી રાજકુમારી છે? કે શું તેના માં બાપ રાજા રાણી છે? મા બાપ પોતાના છોકરા માટે કાઈ પણ કરે છે..કાઈ પણ!, શું તે છોકરી ને પણ પ્રેમ છે પોતાના માં બાપ પ્રત્યે? ..
.. આ વાત છે 19 વર્ષ પહેલા ની જ્યારે એક પતિ અને પત્ની માં બાપ બને છે. પહેલી વાર..
મા બાપ પોતાની નાનકડી ફુલ જેવી કોમળ , રૂ જેવી નાજુક અને દૂધ જેવી રૂપાળી અને કમળ જેવા આછા ગુલાબી દેખાતા રંગ ની નાનકડી એવી છોકરી તે પતિ પત્ની ના હાથમાં આવે છે. ત્યારે તેના માં બાપ ની આંખો માં તેને જોઈને ખુશી ના આંશુ નીકળી જાય છે. બેબી નું વજન ઓછું હતું પણ રૂપ જોઈને નર્સ પણ છક થઈ ગઇ. રૂ થી પણ પોચી , વાંકડિયા વાળ, નાનું ગોળ ચાંદ જેવું મોઢું નાના નાના હાથ પગ અને તેને જોઈને જોઈ j રહેવાનું મન થતું તે બેબી ને જોઈને જ તેની પર લાડ આવતું.
તે નાની બેબી તેના માતા પીતાં ન માટે તો જાણે તેમની દુનિયા જ બની ગઈ. તેમની ખુશી જેટલી હતી તેનાથી બોવ જ વધારે થઈ ગઈ. તેમણે તો જાણે બસ એમની દુનિયા રંગબેરંગી કલરો ની જેમ સજી ગઈ છે. ધીરે ધીરે તે નાની બેબી 6 દિવસ ની થવા આવી હતી. પરંતુ તેમાં મમ્મી પપ્પા એતો જે જન્મી ન હતી જેની પેલા જ નામ રાખી દીધું હતું. કે છોકરી હોય તો "જાનવી" અને છોકરો હોય તો "અમરદીપ". તેથી નાની બેબી નું નામ પાડ્યું "જાનવી" કેમ કે તે તેના માતા પિતા ની જાન હતી. તે નાની હતી એટલે તે રડ્યા જ કરતી. ત્યારે તેને જોઈને તેની મમ્મી જેમનું નામ "ઉષાબહેન" છે તે પણ રડતા. અને તેના પપ્પા જેનું નામ "મીતભાઈ" છે. તેમની રાહ જોયા કરતા. ત્રણેય જણા ની નાની ફેમિલી ‘સત્યમ ફ્લેટ, અમદાવાદ’માં રહેતા. અને જ્યાં આ ફ્લેટ હતો તેની જ પાછળ ન કારખાના માં મીતભાઈ કામ કરતા હતા. બોવ આવક હતી નહીં. મિડલ ક્લાસ પરંતુ સુખી ફેમિલી હતું. ભાડા ના જ મકાન માં રહેતા. અને એ પણ મોટું હતું નહીં. એક નાનો રૂમ અને નાનું રસોડું . એમના રૂમ માં એક બારી હતી અને એજ બારી માં નીચે જ મીતભાઈ નું આખું કારખાનું દેખાતું હતું. જાનવી નાની હતી તેથી તે આખો દિવસ સૂઈ રહેતી અને તેની મમ્મી જોડે ઊઠે ત્યારે રમતી. તેની મમ્મી પણ જલ્દી જલ્દી કામ પતાઈ ને બાજુ માં આડા પડીને તેને જોયા કરતી અને જાનવી ને હાથ ફેરવ્યા કરતી. જાનવી તો સૂઈ જ રહેતી. પણ રાત પડે કે જાનવી જાગતી અને રો રો જ કરતી તેના પપ્પા થાકી ને આવે તો પણ તેને રાત્રે મોડા પણ નીચ લઈ જતા અને તે ચૂપ થઈ જતી અને જોઈ રહેતી જેમ ઉપર લાવે કે રડ્યા કરતી અને તેના મમ્મી પપ્પા ને સુવા દેતી નહીં. અમે જેમ સવારે 4 કે 5 વાગે ત્યારે સૂઈ જતી. મીતભાઈ અને ઉષાબહેન સરખી રીતે રાત્રે સૂઈ સકતા નહીં. પરંતુ તેમની લાડકી નાની દીકરી માટે તો તેમને કઈ પણ ચાલી જતું. તેમને મુશ્કેલી પણ વહાલી લાગતી. ધીરે ધીરે આમ ને આમ જ સમય વિત્યો અને જાનવી એક વર્ષ ની થવા આવી હતી.
... જાનવી ના માટે તેના મમ્મી પપ્પા એ સ્પેશિયલ દિવસે શું કર્યું હશે....? તેની માટે મળીએ આગળ ના એપિસોડ માં ☺️ Thank You