કાલે જાનવી નો જન્મદિવસ હતો. અને આજે જ તેના મમ્મી પપ્પા તેના માટેની શોપિંગ કરવા જવા માટે તૈયાર થઈ ગયા. ઘર બંધ કરી ને આગળ વધ્યા કે ત્યાં જ મીતભાઈ ના પાક્કા ભાઈબંધ આવી પહોંચ્યા તેમને જોઈને ઘરે આવ્યા અને ઉષાબહેન ચા નાસ્તો બનાવા લાગ્યા. મીતભાઈ તેમના ભાઈબંધ સાથે વાત કરતા હતા. તેમણે મીતભાઈ ને કહ્યું, ભાઈ મારે પૈસા ની જરૂર છે મમ્મી ને દવાખાને દાખલ કર્યા છે તો મને આપ ને.
મીતભાઈ પાસે જાનવી ના જન્મદિવસ માટે ના પૈસા ભેગા કરેલા હતા અને મીતભાઈ એ બધા પૈસા કઈ પણ વિચાર્યા વગર તેમને આપી દીધા. તેમના ભાઈબંધ લઈ ને જતા રહ્યાં. પછી મીતભાઈ તો દુઃખી થઈ ગયા કે તેમની પાસે પૈસા વધ્યા નહીં. તેમને પોતાની પત્નિ ને કહયું (દુઃખી અવાજે) હવે જાનવી ના જન્મદિવસ માટે શું કરીશું?
જાનવી ની મમ્મી એ કહ્યું "કઈ વાંધો નહીં, કોઇના દુઃખ માં મદદ તો કરવી જ જોઈએ ને!, આપડે ભેગા કરેલા પૈસા વાળો ગલ્લો તોડી દઇએ તો?" મીતભાઈ એ જવાબ આપ્યો. ના હ... આ પૈસા તો Emergency માટે જ છે.
હું આવું છું તેમ કહીને મીતભાઈ બહાર નીકળી ગયા અને ઉષાબહેન તેમના ઘરનું કામ કરવા લાગી ગયા. થોડા સમય પછી મીતભાઈ ઘરે આવ્યા અને ઉષાબહેને જોયું તો તેમનું તો મોં ખુલ્લું જ રહી ગયું (આશ્ચર્ય થી).
મીતભાઈ તો હસતા હસતા પાણી પીવા લાગ્યા. ત્યાં જ ઉષાબહેને પૂછ્યું કે તમે આટલી બધી વસ્તુઓ લાવ્યા. અને તેટલું કહીને તે લાવેલી વસ્તુઓ જોવા મળ્યા. જેમાં જાનવી માટે નવા કપડા, રમકડાં , ચોકલેટ નું પેકેટ, નાના ચું ચું વાડા બુટ, ઘર સજાવા માટે સામાન, બર્થ ડે કેક અને કેટલોક નાસ્તો પણ લઈ આવ્યા.
જાનવી ની મમ્મી એ પૂછ્યું " જાનવી ના પપ્પા, તમે આટલી બધી ખરીદી માટે ના પૈસા ક્યાંથી લાવ્યા."
તો તેમને હસતા મોઢે કહ્યું કે ' મારી સોનાની વીટી ને ગીરવે મૂકીને લઈ આવ્યો '
આ સાંભળી ને જાનવી ની મમ્મી એ કહ્યુ, (આશ્ચર્ય થી) વીટી ગીરવે મૂકી આવ્યા!"
જાનવી ના પપ્પા એ જવાબ આપ્યો, " એ તો હું પાછી પણ લઈ આવીશ ગાંડી, મારી janu ની ખુશી માટે કઈ પણ.."
જન્મદિવસ ની સવાર પડી, અને સૌથી પહેલા જાનવી ના પપ્પા એ તેને પપ્પી કરી અને ' Happy Birthday mari janu baby ' કહીને વિષ કર્યું.પછી જાનવી ની મમ્મી. એ ' Happy Birthday janu beta, તુ હંમેશા ખુશ રે!' કહીને વિષ કર્યું.
જાનવી ને પિંક કલર નું ફ્રોક પહેરાવી ને તૈયાર કરી અને મંદિર માં આરતી કરી. સાંજ પડી કે આજુ બાજુ વાળા પાડોશીઓ ને, નાના નાના છોકરાંઓને બોલાવીને કેક કાપી. અને જાનવી ના પપ્પા જે લાવ્યા હતા તે ગિફ્ટ્સ આપ્યા. જાનવી ની મમ્મી એ દર મહિને પડાવેલા ફોટાનો આલ્બમ બનાવીને આપ્યો.
અમુક પાડોશીઓ એ તેને રમકડાં અને અમુકે તેને હાથ માં પૈસા અને આશીર્વાદ આપ્યા.
આમ જાનવી નો બર્થ ડે પૂરો થયો. સમય વિત્યો અને જાનવી કાલું કાલું બોલતા શીખી. અને પહેલો શબ્દ સાંભળીને તેના પપ્પા ના આંખ માંથી આંશુ નીકળ્યા વગર રહેવાયું નહીં. અને તેના પપ્પા રડવા લાગ્યા.
જાનવી પહેલો એવો તો શું શબ્દ બોલી હશે. ? શું તે તેના પપ્પાને નોકરી જવા દેશે.? તેની માટે મળીએ આગળ ના એપિસોડ માં જેમાં જાનવી ના cute cute નખરા જોઈશું. 😍 Thank you For Reading 😊