One Princess..or the Queen and King - 4 in Gujarati Fiction Stories by Zarnaba books and stories PDF | One Princess..or the Queen and King - 4

The Author
Featured Books
Categories
Share

One Princess..or the Queen and King - 4

Hello friends! Kem cho? મને આશા છે આગળની જેમ આ પાર્ટમાં પણ તમને આનંદ થશે.

આપણા બધા ના જીવન માં બાળપણ માં કોઈક એવો પ્રસંગ જરૂર બને છે જે છેક સુધી યાદ રહી જાય છે. તેવો જ એક પ્રસંગ જાનવી ની જોડે પણ બન્યો હતો.

જાનવી અને તેની મમ્મી શાળાએ તો જવા મળ્યા પણ જાનવી ને તો બોર્નવિટા પીવાની ટેવ એ તો તેના સિવાય કંઈ ખાઈ પીવે નહીં તેના મમ્મી પપ્પા તેને પરાણે પરાણે ખવડાવે જાનવી ના પપ્પા રોજ બપોરે 12:30 વાગે ઘરે આવે અને જમીને પાછળ કારખાને જવા માટે નીકળે પણ હવે તે જાનવી ને બોનવિટા પીવડાવા માટે રોજ આવીને જલ્દી જમી બોનવિટા બનાવીને ગરમ ગરમ બીકરમાં ભરીને તેની ઉપર તેમનો સફેદ રૂમાલ બાંધીને શાળામાં પટાવાળાને આપી દે અને તેમને રોજ પૈસા આપે. પટાવાળો જાનવીના મમ્મીને અને જાનવીને બહાર બોલાવીને બીકરમાંથી બોર્નવિટા પીવડાઈ આપે આમને આમ જ જાનવી પહેલા ધોરણમાં આવી ગઈ રોજની જેમ જ બધૂ સારું ચાલતું રહ્યું અને જાનવીના કલબલાટના લીધે તેના મિત્રો પણ બહુ બધા બની ગયા. 

જાનવી નું પહેલું ધોરણ પતવા આયુ અને તેનું રિઝલ્ટ આવવાનું હતું પણ તેની પહેલાં તો જાનવીના પપ્પાએ તેની મનપસંદ અલ્બેલિબે લોલીપોપ ની આખી પટ્ટી લઈ આપી અને જાનવી તો તે જોઈને કૂદવા લાગી કે તેના પપ્પા તેની મનપસંદ એ પણ આટલી બધી લઈ આવ્યા જાનવી ભણવામાં બોલવામાં બધામાં જ હોશિયાર હતી તેની મમ્મીની જેમ જ અને કલકલ બોલ્યા જ કરતી પાંચમી સપ્ટેમ્બર આવી જેમાં જાનવી પણ શિક્ષક બની અને નાના નાના શિક્ષકો તો ખૂબ જ ક્યુટ લાગતા હતા બીજા ધોરણમાં હતી અને તેને વાળમાં ચોટલી વાડી હતી કપાળે લાલ કલરનો નાનો ચાંદલો કર્યો હતો કાળા અને લાલ કલરનો નાનો એવો સલવાર સુટ પહેર્યો હતો અને હાથમાં નાનું એવુ પાકીટ હતું તેમાં તેને વધારે ચોકલેટ ભરી હતી જાનવી ઉભી ઉભી ગીત ગવડાવે છે એકડા અને એબીસીડી બોલવડાવે છે પાછી વચ્ચે વચ્ચે જે ધ્યાન ન આપે તેને મારવા જાય છે આમાં તેનો અડધો દિવસ જતો રહ્યો અને રીસેસ પડી.

જાનવી ને તેના કાળા કલર ના પાયજામા નું નાડુ બાંધતા કે ખોલતા આવડતું ન હતું.

રીસેષ હતી એટલે તેને તેના મમ્મી આવીને ખોલી આપ્યું અને જતા રહ્યા પણ જાનવીને બાંધતા આવડતું નહીં એને તો જેમ તેમ કરીને બાંધી દીધું પરંતુ તે બંધાયું નહીં અને તેને બીકમાં પકડી રાખ્યૂ અને તે બેસી જ રહી ટીચર એ કહ્યું કે જા બોર્ડ ઉપર લખાય અને જાનવી તો બોર્ડ પર ઉભી રહી જાનવી જેમ લખવા ગઈ કે તેને પાયજામા પરથી હાથ લઈ લીધો અને તે નીચે સરકી ગયો અને ત્યાં તો આખો ક્લાસ ખૂબ જ હસ્યો તેની પર અને તેની ટીચરે તેને પાયજામો પહેરાવી દીધું તો પણ બધા બાળકો હસતા રહ્યા આ જોઈને જાનવી રડી પડી અને જાનવીને તેના ટીચર તેની મમ્મી પાસે લઈ આવ્યા અને ઘટનાને કઈ સંભળાવી અને તેના મમ્મી અને ટીચર બંને હસી પડ્યા.

 આવા જ યાદગાર રહી જાય તેવા પ્રસંગો ચાલતા રહ્યા અને સમય પણ આગળ વધતો રહ્યો ન બદલાયું તો એ ફક્ત જાનવી ના માતા પિતાનું જાનવી પ્રત્યે નો પ્રેમ.

પણ શું આ પ્રેમ આગળ જઈને આવો જ રહેશે? ક્યારેક સમય ના મોજા માં કાં તો આપડે બહાર આવીએ છીએ કાં તો અંદર સમાઈ જઈએ છીએ..

 

Thank you very much readers 💫