ભાગ 2 : ઊંડી વિચારમાળા
છોકરો જ્યારે ઘરે પહોચ્યો ત્યારે પેલી છોકરી વિશે વિચારવા લાગ્યો,
અચાનક તે આવી, મારી ભગવાન સાથે વાત સાંભળી, મને સલાહ આપી અને ગાયબ થઈ ગઈ, પણ ક્યાં ? મારા ખ્યાલ થી તેણીએ સાચું કહ્યું થોડીક સ્વર્થીપણું તો જરૂરી છે, તેણીએ સારી સલાહ આપી, હું જાણું છું કે હું કેવો ગુસ્સા વાળો છું અને હું મારો બનતો પ્રયાસ કરીશ કે હું પોતાને બદલી શકું ; પણ મને હજી એ આશંકા છે કે તે અચાનક કેમ ગાયબ થઈ ગઈ, મારે હજી એને ઘણું બધું પૂછવું હતું.
છોકરો તો જાણે ઊંડા વિચારો માં ખોવાયેલો હતો.
એવી જ રીતે, છોકરી કે જે અચાનક ગાયબ થઈ હતી , તે મંદિર ની અંદર ગઈ હતી , પણ છોકરો તેને જોઈ ન શક્યો ને બહાર જ શોધતો હતો , છોકરી ત્યારબાદ તેની બેનપણી ને મળી અને તેને મંદિરની વાત જણાવી.
- હું એક છોકરા ને મંદિર માં મળી એ કદાચ બધાથી અલગ હોઈ શકે કે નહિ એ તો ખબર નહિ પણ મને એ મૂર્ખ લાગે છે, કોઈ માણસ બીજા માણસ ને કંઈ રીતે ઓળખી શકે, એના મન ના વિચારો કેમ જાણી શકે ? તે એમ બોલ્યો કે એ કદી ડિપ્રેશન માં નથી ગયો પણ તેની વાત પરથી તો એમ જ લાગે કે તે ડિપ્રેશન માં છે પણ તે આ વાત સ્વીકારતો નથી, કેવો મૂર્ખ છે એ !!
એમ કહીને તે હસવા માંડી
"જવા દે ને આપણે તેની સાથે શું લેવા દેવા " તેની બેનપણી બોલી.
છોકરી બેનપણી ની વાત માની ને બંને હસીને છોકરા ને પાગલ ઠેરવવા પર લાગી ગઈ.
પરંતુ થોડીક વાર પછી જ્યારે પેલી છોકરીની બહેનપણી ચાલી ગઈ , ત્યારે તેને અહેસાસ થયો કે એ એણે એક ભૂલ કરી કે પેલા છોકરા ને મૂર્ખ કહી દીધો કદાચ એ બધાથી ખેરખર અલગ પણ હોઈ શકે પણ એને આવી રીતે મૂર્ખ ના કહેવું જોઈએ.
પણ તે ભગવાન સાથે વાત કરતો હતો અને સાવ નિસ્વાર્થ ભાવે લોકો ની મદદ કરે છે એ જાણવા છતાં કે તે લોકો ફરી ક્યારેય મદદ નહિ આપે. કોઈ માણસ આટલો નિસ્વાર્થ કંઈ રીતે હોઈ શકે ?
એ પણ આવા સમય માં જેમાં પોતાના માણસો જ પોતાના માણસો ને દગો આપે છે ! , આ માણસ પારકા ની મદદ કરે છે !
મારે તેને મળવું જોઈએ અને તેના અલગ અલગ ગુણો વિશે મારે એને પૂછવું છે, મને એ છોકરા પાસેથી ઘણું બધું નવું જાણવા મળી શકે છે.
દ્રશ્ય એવું છે કે છોકરો અને છોકરી બન્ને મંદિર માં બનેલી ઘટના વિશે ઊંડી વિચારમાળા માં હતા , કે જેને આપણે કહીએ છીએ ઓવરથીંકીંગ , બંને મન માં અલગ અલગ ધારણાઓ વિચારતા હતા કેમ કે સવારે જે ઘટના થઈ અને બન્ને ની સામે અલગ અલગ દ્રશ્યો સર્જાયા હતા , તેના વિચારો બંને ના મન માં સતત ઘૂમતા હતા , પરંતુ મન માં રહેલી વાત ત્યાં સુધી સત્ય ન થઈ શકે જ્યાં સુધી તે હકીકત ને સ્પર્શી ન જાય. છોકરો ખૂબ જ સમજદાર હતો , તે ઓવર થીંકિંગ ને રોકવા માટે કંઈક લખવાનું શરૂ કરી દેતો , બસ તેણે હાથ માં પેન લીધી જ ત્યાં અચાનક ફોન ની રીંગ વાગી..
" હેલો , મારે તારી જરૂર છે , ખૂબ જ મોટી ઈમરજન્સી છે ........"