ભાગ 7 : રહસ્યો નો ભેદ
ઊર્જા SK વિશે શું કામ જાણવા માગતી હતી એની કઈ ખબર નહોતી, અચાનક કેમ તે આટલું બધું જાણવા માટે ઉત્સુક થઈ ગઈ હશે ?
ઓફિસે થી ઘરે આવીને ઊર્જા એ એક ફોન કર્યો -" હેલ્લો ! હું ઊર્જા, મને લાગે છે તે પેલો જ માણસ છે, જેની આપણે ખોજ માં હતા, એના વિશે માહિતી મળવી ખૂબ અઘરી છે, અહી કોઈ એના વિશે નથી જાણતું "
સામેથી અવાજ આવ્યો -" તું ગમે એમ કરીને એના વિશે બધુ મને જણાવ, એ માણસ ખૂબ જ જરૂરી છે મારા માટે "
ફોન કપાયો, ઊર્જા વિચાર માં જ હતી અને ફરી તેને મંદિર વાળી ઘટના યાદ આવી.
ઊર્જા વિચાર માં પડી ગઈ કે આ પાગલ માણસ ની કોઈ ને શું જરૂર હશે ? વળી આ માણસ સમજદાર પણ લાગે છે , આ માણસ વિશે નું રહસ્ય જાણવું ખૂબ જ જરૂરી છે , નહીંતર તે ખતરારૂપ સાબિત થઈ શકે.
તેની પાસે SK વિશે ખૂબ મર્યાદિત માહિતી હતી, આમ છતાં તેણીએ SK વિશે વધુ જાણવાની કોશિશ ન કરી.
બીજે દિવસે તે ઓફિસે ગઈ,ત્યાં એક માણસ ને આવતા જોયો, તેણે ઊર્જા ને પૂછ્યું - SK આજે આવ્યો છે ?
ઊર્જા એ કહ્યું - ના, એ તો થોડો મોડો આવશે , પરંતુ તમારે એનું શું કામ છે ? , મને કહો હું કરી આપીશ.
"મારે એનું જ કામ છે "
ઊર્જા બોલી - તમે આવો, સર અંદર છે તમે એને મળી લો.
"ના, મારે માત્ર SK નું જ કામ છે" પેલો માણસ બોલ્યો.
તો તમે થોડી વાર બેસો અને વાતો કરો, ત્યાં તે આવી જશે - ઊર્જા એ કહ્યું.
પેલો માણસ બેઠો તેણે વધુ વાત ના કરી બસ એટલું કીધું કે SK નો નાનપણ નો મિત્ર છે.
ઊર્જા ને તરત મન માં ઝબકારો થયો અને વિચાર્યું કે આ માણસ SK ને ઓળખતો હશે, આની પાસે બધી માહિતી હોય શકે છે.
SK આવ્યો અને એ માણસ તેની સાથે વાત કરીને ચાલ્યો ગયો.
એ માણસ ની સાથે ઊર્જા પણ ગઈ અને તે માણસ પાસે જઈને કહ્યું કે, ' મારે SK ના ચરિત્ર પર એક પુસ્કત લખવું છે, શું તમે થોડી માહિતી આપશો ?
પેલો માણસ બોલ્યો - "મને SK વિશે વધુ ખબર નથી, પરંતુ એટલી ખબર છે કે એ આ દેશના ધનાઢ્ય વ્યક્તિ ની યાદીઓ માં આવતા લોકો માં છે, એ અહી માત્ર સાદું જીવન જીવવા આવ્યો છે, એની પાસે અનેક કાળાઓ છે,બીજા ના મનને ભ્રમિત કરવા ની બાબત માં એ ખૂબ જ નિપુણ છે, ધંધા ની સાથે સાથે લોકો ને પોતાની વાત માં પોરવી દેવા અને લોક કલ્યાણ ના કામ માં એને રસ છે,એ માલિક નહિ પરંતુ એક લીડર છે."
“ભ્રમિત કરવાની કળા એ વળી શું ? ઊર્જા એ પૂછ્યું
" જેમ તને ભ્રમિત કરીને અહીં લઈ આવ્યા એ કળા "
ચમકતું સુટ અને કાળા ચશ્મા માં, અંધારા તરફથી અજવાળા માં પ્રવેશ કરતા એક માણસ નો અવાજ આવ્યો.
"તને શું લાગ્યું કે SK ને તમે લોકો પકડી પાડશો ? આ જનમ માં તમારા માટે એ શક્ય નથી. જ્યાં સુધી SK નો આ મિત્ર છે ત્યાં સુધી કોઈ પણ માણસ SK નું ખરાબ ની. કરી શકે"
કોણ છો આપ ? -ઊર્જા બોલી.
" અરે હા! જલ્દી જલ્દી માં તો મારો પરિચય જ રહી ગયો. હું ધનશ, SK નો બીજો મગજ જ સમજી લે, અરે! તે સરસ મજાનો ખેલ રચ્યો હતો, પરંતુ તું ને તારો સાથી બન્ને આ ખેલ માં જાતે કરીને ફસાઈ ગયા. કઈ વાંધો નહિ, હવે ફરીથી તો તમને પ્રયત્ન કરવાનું તો કહી નહિ શકાય, કેમ કે બીજો મોકો હવે તો નહિ મળે "
અરે આવ ડેવિન આવ! બહુ જ સરસ પ્લાન હતો તમારો, પણ શુ કરી શકીએ તમે નાકામયાબ રહ્યા, અફ્સોસ છે એ વાતનો કે તારા જેવા મહાન માણસો, ચાલાક ને બુદ્ધિશાળી માણસો પણ સફળ ન થયા. મને એમ નથી સમજાતું કે તમે SK ની મિલકત પાછળ શું પડ્યા છો? SK સાથે રહો, એ તમને એના જ્ઞાન થી બધુ અપાવી દેશે. જવા દો. વાંદરો શું જાણે આદુ નો સ્વાદ"
બન્ને ને પકડીને આપણી સિક્રેટ જગ્યા પર લઈ જાઓ.
ડેવિન અને ઊર્જા વિચાર માં પડ્યા કે કઈ સિક્રેટ જગ્યા ?.....