ભાગ 6 SK: એક સજજન
મુખ્ય અધિકારી ત્યાં આવ્યા અને જોયું તો શીન નીચે લોબી પર બેભાન પડ્યો હતો અને તેમણે SK ની વાત સાંભળી કે
" આને હોસ્પિટલ લઈ જાઓ "
મુખ્ય અધિકારી એ અત્યંત ક્રોધ માં ઉભેલા SK તરફ જોયું અને કહ્યું કે -આ તારી નબળાઈ છે SK, તારે આ નબળાઈને દૂર કરવી પડશે .
તે વધુ કંઈ ના બોલ્યા, પરંતુ શીન તરફ જોઈ ને કહ્યું કે, " આ છોકરો હવે ક્યારે સુધરશે ? ચાલો હવે આને હોસ્પિટલ માં લઇ જઇએ "
ઊર્જા એક તરફ ઊભી રહીને બધું નિરીક્ષણ કરી રહી હતી. તેને લાગ્યું કે હું તો SK ને સજજન માણસ સમજી બેઠી હતી; પરંતુ એ તો ક્રોધિત સવભાવ વાળો માણસ છે, આવો માણસ જીવન માં તો ક્યારેય આગળ ના વધી શકે, વળી એ પોતે ભગવાન સામે પોતાના પ્રશ્નો મૂકતો હતો અને પોતાને નિસ્વાર્થ માણસ બતાવી રહ્યો હતો. એમ વિચારી ને તેણી શીન ની મદદ કરવા હોસ્પિટલ એ જાય છે.
બીજા દિવસે જ્યારે તેણી ઓફિસે આવે છે ત્યારે મુખ્ય અધિકારી ને જઈ ને કહે છે કે "તમે કાલે SK ને કેમ કઈ ના કહ્યું? કેમ એને દંડ ના આપ્યો? તમે શીન અને તવંશ ને તો એમની માત્ર નાની ભૂલ માટે પણ ઘણું કહી દો છો "
અધિકારી થોડો સમય થંભ્યા અને બોલ્યા, " શું તું ખરેખર SK ને ઓળખશ? શું તને ખબર છે એ માણસ કોણ છે? તને ખબર છે ગઈ કાલે હોસ્પિટલ એ શું થયું હતું એ? , તું માત્ર SK ની એક ખરાબ બાબત જોઈને એવું વિચારી લીધું કે મારે એને દંડ આપવો જોઈએ, એ વ્યક્તિ નો મારા પર મોટો ઉપકાર છે, જ્યારે કોઈ પણ લોકો ને મારા પર ભરોસો નહોતો ત્યારે તેણે મારા પર ભરોસો જતાવ્યો હતો અને આજે હું આ જગ્યા એ કીર્તિમાન છું. "
ઊર્જા ને થયું કે અધિકારી SK ના કોઈ સંબંધી લાગે છે, એટલે તેણીએ પૂછી લીધું કે, "શું એ તમારો કંઈ સંબંધી થાય છે? એવો વળી શું ઉપકાર તમારાથી નાની ઉંમર નો માણસ તમારા પર કરી શકે? “
" જો ઊર્જા, એક સમયે હું હતાશા અને નિરંતર હાર ને લીધે દુ:ખી હતો, ત્યારે એ મારી પાસે સલાહ લેવા આવ્યો હતું, પરંતુ ઉલ્ટા ની મને તેની પાસેથી સલાહ મળી ગઈ, તેણે મારા માટે આશા નું એક નવું કિરણ જગાડ્યું છે, તેની પાસે અદભૂત જ્ઞાન છે, જો તમે એ માણસ અને એના જ્ઞાન ની કદર કરશો તો એ પોતાનો ભંડાર હંમેશા ખુલ્લો રાખશે. શીન તેનો ખૂબ સારો મિત્ર છે તેની ખૂબ મદદ SK એ કરી હતી, હું જ્યાં સુધી જાણું ત્યાં સુધી શીન ની સફળતા પાછળ SK નો જ મુખ્ય હાથ છે; પરંતુ હમણાંથી શું ખબર શીન ને એવી કઈ બાબત નો અભિમાન આવી ગયો છે કે એ SK ને નીચ માણસ ગણે છે "
"શીન પણ સારો માણસ જ છે" ઊર્જા એ કહ્યું.
"હા છે, પરંતુ એ રાહ ભટકી ગયો છે, તને કદાચ ખબર નહિ હોય કે કાલે હોસ્પિટલે આવીને SK તરત પોતાની ઓળખાણ થી ડોક્ટર સાથે વાત કરીને શીન ને ત્યાં દાખલ કરાવ્યો અને બધુ બિલ પણ તેણે આપી દીધું અને તેણે શીન ને માફીપત્ર પણ આપ્યો છે "
ઊર્જા ને થયું કે SK હકીકત માં એવો સારો માણસ હોય તો પોતાના મિત્ર ની એક નાનકડી મજાક સહન કેમ નહિ કરી શકતો હોય ? તેણીએ આ પ્રશ્ન અધિકારી ને પણ પૂછી લીધો.
અધિકારી એ મસ્ત જવાબ આપ્યો - " બધા લોકો સંપૂર્ણ નથી હોતા, બધા ના કઈક ને કઈક ખામી હોય જ છે, SK ની ખામી અને નબળાઈ એનો ગુસ્સો છે ; આમ છતાં એ ઘણા સમય થી શીન ને સહન કરી રહ્યો હતો જો એની જગ્યા એ હું હોત તો મે તો સંબંધ પણ તોડી નાખ્યો હોત અને મે એક વખત SK ને કહ્યું પણ હતું કે તું શીન સાથે સંબંધ તોડી નાખ ત્યારે તેણે મસ્ત જવાબ આપ્યો કે - પાણી ડહોળું હોય તો પીવામાં કામ નથી આવતું, પણ તેનાથી આગ તો બુઝાવી જ શકાય ને ! એવી જ રીતે સંબંધ ગમે એટલો ખરાબ હોય, એ સંબંધ ક્યાંક ને ક્યાંક તો કામ માં આવશે જ "
SK ના અદભૂત વિચારો જાણી ને ઊર્જા નવાઈ માં આવી ગઈ અને ફરી તે પેલું મંદિર વાળા દ્રશ્ય ને યાદ કરવા લાગી, તે વિચારો માં ખોવાઈ ગઈ અને એક સમયે તેને લાગ્યું કે આ માણસ પાસેથી મારે પણ કઈક જ્ઞાન લેવું જોશે.
તે SK વિશે વધુ જાણવા માગતી હતી, SK વિશે ઘણા લોકો જાણતા હતા; પરંતુ બધા લોકો થોડું થોડું જ જાણતા હતા, કોઈને SK વિશે સંપૂર્ણપણે ખબર ના હતી.
SK નું જીવન એક ખુલ્લી પુસ્તક જેવું હતું, પરંતુ આ પુસ્તક માં ખૂબ જ અઘરા પાઠ સામેલ હતા.