Prem Sagaai - 3 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 3

Featured Books
Categories
Share

પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 3

અવિરત પ્રેમની અનુભૂતિ...સતત સંઘર્ષ સાથેની યાત્રા...

અવિરત પ્રેમની અનુભૂતિ.. કોઈ વચન આપવા લેવાની વૃત્તિ નહીં બસ નિરંતર પ્રેમ વિશ્વાશની યાત્રા..આકર્ષણ અપાકર્ષણની ક્રિયામાંથી પસાર થયાં પછીની સ્થિરતા.. ક્યાંક કોઈ અછડતો સ્પર્શતો અસંતોષ.. કોઈ શંકાના શિકાર.. ઉભો થતો સંઘર્ષ.. વિખવાદ.. કકળાટ... કંકાસ.. આ ઘટતી ઘટનાઓનો આમ સ્વીકાર.. પરંતુ શોધવો પડે એ સમયે પ્રેમનો એહસાસ.. સામાન્ય પ્રેમજીવન કે લગ્નજીવનની આ સુરખીઓ.. બધાંય પ્રેમનાં રોમાંચ રોમાન્સ પૂરાં થઈ ગયાં પછી ઉદભવતી કોઈ અદ્રશ્ય ઉદાસી નીરસતા.. ના કોઈ ઉપચાર ના ઉપાય..
સ્ત્રી કે પુરુષ શોધતો રહે અસંતોષનું કારણ ભોગવેલી નિકટતા.. એકરૂપતા..શરીર સુખ એની ભૂખ.. મન શરીર જોઈએ છે શું માંગે છે શું? બતાવે છે શું? હકીકત સ્વીકારવા મન તૈયાર નથી ભૂખ સંતોષાતી નથી વિચાર પર વિકારનો કબ્જો છે.. સાહજિક સ્થિતિનો માનસિક સ્વીકાર નથી. સમજ કેળવાતી નથી પ્રિયજન સાથે અબોલા કંકાસની શરૂઆત નાની નાની વાતનો અસંતોષ.. વકરે વાત વધે.. કાબુ છૂટે..

એજ પ્રિયતમા કે પ્રિયતમ સાથે અણબનાવ.. કારણ સૂક્ષ્મ ખબર છે છતાં બેખબર છે બસ અસંતોષનો અગ્નિ છે જે બાળે છે.. બધું ભસ્મ થવાની અણી ઉપર છે...

ના કોઈ વચનની જરૂર હતી.. ના સબંધમાં કોઈ નામની માંગણી હતી. આત્માથી આત્માનું આકર્ષણ હતું...મિલન હતું... તનનો સ્પર્શ આનંદદાયક હતો પણ ભૂખ હાવી નહોતી.. નૈસર્ગીક દોસ્તી પ્રેમનો સ્વીકાર.. પૂર્ણ વિશ્વાશ ભરોસો..જાણે નર નારાયણીનો મેળાપ..
કેમ ભૂલાય એ અપેક્ષા ફરિયાદ વિનાનો પ્રેમ?
 
અત્યાર સુધી હતું એ શું હતું? દેખાડો? ભ્રમ? સમજણ વિનાનો સંબંધ? તનની ભૂખ? સ્વાર્થની મેલી રમત?
પ્રેમમાં મેળાપ મિલન ના હોય તોય ફરક નહોતો પડતો..વિરહમાં પણ પ્રેમનો એહસાસ હતો.. સમયનો માર નહોતો.. ઉંમરની બીક નહોતી...બસ એક એહસાસ જીવાડતો પ્રેમની પાત્રતા બતાવતો..

સમજની એકરૂપતા હતી.. શું એ હતી? કે આભાસી પ્રેમ સમજ હતી? ઘણાં કિસ્સાઓમાં વાસના... સ્વાર્થ.. હાવી થાય સબંધોનાં અંતનું કારણ બને છે. એકતરફી અપેક્ષા..
 પ્રેમમાં પોતે શું શું સંઘર્ષ કર્યા શું શું છોડ્યું ત્યાગ કર્યો એક એક પળ ઘડીનો હિસાબ માંગે.. પ્રેમ કર્યાનું અભિમાન હાવી થાય સરળતા ગૂમ થઈ હિસાબના ગણિત ગણાય.. નફા નુકશાનના આંકડા દેખાય... એકરૂપ થયેલો ઓરા હવા થાય..

પણ.. પણ... પણ..
કોઈને કોઈ હિસાબ ચૂકતે થાય સરવાળા બાદબાકી આંકડા મળે સરવૈયા નીકળે.. સમજણ કેળવાય આંખો ખુલે.. નજર બદલાય મન મૂળ સ્થિતિએ આવે ત્યારે હાથમાંથી બધું સરી જાય.... સંતોષ મળ્યાંનો ભ્રમ પોષાય.. કેમ આવું થાય..? 

પણ.. પ્રેમ સાચો કર્યો અનુભવ્યો એ કરે બધું સ્વીકાર.. અણસમજણનું દુઃખ દબાવી કુદરતનો ન્યાય સમજી મૌન થવાનો પડકાર... પ્રિયજન ગુમાવ્યાંનો શોક.. પસ્તાવો.. હાથથી સરી ગયેલાં સાચાં સબંધ ખોયાનો અફસોસ.. સ્વાર્થ, વાસના અસંતોષની ભાવના.. ભૂખ.. દૂર થાય સાચી સમજણનો સાક્ષાત્કાર થાય એ પહેલાં બધું હારી ગયાનો ભોગવટો..
વાસ્તવિકતાનો ચિતાર આંખનાં પડળો ખુલી સાચું સમજાય ત્યારે મોડું થઈ ગયું હોય. 
પ્રેમમાં વાસના થકી સ્વાર્થ હાવી થાય કર્યાનું તુરંત ફળ જોઈએ બદલો પૂરો મળે તો બધું સ્વીકાર નહીંતો "લાગણી અભણ"ને મળ્યાંનું પ્રારબ્ધ ભોગવવું પડે.
જેને કંઈ આપી સામે લેવું છે સંઘર્ષ ત્યાગ પછી એનો ઢંઢેરો પીટી વળતર જોઈએ છે હિસાબ સામે હિસાબ કરવો છે એણે "ધંધો" કરવો જોઈએ.. પ્રેમ નહીં..
કારણ.. પ્રેમમાં બેઉ તરફ ત્યાગ સંઘર્ષ અને મુશ્કેલીઓ સમાજનો સામનો કરવો પડે.. બન્ને પક્ષે સરખી લડાઈ છે તોલમાપમાં ક્યાંય ઓછું વધતું નથી હોતું.. બધી સ્થિતિઓનો સરખો સ્વીકાર હોય છે બન્નેને વિરહની પીડા સંઘર્ષ સહન કરવાનું હોય છે જેનાં રૂપ સરખા અથવા જુદા હોઈ શકે.
પણ.. પ્રેમમાં સમજણ સ્વીકાર અને ત્યાગ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પ્રેમમાં સમાનતા "દિલ"ની લાગણીની જરૂરી છે.કાળજે કંડારેલા નામ કદી ભુસાતા નથી..

અવિરત પ્રેમની અનુભૂતિ..સતત સંઘર્ષ સાથેની યાત્રા..

દક્ષેશ ઇનામદાર."દિલ"..