Nandini.... Ek Premkatha - 20 in Gujarati Love Stories by Asha Kavad books and stories PDF | નંદિની...એક પ્રેમકથા - ભાગ 20

Featured Books
Categories
Share

નંદિની...એક પ્રેમકથા - ભાગ 20











    ચોમાસાના આગમનથી વાતાવરણમાં કંઈ અલગ જ અનુભૂતિ હતી. સુંદર સવારે શૌર્ય વહેલો ઉઠી તૈયાર થઈ  નાસ્તા ની ટેબલ તરફ આવી રહ્યો હતો. ગરમા ગરમ બનતી ચા અને નાસ્તાની ખુશ્બુ એ વાતાવરણ આનંદમય બનાવી દીધું હતું. એ જ સમયે, ઋષીકા ઘરના મુખ્ય દરવાજે પ્રવેશે છે.

ઋષીકા: ગુડ મોર્નિંગ, શૌર્ય!

શૌર્ય (હલકી ઝાંખી સાથે):
ગુડ મોર્નિંગ! તું આજે એટલી વહેલી આવી?

(ઋષીકા હળવી સ્મિત સાથે) હા! મને થયું કે આજે તને ઘરે આવી ને મળું. એટલે આવતી રહી. કેમ તને ના ગમ્યું મારું આવવું?

શૌર્ય: (હળવી સ્મિત આપી, આરામદાયક અવાજમાં):
તું આવે અને મને ના ગમે, એવું ક્યારેય બની શકે?  તારા આવવા થી તો મારી મોર્નિંગ સુંદર બની જાય.

ઋષીકા (શરમાયેલી નજરે જોઈને): આજે થયું કે સવાર મા તને ડિસ્ટર્બ કરી આવું?..

શૌર્ય: નહી, તું ડિસ્ટર્બ નથી કરતી... પરંતુ તારી આજની મુલાકાત પાછળ કંઈ ખાસ કારણ છે કે?

ઋષીકા (થોડી સંકોચતી):  હમ... બસ... વાત કરવાની હતી. ઘણાં દિવસથી જોવું છું, પણ તું તો મુંબઇમાં એટલો બિઝી રહ્યો કે તારો અવાજ પણ નથી સંભળાયો... તું મુંબઇ ગયો ત્યારથી આપણી વચ્ચે બમણી દુરીયા વધી ગઈ એવું લાગે છે. 

શૌર્ય (શાંતિથી): હા... ત્યાં ઘણુ કામ હતું, સોરી તારી સાથે વાત કરવા સમય જ ના મળ્યો. 

ઋષીકા: શૌર્ય, તું પહેલા નાસ્તો કરી લે, પછી વાત કરીએ. અને હા... આજે તું ખાસ બીઝી તો નથી ને?

શૌર્ય: (મોહિ લાગણી સાથે) નહીં, આજે તારા માટે પૂરતો ફ્રી છું. કહો, શું વાત કરવી છે?

(એ બંને નાસ્તાની ટેબલ તરફ વધે છે. એ જ સમયે ઘરની અંદરથી ભાનુ પ્રતાપસિંહ ટેબલ પાસે આવે છે. એની હાજરી સાથે વાતાવરણ થોડીક ગંભીરતા વાળુ બની જાય છે.)

ભાનુ પ્રતાપસિંહ: (ટેબલ પાસે બેસતાં, થોડા કડક અવાજ સાથે) શૌર્ય, તો કેમ રહ્યો તારા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન?

શૌર્ય: સારો રહ્યો. ક્લાઈન્ટ માથી સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. હવે થોડાજ દિવસોમાં એ કામ શરૂ પણ થઈ જશે.

ઋષીકા (સૌમ્ય સ્વર મા): ગુડ મોર્નિંગ અંકલ!

ભાનુ પ્રતાપસિંહ: ગુડ મોર્નિંગ બેટા. તારું કામ કેવું ચાલી રહ્યું છે?

ઋષીકા: બધું સારું ચાલી રહ્યું છે. હમણાં એક નવો પ્રોજેક્ટ મળ્યો છે, એ પર ધ્યાન છે. (એ ચારેબાજુ જોઈને આગળ પુછે છે) આંટી ક્યાં છે? દેખાતા નથી…

ભાનુ પ્રતાપસિંહ: તારા આંટી કંઈ કામેથી બહાર ગયા છે. થોડીવારમાં પરત આવશે.

(તેમની વચ્ચે વાતચીતનો સરસ પ્રવાહ બનેલો રહે છે, બધા નાસ્તો કરે છે. ભાનુ પ્રતાપ નાસ્તો કરી તેના પી. એ આદિત્ય સિંહ સાથે કામે જવા નીકળી જાય છે. ઘરમાં શાંતિ ફેલાઈ છે. શૌર્ય અને ઋષીકા ગાર્ડન તરફ ચાલે છે. હળવી હવા છે. પાંદડાઓ હલકું સંગીત વગાડે છે.)

શૌર્ય: ચાલ, થોડા સમય પછી તારી સાથે થોડી ફ્રેશ હવા લઈએ. તું કંઈક ગંભીર લાગી રહી છે આજે.

ઋષીકા (ગમગીન હાસ્ય સાથે):  એટલે તું મને ઓળખી જાય છે! ... પણ સાચું છે, આજે કંઈક પૂછવું છે.

(ચેર પર બેસીને, થોડો સમય ચુપ રહે છે. પછી ઋષીકા ધીમેથી બોલે છે.) શૌર્ય હું જાણું છું કે તું મને પ્રેમ કરે છે, અને હું પણ તને હદ થી વધારે પ્રેમ કરું છું. તો તને નહીં લાગતું કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ?....

(શૌર્ય થોડો અચકાય છે. તેની નજર ઊંડાણમાં ખોવાય છે.) "ઋષીકા લગ્ન કરી લઈએ એટલે શું"? મે તને પહેલે થીજ જણાવેલું કે હું જ્યાં સુધી લગ્ન કરવા નહીં માગું ત્યાં સુધી આ વાત નહીં કરીએ તો તે કેમ કરી?....

ઋષીકા: (ગુસ્સે થતાં) શૌર્ય તને તો લગ્ન કરવા નો વિચાર ક્યારેય નહીં આવે તો મારે શું કરવાનું?... આપડે કેટલા સમય થી સાથે છીએ તો હવે તો આગળ વધીએ. તે અત્યાર સુધીમાં નહીં વિચાર્યું, પણ મે તો વિચાર્યું છે.

(શૌર્ય આંખો બંધ કરી થોડો શ્વાસ લે છે.) તું મારી માટે ખૂબ મહત્વની છે ઋષીકા. તું મને સમજતી રહી છે, મારું સાથ આપતી રહી છે, પ્રેમ પણ છે. પરંતુ મે હજી આપણા લગ્ન વિશે નથી વિચાર્યું અને હું હમણાં વિચારવા પણ નથી માંગતો. 

ઋષીકા: (આંખોમાંથી સહેજ પડતી આશાને પકડી) તું જાણે છે શૌર્ય… છતાં પણ મને એમજ લાગતું રહ્યું કે કદાચ... હું તારુ ભવિષ્ય બની શકું. પણ તે ક્યારેય નહીં વિચાર્યું આપણા વિશે? તું મને પ્રેમ તો કરે જ છે ને શૌર્ય?...

શૌર્ય: ઋષીકા એવું કંઈ નથી. તું સમજવાની કોશિશ કર.
હું તને પ્રેમ કરું છું......

(ઋષીકા શૌર્ય ની વાત અટકાવતા): શૌર્ય તું મને પ્રેમ કરતો હોત તો તને ક્યારેક વિચાર આવ્યો હોત. અને રહી વાત લગ્નની તો હું એમ તો નથી કઈ રહી કે તું કાલેજ મારી સાથે લગ્ન કરી લે. હું તો ફક્ત વાત આગળ વધારવા માટે કહું છું. ગમે ત્યારે લગ્ન તો કરવા તો પડશે. 

શૌર્ય: ઋષીકા તને મારા પર વિશ્વાસ નથી?. હું તારી સાથે જ લગ્ન કરીશ બસ તું મને થોડો સમય આપ.

ઋષીકા: તારે કેટલો સમય લેવો છે? 

શૌર્ય: (થોડી ક્ષણ મૌન રહી, નરમ અવાજમાં):
ઋષીકા... મને ખબર નથી કે કેટલો સમય લાગે. પણ હમણાં... હું પ્રેમથી વધુ કંઈ શોધી રહ્યો છું, હું મિત્તલ ગ્રુપ સાથે મોટો પ્રોજેક્ટ પૂરો કરવા માંગુ છું.

ઋષીકા: (દ્રઢ અવાજમાં) શૌર્ય, હું જાણું છું તારા માટે કામ 
તારી દુનિયા છે, પરંતુ મારા માટે તો તું મારી દુનિયા બની ગયો છે... અને હું પણ મારા કામ નું એટલુજ મહત્વ સમજું છું. હું બસ તારી સાથે રેવા માંગુ છું.

શૌર્ય: (અચકાતો, ભાવુક થતા) એવુ નથી કે હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતો, આજે પણ હું તારી સાથે છું. હું મારા અને તારાં સંબંધ માટે સત્ય રહ્યો છું, 

ઋષીકા: (આંખો ભીની કરી, પોતાને સંભાળે છે)
મને તો બસ તારા મોંએથી એટલું સાંભળવું છે કે "હા ઋષીકા, તું જ મારો ભવિષ્ય છે." પણ તું એ કહેવાનું પણ ટાળે છે...
(હવા થોડી ઠંડી પડી છે.વાતાવરણમાં એક ઉદાસ શાંતી છે.)

શૌર્ય: તારામાં કોઈ ખામી નથી, ઋષીકા. પણ જ્યારે દિલ તૈયાર નહીં હોય, ત્યારે સંબંધને વચન આપવું એ પણ એક ભુલ છે. હું તને છોડી રહ્યો નથી, પણ તને બંધન આપીને બંધાઇ પણ શકતો નથી. હું મિત્તલ ગ્રુપ સાથે નો પ્રોજેક્ટ કમ્પલીટ કરી આપણા લગ્ન વિશે જરૂર વિચારીશ. કદાચ એ સમયે જલ્દી પણ આવી જાય તો મને બસ થોડો સમય દે.

ઋષીકા: (દ્રઢ અવાજમાં) ઠીક છે શૌર્ય તું તારી જીદ આગળ મારું કંઈ નહીં સાંભળે. પણ મારા મમ્મી પપ્પા તો અંકલ આંટી સાથે વાત કરી શકે છે ને?.... તું જ્યારે વિચારી ત્યારે લગ્ન કરીશું.

શૌર્ય: ઓકે તું એમ વિચારતી હોય તો અંકલ આંટી વાત કરી શકે છે, પણ લગ્ન જલ્દી કરવા બંને ફેમિલી તૈયાર નહીં થાય એ જવાબદારી તારી રહેશે.


ઋષીકા: ઓકે શૌર્ય એ જવાબદારી મારી રહેશે. "અને તું પણ એક વાત ખાસ યાદ રાખજે કે તારી જિંદગીમાં બીજી કોઈ છોકરી આવશે તો એનો હાલ હું શું કરી શકું છું એ પણ તું સારી રીતે જાણે છે.... તું ફક્ત મારો જ છે. એટલે તું બીજી કોઈ છોકરી વિશે વિચારતો નહીં. (થોડા હાસ્ય સાથે) સોરી શૌર્ય તું જે સમજે એ પણ હું ફક્ત મારો પ્રેમ જ સમજું છું.

શૌર્ય: ઓકે મેડમ! અને એ પણ જણાવી દઉં કે તમારી સિવાય અમારા લાઈફ મા બીજું કોઈ નથી.

ઋષીકા: અને કોઈ આવશે તો?...

શૌર્ય: તો શું થયું એમના વિશે પણ કંઈ વિચારશું. (શૌર્ય મજાક કરતા બોલે છે)

ઋષીકા: (આંખો બતાવતા) આવી મજાક મસ્તી નહીં કરવાની શૌર્ય. ચાલ હું હવે નીકળું છું, તું પણ આવે છે કે ઓફીસે?.

શૌર્ય: ના! તુ જા મારે થોડું કામ છે તો હું પછી આવીશ.

ઋષીકા: ઓકે શૌર્ય! બાય બાય......

વધુ આવતા અંકે. 

જાણવા આગળ જોડાય રહો.
નંદિની... એક પ્રેમકથા