પ્રકરણ 3
દિયા અને રુદ્ર બન્ને ગાર્ડનમાં બેઠા હતા.ત્રણ ચાર મહિનામાં એમની દોસ્તી ખૂબ મજબૂત થઈ ગઈ હતી.રુદ્ર જ્યારે પહેલીવાર બેય કલાસીસમાં આવ્યો ત્યારે તે દિયાને ઓળખતો નહોતો.જ્યારે પહેલા દિવસે એક સરે હોબી પૂછી ત્યારે રુદ્રએ સ્ટોકમાર્કેટ કહ્યું હતું,ત્યારે બધાને નવાઈ લાગી હતી પણ સૌથી વધુ નવાઈ તો દિયાને લાગી હતી.તેનો શરૂઆતી પ્લાન તો એક બિઝનેસ કરવાનો જ હતો પણ તેને રુદ્રની જેમ જ સ્ટોકમાર્કેટ પ્રત્યે ગજબનું આકર્ષણ હતું.તે હંમેશા કોઈને કોઈ કંપનીની બેલેંસ શીટ, કવાર્ટરલી રિઝલ્ટ અને ચાર્ટ્સ વગેરે જોયા કરતી.કલાસ પૂરો થયા બાદ દિયા રુદ્રને મળી હતી.રુદ્રને એ વાત જાણીને આશ્ચર્ય થયું હતું કે તેની જેમ બીજું કોઈ પણ છે જે સ્ટોકમાર્કેટ સમજે છે,કારણકે તેની ધ્યાનમાં જેટલા પણ લોકો આવ્યા તે હંમેશા સ્ટોકમાર્કેટને ખરાબ જ બતાવતા.તે દિવસ પછી બન્નેની ટયુનિગ વધતી ગઈ,રાત્રે મોડે સુધી ફોનમાં કોઈ કંપની વિશે ચર્ચા કરવી,ચાર્ટ જોવા,સાડા નવ વાગ્યા સુધી ગાર્ડનમાં બેસવાનો તેમનો નિત્યક્રમ થઈ ગયો.બન્ને લગભગ બચતના પૈસા સ્ટોકમાર્કેટમાં જ નાખતા,પણ આ વખતે તેમને થોડી ઉતાવળ કરી હતી,રુદ્રને થયું હતું કે સ્ટોકના ઉપર આવવાના ચાન્સ બહુ વધારે છે અને ત્રણ ચાર દિવસની તો વાત છે,પણ તેને ભૂલ એ કરી કે તેને ઓપશન ટ્રેડિંગમાં રૂપિયા નાખ્યા.આ એક એવી ટ્રેડિંગ છે જેમાં તમારા રૂપિયા દસ,વિસ ગણા તો થઈ શકે છે પણ સાથે ઝીરો પણ થઈ શકે છે એક રીતનો જુગાર જ જોઈ લ્યો.હકીકતમાં આ પણ જુગાર નથી કેમ કે ઑપશન ટ્રેડિંગ હેજિંગ તરીકે વપરાય છે.કોઈ લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં જો એમ લાગે કે બહુ નાના સમય માટે તે નીચે આવી શકે છે તો પુટનું નાનું પ્રીમિયમ ભરી તેને બચાવી શકાય છે,અમેરિકામાં તો વંટોળ પણ ટ્રેડ થાય છે,અને વાવાઝોડાનો ખતરો ધરાવતાં લોકો એ ખરીદે છે જો વાવાઝોડું ન આવે તો તે પૈસા ઝીરો થઈ જાય છે અને જો આવે તો તે અનેક ગણા થઈ જાય છે જેનાથી તેઓ વાવાઝોડાને લીધે થયેલું નુકશાનની ભરપાઇ કરી શકે છે. રુદ્રને આ બે ચાર હજાર ગુમાવી જિંદગીનો ખુબ મોટો પાઠ ભણ્યો હતો તેને એ પાઠ જિંદગીમાં એટલો કામ આવવાનો હતો કે તેને પોતાને જ ખબર નહોતી.
"શુ યાર બુસાસરને શેરમાર્કેટનું કહેવાની શુ જરૂર હતી? એમને સ્ટોક એટલે શું એ પણ નહીં ખબર હોય વર્થલેશ છે યાર" દિયા બોલી.
"છોડને યાર પણ મને ખરેખર એમના માટે ખરાબ લાગે છે" રુદ્રએ કહ્યું.
"એમના માટે ખરાબ પણ કેમ?" દિયાએ પૂછ્યું.
"હું જ્યારે ગયા મહિને ઓફિસમાં મારી ફીની રસીદ લેવા ગયો હતો,ત્યાં બધા સર અને ટીચરોના તે મહિનાના પગારના ચેક પડ્યા હતા સૌથી ઉપર બુસાસરનો ચેક હતો,તેમાં ચાલીસ હજાર અમાઉન્ટ લખેલું હતું.એ વ્યક્તિ પાસે નોલેજની કદાચ કોઈ કમી નથી.એમ.એસ.સીમાં ગોલ્ડમેડાલિસ્ટ છે અને તેના પછી પણ એકાદ વર્ષ તે યુરોપ ભણવા ગયા હતા.મને ખરેખર નવાઈ લાગે છે કે એક કેમિકલ્સનું આટલું સારું નોલેજ ધરાવતો વ્યક્તિ ચાલીસ હજારની જોબ કરવાની શી જરૂર છે.તે આજે પોતે એટલા સ્કોપ બતાવી રહ્યા હતા પણ પોતે એક સંકુચિત દુનિયામા જીવે છે. હજી સેંકેન્ડહેન્ડ અલ્ટો ચલાવે છે" રુદ્રએ કહ્યું.
"પણ રુદ્ર બીજાની જિંદગી વિશે કોમેન્ટ કરવી કેટલા હદે યોગ્ય છે?"દિયાએ કહ્યું.
"ના હું કોમેન્ટ નથી કરતો પણ સરમાં નોલેજ ઘણું છે પણ ખાલી ઇમ્પ્લીમેન્ટ કરતા ડરે છે.રિસ્ક કેપેસિટી ઓછી છે.કદાચ જો તે રિસ્ક લઈને આ બોરિંગ નોકરી છોડી જો એક નવી જિંદગી પ્રારંભ કરે તો મને નથી લાગતું કે તે ફેઈલ થાય"રુદ્રએ કહ્યું
"આઇ એગ્રી બટ સર મારુ કે તારું તો માનવાના નથી ને?" દિયાએ કહ્યું.
"મારા પપ્પા મારુ નથી માનતા તો સર તો ક્યાંથી માને.તે પોતે બિઝનેસમેન છે મેં તને કહ્યું હતું ને કે મારા પપ્પાની વડોદરામાં રુદ્રા હોટેલ્સ કરીને ઘણી હોટેલ્સ છે.તે બિઝનેસમેન છે છતાં હું તેમને સ્ટોકમાર્કેટ માટે કન્વીન્સ નથી કરી શકતો.એક વાર ટ્રાય કરી હતી બહુ ખિજાયા હતા અને મારો આખો મોબાઈલ ચેક કર્યો હતો.એતો સારું કે મેં એ બધી એપ પહેલેથી જ ડીલીટ કરી દીધી હતી." રુદ્રએ હસતા હસતા પોતાના સુંવાળા વાળ પર હાથ ફેરવતા કહ્યું.
દિયા રુદ્રની બોલવાની છટા જોઈ રહી હતી.તે કોઈ પ્રોફેશનલની જેમ વાત કરી રહ્યો હતો.રુદ્ર સાદો ન કહી શકાય એવો દેખાવડો હતો.તેનું કપાળ સહેજ મોટું હતું.તેની આંખો ભૂરી અને આંખ સપ્રમાણ હતી.તેના હોઠ અને ગાલનો સુયોગ્ય મિલાપ હતો.તેના ગળામાં એક રુદ્રાક્ષ હતો તે હંમેશા શર્ટની બહાર જ રહેતો.તેના હાથ પર એક દોરો બાંધેલો હતો અને વાળ સરખા ન ઓળેલા બહુ મોટા ન કહી શકાય તેવા સપ્રમાણ હતા. દિયાએ આ બધું નિરખતા પૂછ્યું " રુદ્ર એક વાત કહે તને સ્ટોકમાર્કેટમાં કામ કરવાનું જ કેમ ગમે છે?"
"જો સાચું કહુંને તો સ્ટોકમાર્કેટમાં ખૂબ પૈસા તો છે જ પણ એ મને સ્ટોકમાર્કેટમાં કામ કરવાનું મુખ્ય કારણ નથી,મુખ્ય કારણ તો આઝાદી છે.તમે કોઈ પણ જગ્યાએથી કામ કરી શકો.અમેરિકા ટ્રીપ પર જવું હોય તો પણ લેપટોપ લીધું અને ચાલતા કોઈ કામ બંધ થવાની કે પગાર કપાવવાની ચિંતા નહિ. હા ત્યાં નાઈટ-શિફ્ટમાં કામ કરવું પડશે એ અલગ વસ્તુ છે. બીજું એ કે મારી પાસે અઢળક સમય વધશે તેમાં હું મારી મનપસંદ વસ્તુ કરી શકું લાઈક મારે ઉપનિષદોનો અભ્યાસ કરવાનો ખુબ શોખ છે સો એ હું કરી શકું" રુદ્રએ કહ્યું.
"તે આટલું બધું વિચાર્યું છે. મને એમ કે તારો ગોલ પૈસા એકમાત્ર છે" દિયાએ કહ્યું.
"ના એવું નથી,તારા ગોલ્સ શુ છે?" રૂદ્રએ ટૂંકમાં પૂછ્યું.
"મારા વેલ મેં તો વિચાર્યું છે કે,તું જે એન.જી.ઓ. ખોલે તેમાં જ હું મદદ કરીશ."દિયાએ કહ્યું.
"પણ,કેમ એવું?"
"કદાચ મને એ જ ગમે છે,મારા પપ્પા એક સારા સમાજસેવક છે.પણ થોડા સમયથી તે પોતે થોડા ફાયનાન્સિયલ ક્રાઇસિસમાથી પસાર થઈ રહ્યા છે સો કાઈ વધારે કોન્ટ્રીબ્યુટ નથી કરી શકતા.હું જ્યારે નાની હતી ત્યારે પપ્પા સાથે ગરીબોમાં ભોજન વિતરણ હોય કે પછી કોઈ આશ્રમની સ્થાપના હોય હું અચૂક તેમની સાથે જતી,તે મને લઈ જતા એમ કહેવું વધુ યોગ્ય રહેશે.કદાચ એ ગુણ મારા લોહીમાં પ્રવેશી ગયો."
"પણ મેં જે વિચાર્યું છે,એ મુજબ એન.જી.ઓ માટે તો આપણે મિલીનીયર બનવું પડશે ઓર મેં બી બીલીનીયર" રુદ્રએ કહ્યું.
"આઈ નો લેટ્સ પ્રોમિસ ટુ ઈચ અધર કે આપણે બને એટલી જલદી બીલીનીયર બનવાની કોશિશ કરીશું" દિયાએ હાથ લંબાવતા કહ્યું.
"પાકું એસ સુન એસ પોસીબલ"રુદ્રએ હાથ લંબાવતા કહ્યું અને તેનો હાથ દિયાના હાથમાં મુક્યો અને સાથે જ દિયાએ હાથ સહેજ દબાવ્યો.
રુદ્ર અને દિયા બન્ને ભલે એમ જ બોલ્યા હોય કે જલદી જ બનીશું પણ તે આટલી જલ્દી બીલીનીયર બનવાના હતા એટલે કે સાડા સાત હજાર કરોડથી વધુ સંપત્તિના માલિક બનવાના હતા તે તેમને પણ નહોતી ખબર.
***************
"ઓય જુગારી અહીંયા તો આવ" મયંક નામના એક સ્ટુડન્ટે રુદ્રને હોસ્ટેલમાં આવ્યો તે જોતા કહ્યું.
"બોલને મયંક શુ થયું?" રુદ્રએ પૂછ્યું.
"અરે આજે તે બુસાને સ્ટોકમાર્કેનું કહી જોરદાર મજા કરાવી દીધી.સાચે જ તારી પાસેથી કલાસમાં કોમેડી કરતા શીખવું જોઈએ"મયંકે હસતા હસતા કહ્યું.
"વોટ? એ તને ભલે કોમેડી લાગી પણ હું સિરિયસ હતો." રુદ્રએ કહ્યું.
"ઓહ સોરી સોરી પણ મને એ નથી સમજાતું કે સ્ટોકમાર્કેટના સટ્ટામાં તને કઈ સોનાની મરઘી દેખાઈ ગઈ છે?"
"પહેલી વાત તો એ સટ્ટો નથી."
"અરે યાર સટ્ટો જ છે મારા દૂરના બે મામાએ શેરમાર્કેટમાં પૈસા રોક્યા હતા કાઈ મળ્યું નહીં,અને બધું ઝીરો થઈ ગયું."
"તારા મામાએ માર્કેટની નોલેજ વગર રોક્યા હશે.એમાં માર્કેટનો દોષ નથી."
"મારા બન્ને મામા ડોકટર છે અને તું કહે છે કે એમને નોલેજ નહિ હોય ફ્રેન્ડસ આને કોઈક સમજવો કે હવે હસી હસીને મને પેટમાં દુખે છે" મયંકે બાજુમાં ઉભા રહેલા બે સ્ટુડન્ટને સંબોધતા કહ્યું.
"એની વે હવે હું જોક્સ નહિ કરું પણ જો આજ કામ માટે બોલાવ્યો હોય તો હું જાવ છું"રુદ્રએ જવાની તૈયારી બતાવતા કહ્યું.ખરેખર હસવું તો રુદ્રાને આવી રહ્યું હતું,ડોક્ટર સાથે સ્ટોકમાર્કેટનો દૂર દૂર સુધી ક્યાંય નાતો નહોતો અને આ મૂર્ખ શુ સરખામણી બતાવતો હતો.
"હેય,રૂક રૂક મને એ કહે કે શું વિચાર્યું છે તું ભવિષ્યમાં સ્ટોકમાર્કેટથી કેટલા કમાઈ શકે છે? મારા સમ જે વિચાર્યું હોય તે કહેજે" મયંકે કહ્યું.
"હું કોઈને મારા આંકડા કહેતો નથી બટ તે કસમ આપી છે તો મેં વિચાર્યું છે કે વન બિલિયન" રુદ્રએ સરળતાથી કહ્યું.
"વોટ યુ કીલ મી એ ઇન્ડિયન રૂપીઝમાં કેટલા થાય એ ખબર છે પહેલા" મયંકે હસતા હસતા કહ્યું.
"સાત હજાર છસ્સો બાવીસ કરોડ"
"ભાઈ તું જા નહિતર હું હસી હસીને જ ગાંડો થઈ જઈશ" મયંકે જતા જતા કહ્યું.
રુદ્રાને આવા લોકોથી કોઈ ખાસ્સો ફરક પડતો નહિ. હોસ્ટેલમાં ઘણા એવા નમૂના હતા જે પોતે કોઈ કામ કરતા નહીં અને બીજાને કરવા દેતા નહીં.મયંક હોસ્ટેલનો એક એવો સ્ટુડન્ટ હતો જે કોઈની સફળતા જોઈ શકતો નહિ.તે કોઈને સફળ થતા જુવે એટલે તેની મજાક ઉડાવવાની શરૂ કરી દેતો.તેને રુદ્ર સાથે કાઈ ખાસ બનતું નહિ,કેમકે કલાસમાં તે બન્ને વચ્ચે કોમ્પિટિશન રહેતું.રુદ્ર તેના રૂમમાં ગયો અને સુતા પહેલા રોજની જેમ વિચારે સર્યો "પૈસાનો જુગાડ કરવો પડશે,આ મહીને બહુ મસ્ત ઓપપોર્ચ્યુનિટી છે,બટ ક્યાંથી? પપ્પા પાસે માંગીશ તો એક એક રૂપિયાનો હિસાબ માંગશે,મમ્મી આપી તો દેશે પણ પપ્પાને ખબર પડશે તો પછી મારી ધૂળ કાઢી નાખશે,યાર પપ્પા સમજતા જ નથી કે હું શું કરવા માગું છું.એની વે મને લાગે છે આ મહિનો મારે પેપર ટ્રેડિંગ પર જ કાઢવો પડશે,હજી કાલે મમ્મીએ મોકલાવેલ નાસ્તો લેવા માટે બસસ્ટેશન સુધી જવાનું છે આવા તડકાનું ચાલવું પડશે,રીક્ષા માટે તો પૈસા જ નથી.હું એવું વિચારું છું કે જ્યારે પણ હું ફાયનાન્સિયલી ફ્રી થઈશ પછી કોઈ ટ્રેસ નહીં રહે,બદલો લેવો સારી વાત તો નથી પણ તે દિવસે હું આ મયંક જેવા લોકોને પણ સબક શીખવાડી દઈશ,પણ ફાયનાન્સિયલી ફ્રી થવાની પણ એક અલગ મજા છે દુનિયા સાથે કોઈ મતલબ નહીં, કોઈની સાથે કોઈ મતલબ નહીં,પરિવાર દોસ્ત સાથે જેટલો સમય કાઢવો હોય કાઢી શકો,એક સ્ટ્રેસલેસ જિંદગી કોઈ પણ પ્રોબ્લેમ વગરની જિંદગી."
***************
રુદ્ર બસસ્ટેન્ડ પર નાસ્તો લેવા માટે આવ્યો હતો,તેના ધાર્યા મુજબ તે આવ્યો ત્યારે તડકો તો ન હતો પણ કાળા ડિબાંગ વાદળો તેની સામે જજુમતા હતા અને ખૂબ બફારો હતો.તે જ્યારે બસસ્ટેન્ડ પર પહોંચ્યો ત્યાં સુધીમાં પરસેવે રેબઝેબ થઇ ગયો હતો,ખરેખર તેને રીક્ષામાં જવાનું મન થઇ આવ્યું પણ તેને ખ્યાલ આવ્યો કે જો આ મહિને દસ દસ રૂપિયાનો હિસાબ નહિ રખાય તો બહુ પ્રોબ્લેમ પડશે.તે બસની રાહ જોતો બાંકડે બેઠો હતો ત્યાં જ વરસાદ શરૂ થયો હતો અને રુદ્રના મનમાં થડકો પડ્યો હતો તેને લગભગ અડધી કલાકમા પાછું પહોંચવાનું હતું.વરસાદ થોડીવારમાં થંભી જાય એવો ન હતો.
એક વાત તેના માટે સુખદ એ હતી કે તેના મમ્મીએ લગભગ ત્રણ પેકિંગમાં નાસ્તો મોકલ્યો હતો એટલે તે ભીંજાવાનો કોઈ સવાલ હતો નહિ.આ તરફ વરસાદ ખૂબ વધારે આવી રહ્યો હતો.લગભગ અડધી કલાકમાં જો તે લેક્ચરમાં ન પહોંચે તો ઇન્સ્ટિટ્યૂટ તરફથી પપ્પાને ફોન જાત અને પપ્પા હજાર સવાલ કરત કે કેમ આટલી વાર થઈ?,કેમ રીક્ષા ન કરી? જો કે તેના બહાના બનાવવા કોઈ મુશ્કેલ નહોતા પણ રુદ્રને પપ્પા સામે જૂઠું બોલવું ગમતું નહીં.અરે પપ્પા સાથે શુ તે લગભગ કોઈની સાથે પણ જૂઠું નહોતો બોલતો.તે વરસાદની પરવાહ કર્યા વગર તે ચાલતો થયો.તે થોડો ચાલ્યો ત્યારે તેને સમજાઈ ગયું કે તે આ રીતે નહિ પહોંચી શકે એટલે તેને મન મારી રીક્ષા કરવાનું વિચાર્યું.તે રોડની સાઈડમાં ક્યાંક ઉભું રહી શકાય તેવી જગ્યા શોધવા લાગ્યો.તેને બે ત્રણ દુકાનના શટર નીચે ઉભા રહેવા પ્રયત્ન કર્યો,પણ દુકાનદારોએ કામ વગર ઉભું રહેવાની ના પાડી.તેને કોઈ રીક્ષા આવતી દેખાતી નહોતી.તેને કોઈ બીજા વાહન પાસે લિફ્ટ માંગી,પણ આ તો એકવીસમી સદી હતી, કોઈએ ઉભું રહેવું તો દૂર પણ રુદ્ર સામે જોયું સુધ્ધા નહિ.રુદ્ર હવે સંપૂર્ણ ભીંજાઈ ગયો હતો, થોડીવાર પહેલા ગરમીથી બફાતા રુદ્રને હવે ઠંડી લાગવાની શરૂ થઈ હતી.તે હવે હોસ્ટેલ તરફ ચાલતો થયો તે હવે આખો ભીંજાઈ ગયો હતો,એટલે શેડ લઈને સમય બગાડવાનો કોઈ મતલબ નહોતો.તે થોડું ચાલી આગળ વધ્યો ત્યારે તેને એક રીક્ષા મળી પણ રૂટિન ભાડા કરતા લગભગ ડબલ ભાવ તેને ચૂકવવો પડ્યો.આ વરસાદી ઋતુનો લાભ ઘણા રીક્ષાવાળા ઉઠાવતા હોય છે.તે લોકો જાણે છે કે આ ઋતુમાં લોકો મો માંગી કિંમત આપશે.જો કે ઘણા લોકો સારા પણ હોય છે પણ તેવા લોકો મળવા મુશ્કેલ છે.રુદ્ર રીક્ષામાં બેઠા બેઠા બહાર જતા વાહન જોઈ રહ્યો.તેને ઘણા વાહન ખાલી દેખાયા.તેને એક વિચાર આવ્યો કે "કેમ લોકો જો વાહનમાં જગ્યા છે તેમ છતાં કોઈને લિફ્ટ આપવાની તકલીફ સુધ્ધા નહિ લેતા હોય? આજનો માનવી કેટલો મતલબી થઈ ગયો છે ને?,એમાં મારો પરિવાર પણ કયા બાકાત છે! પપ્પાને હું જ્યારે ગાડીમાં જતા હોઈએ છીએ ત્યારે પાછળની આખી સીટ ખાલી હોય છે.તેમ છતાં પપ્પા ક્યાં કોઈને લિફ્ટ આપે છે! ખેર આટલું સેલ્ફીશ થવું એ પણ એક માનવતાને ઠેસ પહોંચાડનાર બાબત છે."
ક્રમશ.
*********