પ્રકરણ 6
લગભગ રાતના એક વાગ્યા હતા.સમગ્ર માનવજીવન થાકી હારીને સુઈ ગયુ હતું.કોઈ કાલની નવી આશા સાથે તો કોઈ પોતાના થકાવી દેનારા કામની નિરાશાથી.ગમે તે કહો પણ લોકો દિવસભરનો થાક,નિરાશા,દુઃખ,સુખ કે કોઈ પણ ભાવ રાત્રીને સોંપીને કોઈ મદમસ્ત,બેફિકર હાથીની જેમ ઊંઘની સોડમાં લીપાઈ જાય છે.તો ઘણાને આ ઊંઘરૂપી અમૃત પણ દોયલું હોય છે.તો ઘણા આ અમૃતનું વધારે પાન કરીને તેને ઝેર બનાવી દે છે.
ઘણા એવું કહે છે અમીર વ્યક્તિઓ ચાર કલાક જ સુવે છે.પણ કદાચ એવું નથી હોતું.મેં જેટલા પણ અમીર વ્યક્તિઓ વિશે સાંભળ્યું છે,તેમની જીવની વાંચી છે, તે ઓછામાં ઓછી સાત કે આઠ કલાકની ઊંઘ કરે છે.સરખી ઊંઘ કરવાથી કદાચ ન ઊંઘ કરીને વેડફાતા કલાકો બચાવી શકાય છે.સુવાથી મગજ એકદમ શાંત થઈની પુરી શક્તિ સાથે કામ કરે છે.
રુદ્ર આ શાંત વાતાવરણમાં ગાર્ડનમાં બેઠો હતો.દિયા હજી અત્યારે જ આવી હતી.જો કે નવ વાગ્યે હોસ્ટેલના ગેટ બંધ થઈ જાય છે,પણ ગર્લ્સ હોસ્ટેલની પાછળની દીવાલ પ્રમાણમાં નીચી હતી.આથી કુદીને આવી શકાય તેમ હતું. બોયઝ હોસ્ટેલની પરિસ્થિતિ જુદી હતી.ત્યાં દીવાલ પ્રમાણમાં ઉંચી હતી,પણ અત્યારે રોડ કન્સ્ટ્રકશનના લીધે પાછળ એક રેતીનો ઢગ બનાવેલો હતો.તેના પર કુદીને બહાર આવી શકાય તેમ હતું પણ પાછું અંદર જવું શક્ય નહોતું.
"શુ થયું રુદ્ર તું આ લેપટોપ અને આ નાસ્તો આ બધું લઈને કેમ આવ્યો અને હવે અંદર કેમ જઈશ?" દિયાએ સામે બેસતા જ પૂછ્યું.
"દિયા વાત એમ છે કે.."રુદ્રએ તેના ગયા પછી હોસ્ટેલની આખી વાત દિયાને કહી
"વૉટ,તારા પપ્પા....આઈ મીન અંકલ એટલા બધા સ્ટ્રીકટ છે!" દિયાએ કઈક આશ્ચર્યથી કહ્યું.
"નથી જ,હું પણ એ જ વિચારું છું કે અચાનક પપ્પાને શુ થઈ ગયું." રુદ્રએ કહ્યું.
"ઓકે તું મારી સાથે થોડીવાર વાત કર તારું મૂડ ઠીક થઈ જશે" દિયાએ કહ્યું.
"દિયા તને એવું લાગે છે કે મેં તને ફક્ત વાત કરીને મૂડ ઠીક કરવા બોલાવી છે?" રુદ્રએ કહ્યું.
"નહિ?,તો પછી?" દિયાએ કઈક વિચારતા પૂછ્યું.
"મેં એક નિર્ણય લીધો છે.હું આ હોસ્ટેલ છોડીને જાવ છું" રુદ્રએ કહ્યું.
"અરે પણ કેમ,આટલી વાતમાં,તારા પપ્પાને ચિંતા થશે" રુદ્રએ કહ્યું.
"મને નથી લાગતું,જો એમને મારી ચિંતા હોત તો પહેલા મારી સાથે વાત કરત નહિ કે રેક્ટર સાથે,એ એમના પોતાના દિકરાને ન સમજી શકે તો પછી.." રુદ્ર બોલતો રહ્યો.
"જો રુદ્ર તું ગુસ્સામાં બોલી રહ્યો છું.મને લાગે છે કે તારા પપ્પાનો કોઈ એવો ઈરાદો નહોતો કે તારું કરિયર બગડે"
"હું જાણું છું,મારા પપ્પા કોઈ દિવસ ખોટા નથી હોતા.હમેશા મારુ સારું જ ઈચ્છે છે.યુ નો મને એક બીમારી ન કહી શકાય એવી એક બીમારી છે.બહુ રેર બીમારી છે. જેનું નામ છે પાર્શિયલ મેમરી ડેમજ ડીસઓર્ડર. આ બીમારીમાં હું મારા ભૂતકાળની કોઈ કોઈ પળ ને ભૂલી જતો હતો.જેમ કે કોઈ મને કઈક સાચવવા આપે અને એજ સમયે મને મેમરી અટેક આવે તો પછી તે વસ્તુ ક્યાં મુકાઈ તે ભૂલી જતો.આ એક એવી બીમારી છે જેમાં મેચ્યોરીટી બહુ ઝડપી આવે છે. કદાચ તને આશ્ચર્ય થશે પણ હું ચાર પાંચ વર્ષની ઉંમરે ઇકોનોમિક ટાઈમ્સ વાંચતો.પણ આ ભૂલવાની બીમારી ખૂબ ખતરનાક હતી.ડોકટરે કહ્યું હતું કે જો આનો જલ્દીથી ઈલાજ નહિ કરવામાં આવે તો હું મારા મમ્મી પપ્પાને પણ ભૂલી જઈશ.આ બીમારી દૂર કરવા માટે મારા પપ્પાએ લગભગ એમની બધી સંપત્તિ વહેંચી દીધેલી,અને લગભગ દસ વર્ષની ઉંમરે હું બિલકુલ સ્વસ્થ થયેલો.ત્યારબાદની લગભગ દરેક પળો મને યાદ છે,એ પહેલાંનો કેટલોક ભૂતકાળ મારા સબકોન્સિયસ માઈન્ડમાં ધરબાયેલો છે ક્યારેક કોઈક ઝટકા સાથે તે યાદ આવે છે.સો માઈ ડેડ ઇસ હીરો ફોર મી" રુદ્રએ એક નજરે જોતા આખી વાત કહી.
"રૂદ્ર થેન્ક ગોડ કે તું સાજો થઈ ગયો,પણ તું આટલું સમજે છે તો પછી કેમ આવું કરે છે?" દિયાએ રુદ્રના ખભા પર હાથ મુકતા કહ્યું.
"આત્મસન્માન દિયા,હું મારા આત્મસન્માન સાથે કોઈ દિવસ કોમ્પરોમાઇઝ નથી કરતો.પછી એ ખુદ મારા પપ્પા જ કેમ ન હોય.જ્યાં તમારી ઈજ્જત ન હોય,તમારા વિચારોની કિંમત ન હોય,જ્યાં તમારી વાતની કોઈ અહેમીયત ન હોય,એ પિંજરામાંથી જેટલા જલ્દી નીકળી શકો એટલા નીકળી જાવ.કોઈને સુધારવા અથવા દલીલ કરવા અથવા કોસવા કરતા પોતે જ ત્યાંથી ચાલ્યા જવું વધારે સારું છે." રુદ્રએ કહ્યું.
"તારી વાત સાચી છે પણ..."
"મને મારા પપ્પાની ચિંતા છે.મને ખબર છે હું આમ કરીને તેમને ખૂબ ટેંશનમાં મૂકી દઈશ,પણ કયારેક એ જરૂરી છે,મારે થોડોક સમય આ ભાગતી દુનિયાથી દુર રહેવું છે.મારે શાંતિથી વિચારવા માટે સમય જોઈએ છે.તે બાદ હું ખુદ પપ્પા પાસે જઈને માફી માંગી લઈશ"
"પણ તું જઈશ ક્યાં?"
"મારા જુના ઘરે,વડોદરાથી થોડે દુર એક ગામમાં છે.મારુ શૈશવ ત્યાં વીતેલું છે.થોડી વાર આ કોન્ક્રીટના જંગલોથી દૂર જઈને રહેવા ઈચ્છું છું"
"પણ ત્યાં તું એકલો?"
"અમારા પડોશી ત્યાં જ રહે છે અને એ ઘર રેગ્યુલર સાફ પણ કરાવતા રહે છે અમે સમરમાં ત્યાં જ હોલીડે માટે જઈએ છીએ."
"પણ તું આમ એકલો? હું પણ સાથે આવી શકું?"
"શુ પાગલ જેવી વાત કરે છે? તું કઈ રીતે આવી શકે? તું અહીં જ રહે આ તો મેં ફક્ત સેફટી ખાતર તને જણાવ્યું છે અને મને પ્રોમિસ કર કે જ્યાં સુધી બહુ જરૂર ન લાગે ત્યાં સુધી તું કોઈને નહિ કહે." રુદ્રએ કહ્યું.
"એક શરતે તું મારા કોન્ટેકટમાં રહેજે અને આ મેટર દિવાળી પહેલા જ પતાવજે" દિયાએ કહ્યું.
"મંજુર હું બને એટલી અપડેટ તને આપી દઈશ"
"ઠીક છે તો પછી,તો ક્યારે નીકળવું છે?" દિયાએ કહ્યું
"બસ એકાદ કલાક પછી"
"તો આ લે આ રાખ,તે જે મને પૈસા આપ્યા હતા એ" દિયાએ તેના પર્સમાંથી રૂપિયા કાઢી રુદ્રને આપતા કહ્યું.
"તારે જરૂર પડશે તું રાખ"
"મારા કરતાં તારે વધારે જરૂર પડશે.તું જ રાખ અને હા હું અહી જ એક કલાક બેસવાની છું.પછી જ તું જજે" દિયાએ કહ્યું.
બન્ને વાતે વળગ્યા. લગભગ એકાદ કલાક તેમને વાતો કરી હશે.ત્યારબાદ રુદ્રએ દિયા પાસે મોબાઈલ માંગ્યો.તેમાં યુટ્યુબ ખોલ્યું તેમાં પહેલા બે ચાર વિડિઓ બીટકોઇન વિશે હતા."દિયા તું પણ બીકોઈન વિશે સર્ચ કરે છે"
"ના આજે જ કર્યા તે કહ્યું હતું ને કે તારે ક્રિપટો વિશે જાણવું જોઈએ એટલા માટે" દિયાએ કહ્યું.
રુદ્રના મગજમાં એક વિડિઓની થંબ્નેઇલ ફ્લેશ થઈ તે કઈક આ મુજબ હતી,'બ્લૉકચેઇન ઔર ક્રિપ્ટો કે બારેમેં ડિટેઇલમેં જાને' રુદ્રના માથામાં હજી વાગેલી સોટીના સણકા ઉપડી રહ્યા હતા.તેને દિયાને વિદાઈ કરી.તેને બેગમાંથી એક સીમકાર્ડ અને એક ડોંગલ કાઢ્યું.આ રુદ્રનું બીજું સીમકાર્ડ હતું.તેના વિશે લગભગ કોઈને ખબર નહોતી. તેને તે સીમકાર્ડ લેપટોપમાં કનેક્ટ કર્યું. તેને ફરી તે જ વિડિઓ સર્ચ માર્યો.તેને બ્લોકચેઇન, ક્રિપટો અને બીટકોઈન વિશે માહિતી હતી તેમ છતાં તે જેમ એ વિડિઓ જોતો ગયો તેમ તેને કઈક અલગ જ અહેસાસ થતો ગયો.તેના મનમાં ઉઠતા સણકા હવે ખૂબ દર્દનાખ થઈ રહ્યા હતા.તેના શૈશવનું એક એવું પાનું ખુલી રહ્યું હતું જે તેનું આખું જીવન બદલી નાખવાનું હતું.તેને તેના મગજમાં જોર આપ્યું.તેને પીડા થઈ રહી હતી પણ તેની તેને કોઈ પરવા ન હતી.તેનું મગજ તેને કઈક યાદ અપાવવા મથતું હતું.તેનું મગજ અત્યારે ખૂબ સ્પીડથી ચાલી રહ્યું હતું.તેના ધબકારા વધી ગયા હતા.તેના શ્વાસ બેઠા બેઠા જ ફૂલી ગયા હતા.તેને એક પછી એક વાત યાદ આવી રહી હતી.તેની બીમારીના લીધે ભૂલેલી એક ધરબાયેલી યાદ તેના મસ્તીસ્કમાં કોઈ રીલની જેમ ચાલવા લાગી.તેના મનના એક દ્રશ્ય ઉભર્યું.કઈક ધૂંધળી યાદ તાજી થવા લાગી.કોઈ સત્ય આળસ મરડીને ઉભું થવા લાગ્યું.તેનું મગજ કોઈ ધમણની જેમ પ્રક્રિયાઓ કરવા લાગ્યું.તે ખૂબ ઝડપથી વિચારી રહ્યો હતો.તેને હવે આસપાસની પરિસ્થિતિનો કોઈ ખ્યાલ નહોતો તે ક્યાં બેઠો છે તેનું પણ તેને ધ્યાન ન હતું.તેની સામે હતો એક ભૂંસાયેલો ભુતકાળ.
ક્રમશ:....