Mr. Bitcoin - 9 in Gujarati Classic Stories by Divyesh Labkamana books and stories PDF | મિસ્ટર બીટકોઈન - 9

Featured Books
Categories
Share

મિસ્ટર બીટકોઈન - 9


પ્રકરણ 9

        સાડા દસ થયા.બીટકોઇન લાઈવ થઈ ગયો હતો અને ભાવ 0.0008 ડોલર આવી રહ્યો હતો.રુદ્રએ તરત એક્શન લીધી,અને મોઇનપલ પર તેને 130 ડોલરના બીટકોઇન બાય કરવાનો ઓર્ડર લગાવી,પોતાના બીટકોઇન વોલેટનું એડ્રેસ નાખ્યું.લગભગ પાંચેક મિનિટમાં તે ઓર્ડર સક્સેસફૂલ થયો હતો.તેને તેનું બીટકોઇન વોલેટ રિકવરી કોડ થતા પાસવર્ડ નાખી ખોલીને રાખ્યું.તેમાં તેને લગભગ દસેક મિનિટ જેવી રાહ જોવી પડી.ત્યાર બાદ તેનું બેલેન્સ અપડેટ થયું અને તેમાં લગભગ એક લાખ બાસઠ હજાર પાંચસો(1,62,500) બીટકોઇન ડિપોઝિટ થયા.રુદ્રને લગભગ આજ જેટલી ખુશી કોઈ દિવસ નહોતી થઈ.આ તેનું પહેલું ઇન્વેસ્ટમેન્ટ હતું.તેને એવી કોઈ લાલચ નોહતી કે તેના રૂપિયા રાતોરાત ડબલ થઈ જાય,તેમ છતાં તે તેનું એનાલિસિસ અને આ ન્યુ ટેકનોલોજીને અજમાવવા માંગતો હતો.

        તેની સામે હવે એક પરેશાની પણ હતી.તે કોઈ કોઈ વાત ભૂલી જતો હતો,તેની બીમારી જ એવી હતી.શાર્પ માઈન્ડ સાથે ભુલ્લક્કડ બુદ્ધિ.જો તે બીટકોઇનના રિકવરી કોડ ભૂલી જાય તો પછી તે બીટકોઇન પાછા મેળવવા શક્ય નહોતા.તેને એક આઈડિયા આવ્યો,તેને પીસીમાં તે કોડની એક પીડીએફ બનાવી અને તેને હમણા જ નવી બનાવેલી જીમેઈલથી ગૂગલ-ડ્રાઇવમાં અપલોડ કરી દીધી,ત્યારબાદ તેને ભૂલ્યા વગર કોમ્પ્યુટરમાંથી તે પીડીએફ અને ઇમેઇલ ડીલીટ થતા સાઈન આઉટ કર્યા.અને ક્રોમમાં ખોલેલી બધી ટેબ્સ બંધ કરી

        તેને પોતાની સામે પડેલા બે પેઈજ જોયા તે બન્નેમાં પણ તે કોડ લખેલા હતા.તે તેને સાચવવા શુ કરે.તેને તે કાગળ બેગમાં નાખ્યા.તે ઉભો થયો અને પીસી બંધ કર્યું.સાઇબર કેફે વાળાને થેન્કયુ કહી બહાર નીકળ્યો તેના નસીબ સારા હતા.અગિયાર વાગ્યા વાળી બસ તેને ત્યાં જ મળી ગઈ તે અંદર બેઠો અને ચેક કરી લીધું કે કોઈ ઓળખીતુ બસમાં નથી બેઠું.

 *****************

           રુદ્ર ઘરે પહોંચ્યો ત્યારે રસોઈ બની ગઈ હતી.તેના પપ્પા જમવા બેઠા હતા તે પણ ચૂપચાપ બેગ અને મોબાઈલ રૂમમાં મૂકી તેના પપ્પાની બાજુમાં જમવા બેસી ગયો.

           "રુદ્ર આજે તો રવિવાર હતો શુ કર્યું આજે આખો દિવસ?" મહેશભાઈએ પૂછ્યું.

       "કશું જ નહીં પપ્પા મિત્રો સાથે ગેમ રમ્યો"

        "અરે બેટા,મોબાઈલ કરતા કોઈ આઉટડોર ગેમ રમો તો શારીરિક વિકાસ થાય"

         "અરે પપ્પા બહાર તડકો કેટલો છે એ જોયું છે,અને આ વરસાદ હજી નથી આવ્યો"

          "તે બરાબર કહે છે આટલા તડકાનો બહાર રમશે તો માંદો પડી જશે" વનીતા બહેને વચમાં ડબકુ મુકતા કહ્યું.

           "ના વાત તો સાચી છે આટલાં તડકામાં ઘરમાં રહો એજ સારું છે,પણ આખો દિવસ સુઈ રહેવું એ પણ સારું નથી."

         "એ તો સવારમાં છ વાગ્યાનો જાગ્યો છે" વનિતાબહેને કહ્યું.

        "કેમ એટલું જલ્દી બેટા?"

         "અરે પપ્પા તમને નથી ખબર સેવન બીલીનીયર હેબીટમાંની એક હેબીટ છે કે સવારમાં જલ્દી ઉઠી જવું" રુદ્રએ જમતા-જમતા જવાબ આપ્યો.

         "વાહ,ખૂબ સારી આદત છે આ આદત જીવનભર રાખજે" મહેશ ભાઇએ કહ્યું.તે ભગવાનનો આભાર માની રહ્યા હતા,રુદ્રને થોડીક માનસિક બીમારી જરૂર હતી પણ તે બીજા લોકો કરતા તદ્દન અલગ હતો. તે લગભગ સાત વર્ષની ઉંમરે બીલીનીયર બનવાની વાત કરી રહ્યો હતો.

*****************
    
         રુદ્રના પપ્પા જમીને હોટેલ્સ તરફ નીકળ્યા હતા અને વનિતાબહેન રોજિંદી ટેવ મુજબ બપોરે ઊંઘી ગયા હતા.રુદ્ર પોતાના થેલામાંથી બે પેઈજ લઈને ફરીથી પહેલા માળે સ્ટોરરૂમ તરફ ગયો હતો.તેને સમજાતું નહોતું કે તે આ કાગળને ક્યાં સાંભળીને રાખે.તેને આજુબાજુ નજર કરી પણ એવી કોઈ જગ્યા તેને મળી નહિ કે જ્યાં આ કાગળ બે-ચાર વર્ષ સુરક્ષિત રહે.તે ઘણીવાર વિચારતો બેસી રહ્યો.અચાનક તેની નજર બુટના ખોખા પર ગઈ,જે થોડા દિવસો પહેલા જ તેના પપ્પા દ્વારા ત્યાં મુકાયું હતું.તે કઈક વિચારતો તે સ્ટોરરૂમની કલર કર્યા વગરની,પ્લાસ્ટર વાળી દીવાલને જોઈ રહ્યો,ત્યાં એક છેદ હતો,તેને તે જોયો અને મુખ પર એક સ્મિત આવ્યું.

       તેને તે બન્ને કાગળ પોતાના ખીચામાં નાખ્યા અને પછી એક પ્લાસ્ટિકનું વાસણ લઈ ઘરની બહાર નીકળ્યો.તેને ખબર હતી કે ઘરની પાસે એક કન્સ્ટ્રકશનનું કામ ચાલે છે તે ત્યાં ગયો,ત્યાં લગભગ સિક્યુરિટી સિવાય કોઈ નહોતું.તે સિક્યોરિટીને પૂછી થોડી સિમેન્ટ લઈ આવ્યો.સિક્યોરિટી માટે ના પાડવાનો કોઈ સવાલ નહોતો કેમ કે ઘણીવાર રુદ્રના મમ્મી તેમના બધા માટે ચા નાસ્તો અને ક્યારેક તો જમવા પણ બોલાવી લેતા.

         રુદ્રએ ઉપર જઈ,સિમેન્ટને પાણીમાં બરોબર પલાળી,ત્યારબાદ બે નાની પ્લાસ્ટિકની કોથળી લીધી અને બુટના ખોખામાં પડેલ સિલિકા જેલ કાઢ્યું. તેને થોડું પ્લાસ્ટિકની કોથળીમાં કાઢ્યું ત્યારબાદ તેને તેમાં બે માંથી એક કાગળ કાઢ્યું અને પછી તે થેલીને હવા ચુસ્ત રહે તેમ સ્ટેપલર માર્યું તેને બીજી એક થેલીમાં નાખી તેને પણ તેજ રીતે સિલિકાજેલથી ભરી સ્ટેપલર મારી તેને.દીવાલમાં રહેલ હોલમાં મૂકી.તેને સિમેન્ટથી ભરી દીધો અને પછી બધી વસ્તુ જેમ હતી તેમ કરી નાખી.હકીકતમાં રુદ્ર પોતે આ નહોતો કરી રહ્યો પણ તેને જ્યારે પણ કોઈ મેમરી અટેક આવવાની તૈયારી હોય ત્યારે તે વસ્તુને ખૂબ એક્સ્ટ્રીમ સુધી લઈ જતો,અને સામાન્ય લોકો પાગલ ગણે તેવા કામો કરતો.

          તે નીચે રૂમમાં ગયો અને બીજો કાગળનો ટુકડો એક મોટા પિટારામાં મુક્યો.તે જાણતો હતો કે આ પિટારો કોઈ ભાગ્યે જ ખોલે છે તેમ છતાં જો કોઈ આ કાગળને બહાર ફેંકી દે તો ઉપાઘી ન થાય તે માટે તેને બાર શબ્દોમાંથી મેંગો અને બાયસિકલ નામના બે શબ્દો છેલ્લેથી કાઢી નાખ્યા.

          રુદ્ર આટલું કરીને ખાટલે બેઠો.તેનું મગજ ખૂબ ભારી થઈ રહ્યું હતું.તેને મગજમા ખૂબ સણકા ઉપડી રહયા હતા.તેનું મગજ હવે વિચારવા સમક્ષ નોહતું.તેની આંખો અર્ધખુલ્લી હતી.તે કઈક બોલી રહ્યો હતો પણ કોઈ સ્પષ્ટ શબ્દો નીકળી રહ્યા નોહતા.તે ધીરે ધીરે થાકી રહ્યો હોય એમ ઢીલો પડી રહ્યો હતો.તે પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેનું માથું ખૂબ ભારે થઈ ગયું હતું.હવે તેને પોતાની અર્ધખુલ્લી આંખમાંથી બધું ભમતું હોય એવું લાગી રહ્યું હતું.તેના છેલ્લાં પ્રતિભાવ સ્વરૂપે મગજમાં ઉઠતા અતિ-દુઃખભર્યા સણકા સ્વરૂપે એક ચીસ પડી અને તેની આંખો બંધ થઈ.

          આ ચીસ સાંભળી વનિતા બહેને સફાળા જગ્યા હતા અને રુદ્રને જોઈને તેમની પણ એક ચીસ નીકળી ગઇ હતી. તેમની જાગૃતતાએ સમયે સાથ આપ્યો હતો.તેમને પહેલા એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો ત્યારબાદ તેમને મહેશભાઈને ફોન કર્યો હતો.લગભગ અડધી જ કલાકમાં રુદ્રને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.મહેશભાઈ તાબડતોબ હોસ્પિટલે પહોંચ્યા હતા.રુદ્રને એક હોસ્પિટલ પણ ચેન્જ કરવી પડી હતી.હોસ્પિટલ વાળાએ રુદ્રને કોઈ સાઇકીયાટ્રિક્સ અથવા ન્યુરોસર્જન પાસે લઈ જવામાં આવ્યો હતો.તેનો ત્યાં લગભગ એક મહિનો ઈલાજ ચાલ્યો હતો.તેને આ વખતે જે મેમરી અટેક આવ્યો તે ખૂબ ભયંકર હતો પણ તેને સંપુર્ણ ઠીક કરવા માટે ડોકટરે હિદાયત આપી હતી.આ માટે મહેશભાઈએ તેમની હોટલ્સ વેચીને હોસ્પિટલના બિલ પેય કર્યા હતા.તેમ છતાં ડોકટરે કહ્યું હતું કે રુદ્રમાં 99 ટકા રિકવરી છે.તેમ છતાં તેને કોઈ પણ ઉંમરે આવા અટેક આવી શકે છે,પણ તે આટલા ભયંકર નહિ હોય તેની ખાતરી ડોક્ટરે આપી હતી.

         રુદ્ર ઠીક તો થઈ ગયો હતો પણ તેના જીવનમાંથી છેલ્લા બે ત્રણ મહિનાની યાદો ભૂંસાઈ ગઈ હતી.હકીકતમાં અવચેતન મનના કોઈ એક ખૂણામાં ધરબાઈ ગઈ હતી.ત્યારબાદ તેને ફક્ત એક જ વાર અટેક આવ્યો હતો જે હતો તેર વર્ષની ઉંમરે અને તેમાં તેની ફક્ત એક દિવસની યાદ ભૂંસાઈ હતી.રુદ્રના મમ્મી પપ્પા આ હદે રિકવરી જોઈ ઘણા ખુશ હતા.તેઓને બિલકુલ આશા નહોતી કે રુદ્રમાં આ હદે ફેરફાર આવી શકે છે તે હવે નૉર્મલ બાળકોની જેમ રહેવા લાગ્યો હતો.હકીકતમાં રુદ્ર પહેલા જેવો જ હતો પરતું મમ્મી પપ્પા સામે તે સાધારણ રહેવાનો ડોળ કરતો.

**************

ક્રમશ: