શૌર્ય ના ફોન માં તેના આસિસ્ટન્ટ નો ફોન આવ્યો.
શૌર્ય કોલ રીસીવ કરે છે. હેલો, કંઈ કામ બન્યું કે?..
આસિસ્ટન્ટ: હા સર મિટિંગ ફાઇનલ થઈ ગઈ છે એન્ડ બાર દિવસ પછી માલ ડિલિવર થશે. બધું તમારા કહ્યા પ્રમાણે જ થયું છે.
શૌર્ય: ઓકે ગુડ! કોઈ ને શક તો નથી થયો ને..
આસિસ્ટન્ટ: "નહીં સર! પરંતુ ત્યાં શોભિત હાજીર હતો એવું લાગી રહ્યું હતું કે એમણે પણ એમની સાથે જ કામ માં જોડાયેલો છે".
શૌર્ય: "વ્હોટ! શોભિત..... એને તો મેં મોકલ્યો હતો અને એ પણ એની સાથે મળી ગયો... શોભિત તને તો હું પછી જોઈ લઈશ. ધ્યાન રહે થોડી ભૂલ પણ મુશ્કેલી ઊભી કરી શકે." હવે આગળ શું કરવાનું છે એની ખબર તો છે ને?
આસિસ્ટન્ટ: હા સર!...
શૌર્ય ધીમેથી ફોન ટેબલ પર મૂકે છે. આંખો અંદર સુધી ઘૂસેલી લાગે છે, તેની મજબૂત હથેળી ધીમે ધીમે મુઠ્ઠી બની જાય છે, રગો તણાઈ જાય છે. શૌર્ય આગળના દસ સેકંડ શાંતિથી જ બેઠો રહે છે…પણ અંદર ઉકળતી આગ તેના મનને શાંત રહેવા દેતી નથી. તેની ત્રાટક દ્રષ્ટિ એક ટક પર જમતી જાય છે… "શોભિત… જે માણસને મેં પોતાનો માની મોકલ્યો હતો એ મારી પાછળ છરી ઘોપે છે…"
તેની ઉગ્ર દ્રષ્ટિ જેણે પણ જોઈ હોય એને તરત સમજાઈ જાય કે શૌર્ય હવે ચૂપ બેસવાનો નથી.એ ઊંડા શ્વાસ લે છે, પોતાની જ શાલીન અવાજમાં ભભૂકતો સંકલ્પ કરે છે
"આખો ખેલ હવે હું રમીશ...શોભિત પણ એના પરિણામ માટે તૈયાર રહે..."
___________________________________________
ગોડાઉન માં કામનો ઉલ્લાસ જોવા લાયક હતો. ઘણા દિવસો પસાર થઈ ગયા હતા. મજૂરો થી લઈને મેનેજર સુધી દરેક પોતાનાં કામમાં વ્યસ્ત અને તત્પર હતા. મસાલાના મહેક સાથે ગોડાઉન માં એક જુસ્સો છલકાતો હતો. એવામાં ઓફિસ ના ફોનમાં કોલ આવ્યો…
નંદિની એક ક્ષણ માટે કામમાંથી ધ્યાન ખેચી ને ફોન તરફ વળી. મોબાઈલની સ્ક્રીન પર અજાણ્યા નંબર નો ફ્લેશ જોવા મળ્યો. તેણે ધીમેધીમે ફોન રીસીવ કર્યો.
“હેલો, નંદિની બોલું છું… આપ કોણ બોલી રહ્યા છો?”
સામેથી એક નાજુક પણ ઉતાવળ ભર્યો અવાજ આવ્યો,
“જી મેડમ! હુ નવા ડીલર માંથી મેનેજર બોલી રહ્યો છું. અમારું સ્ટાર્ટઅપ છે અને અમારા સર ની ખાસ માંગ છે કે માલ સમયસર પહોંચવો જોઈએ. આજનું શુભ મુહૂર્ત છે, તો અમારી વિનંતી છે કે જેટલો પણ તૈયાર જથ્થો છે એ અમને આજ મોકલી શકશો?”
નંદિની ક્ષણ ભર માટે વિચારમાં પડી. પછી મૃદુ અવાજે જવાબ આપ્યો, “સારું, હું સમગ્ર સ્ટોક ચેક કરી ને તમને થોડીવારમાં જાણ કરીશ.” ફોન મુકતાની સાથે જ તે બધાં ને બોલાવે છે. સૌના ચહેરા પર ઉત્સુકતા જોવા મળે છે. નંદિની માહિતી આપે છે અને સૌની સર્વસંમતિથી ઓર્ડર મોકલવાનો નિર્ણય કરે છે.
નંદિની ફરી ફોન મેળવે છે. “હેલો સર… ઓર્ડર માટે અમે તૈયાર છીએ, તમે આપનો એડ્રેસ શેર કરી શકશો?”
સામેથી એડ્રેસ આપવામાં આવે છે. નંદિની દરેક વિગતો પોતાના ડાયરીમાં નોંધે છે, ગોડાઉન નું વાતાવરણ વધુ દ્રઢ અને જવાબદારીભર્યું બની જાય છે. એક નવા વિશ્વાસ સાથે દરેક લોકો પોતાના કામે લાગી જાય છે.
ગોડાઉનનો કામકાજ હવે પૂર્ણતાની નજીક પહોંચ્યું હતું. આખો માલ સાવધાનીપૂર્વક પેક થઈ ગયો હતો અને ગ્રાહકના જણાવેલા સરનામે રવાના પણ કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં માલ મળ્યાનો સંદેશો પણ આવી ગયો.
શોભિત થોડી ઉત્સુકતા સાથે નંદિની તરફ જોઈને બોલ્યો,
“નંદિની, હવે આગળ શું પગલું ભરવાનું છે?”
નંદિની એકદમ શાંત હતી, પણ આંખોમાં ગંભીરતા છલકાતી હતી. દૃઢ સ્વરે બોલી, “શોભિત, જો બધું એવું જ થઈ રહ્યું હોય જેવું આપણે અનુમાન્યુ છે, તો હવે આપણને વધારે કંઈ કરવાની જરૂર પડશે નહીં. જે કરવું છે તે સામે પક્ષે કરવું પડશે… અને તેનો પર્દાફાશ કાલ સુધીમાં થઇ જશે. આપણે બસ સતર્ક થઈ રહેવાનું છે.
બધા ને નંદિનીના શબ્દો સાંભળી શાંતિ થઈ, પણ મનમાં અનેક પ્રશ્નો ઊઠવા લાગ્યા. બધા થોડા સમય માટે ખામોશ રહ્યા. ઓફિસના ખૂણે રાખેલી ઘડીયાળ નું ટિકટિક અવાજ પણ તેમને સ્પષ્ટ સંભળાતો હતો. તીવ્ર શાંતિ વચ્ચે નંદિની ધીરે ધીરે ચહેરા પર સ્મિત સાથે બોલી
“શોભિત, હવે કામનું અસલી રમણ શરૂ થશે. સામે પક્ષે જે ખેલ રમ્યો હશે એ જાણવું બહુ જરૂરી છે.
શોભિત તરત પોતાનો લેપટોપ ખોલી જરૂરી ફાઇલો ખોલવા લાગ્યો. “મેં એક ટ્રેકિંગ સિસ્ટમ લગાવી છે, જે માલ પહોંચ્યા પછી પણ તેની ગતિશીલતા પર નજર રાખશે. જો સામે પક્ષે કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ કરે તો તરત આપણને જાણ થઈ જશે.”
સુમન: હા, ખૂબ સારો આઇડિયા છે ટ્રેકિંગ સિસ્ટમ નો.
ગુડ જોબ શોભિત;( સ્નેહ ભર્યા શબ્દો માં બોલી)
શોભિત: "થેંક્યું સુમન"....
બહાર ચોમાસા ની શાંત સાંજ ધીમે ધીમે ઘેરાતી હતી, પણ ઓફિસની અંદર એક શાંત યોધ્ધા જેવી તૈયારી ચાલી રહી હતી.બધા ઘરે જવા નીકળી ગયા. શોભિત સુમન પાસે જઈ બોલે છે. હું ઘર સુધી છોડી જાવ?...
સુમન હળવાશથી થોડુ સ્મિત કરી ના પાડે છે. હું જતી રહીશ.
"શોભિત સુમન સામું પ્યાર ભરી નજરે જોઈ રહ્યો છે. ઓકે!તો પછી ક્યારેક મૂકી જાય".
સુમન થોડી શરમાય જાય છે ને પાછળ જોયા વગર ઘરે જવા નીકળી ગઈ. બંને ના ચહેરા પર સ્મિત હતા. જાણે એ ખુશી મા પણ ખુશી અનુભવી રહ્યાં હોય.
નંદિની ક્યારે ઘરે પહોંચે એ વસુંધરા રાહ જોઈ રહ્યા હતા.
"આવી ગઈ દીકરી!"
નંદિની ને ઘર મા પ્રવેશતા એવો પ્રેમાળ અવાજ સંભળાયો. નંદિની પણ થાક ભુલાવી હળવી સ્માઈલ સાથે બોલી હા માં.
બાપુ પણ અખબાર મૂકીને બોલ્યા, "આજ થોડું મોડું થયું છે ને? બધું ઠીક છે ને દીકરી?"
નંદિનીએ ધીમા અવાજે જવાબ આપ્યો, “હા બાપુ, બધું ઠીક છે....આજે કામ વધુ હતું.”
એના અવાજમાં ઘર ની શાંતિ અને માતા-પિતા ના સ્નેહની ઉર્જા હતી.
નંદિની માં બાપુ સાથે બેઠી, થોડીક મસ્તીભરી વાતો કરી. બાપુ તેમના જુના કિસ્સા યાદ કરી હસાવતા અને મમ્મી નાની નાની ચિંતા પૂછતી. એ પળોમાં નંદિનીએ અનુભવ્યું કે દુનિયાના દબાણો વચ્ચે પણ ઘરના પ્રેમને કોઈ હારી શકે નહીં. માં બાપુ ની વાતો સાંભળી તેનું મન શાંત થઈ ગયું. એક અલગ જ ઊર્જા મળતી હતી… સાચો સ્નેહ, સાચું મનગમતું ઘર… જ્યાં શબ્દોની જરૂર ન પડી શકે એવી શાંતિ હતી. તેના બાપુ નંદિની ને વિચારતા જોઈ પૂછે છે; શું વિચારી રહી છો બેટા!
નંદિની: કંઈ નહીં બાપુ, બસ એમજ..... બધા હસતાં હસતાં જમે છે. નંદિની સૂતી હતી, એને વિચાર આવ્યો... મેં મારા બાપુ સાથે અત્યાર સુધીમાં એક પણ વાત નથી છુપાવી. શૌર્ય ની વાત તો મેં ક્યારેય બાપુ સાથે નથી કરી. સમય મળતાં મારે આ વાત જણાવવી જોઈએ. પોતાની સાથે વાતો કરતી તે ગાઢ નિંદ્રામાં સૂય ગઈ.
"શું શૌર્યના ષડયંત્રો સફળ થશે કે નંદિનીની સચ્ચાઈ જીતશે?"
શું ધમાકો થશે આગલી સવારમાં?...
જાણવા આગળ જોડાય રહો. અને ફોલો કરો.
નંદિની... એક પ્રેમકથા