સાવીએ સરલા ને સારા જેમ્સ કહ્યું પછી હસી..સારાએ થોડું મ્લાન હસી કહ્યું “સરલા થી સારા જેમ્સ સુધીની સફર આમ સરળ નથી રહી સાવી…” એની આંખનાં ખૂણા ભીંજાયા પછી સવસ્થ થઇ બીયરના ગ્લાસ ઉંચકી હળવેથી ટકરાવી બોલી “ સાવી હું ઇન્સ્ટા તથા બીજા સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર સારા જેમ્સથી પ્રખ્યાત છું કુખ્યાત નથી..મારા રીલ મારી મસ્તી ડાન્સ બધું જબરજસ્ત વાઇરલ થાય છે લાખો ફોલોવર હવે તો થઇ ગયા છે..આ સરળ સીધી સરલા મુંબઈની મુર્ગી વાઇરલ છે..પછી લાંબી સીપ લીધી..
સાવીએ કહ્યું તારે કશું રેકર્ડ કરવું છે? તું તારી સ્ટાઈલમાં બોલ હું રીલ બનાવું. મારી રીલની રાણી …” એમ કહી સાવીએ પણ સીપ મારી.. સારાએ કહ્યું “હમણાં વાર છે થોડો માહોલ ગરમ થવા દે..મજા છવાય દિલમાં પછી સ્ફુરે..દિલ પછી બોલે નહીં ચહેકે ..એમ રીલ નહીં બને..” એ પછી થોડી ઉદાસ થઇ. સાવીએ વાત બદલવા કહ્યું“ સારા કેમ તારી નાઈટ શિફ્ટ કેન્સલ થઈ ?” સારાએ આંખ મારી કહ્યું“ મારો બોસ આજે રાત્રે એની ખાસ રાં….ને બોલાવી છે હું એનાં દાવમાં નથી આવતી એટલે ફ્રાઈડે ઉજવવા મને ના પડી શિફ્ટ ચેન્જ કરી નાખી.. આમેય મારો મૂડ આજે બીજો હતો..છોડને એ બાસ્ટર્ડની વાત.. હું પણ ક્યાં એની કહાની કરવા બેઠી એન્જોય કર..”
“ સાવી હું અહીં તારાથી વહેલી આવી…આવી નથી..મોકલવામાં આવી ધકેલવામાં આવી છે..મારી માંએજ મને એનાથી દૂર કાઢી..બધો ખર્ચ એ મોકલે છે હું મારી મરજી મસ્તી માટે ટાઈમપાસ જોબ કરું છું રીલ કરી વાઇરલ થઈ મૌજ કરું છું સરલાથી સારા જેમ્સ બની જીવું છું.” એમ બોલતા બોલતા ચહેરા પર આવતા ઉદાસીની રેખાઓ છુપાવી ના સકી. એને બિયર એક સાથે પીને પૂરો કર્યો .સાવીએ એનો મૂડ સરખો કરવા કહ્યું“ બીજો ગ્લાસ ભરને..” બાજુમાં મોટો જગ ભરેલો હતો..સાવીએજ ગ્લાસ ભરી આપ્યો. “ સાવી તનેખબર છે? જેમ જેમ બિયર પેટમાં જાય છે..દિલની વાત બહાર આવે છે..પણ ઉદાસી ભરી વાતો નથી કરવી નહિતર રીલ સારી નહીં થાય.. “ સારા.. આ માહોલ મસ્ત બની રહ્યો છે મહેફિલ જામતી જાય છે ભીડ જામતી જાય છે જો. મને આવો દુનિયા ભૂલી મસ્તી કરતા લોકોને જોવાનો માહોલ માણવો ગમે છે. આઈ લવ ઈટ ..નશો ચિંતા…ડર કાપી આનંદ અને ઉન્માદ આપે છે..આવું મને પણ ગમે છે બસ..એક..” સાવી બોલી રહી છે ત્યાં બાર રૂમમાં ત્રણ જણા એન્ટ્રી લે છે..સાવી એલોકોને જોઈ ચમકે છે એ સારાનોહાથ દાબી એને એ તરફ જોવા કહે છે. સારા નશીલી આંખે સાવીએ ઈશારો કર્યો એ તરફ જુએ છે એણે હસીને કહ્યું “વાહ આજે તનેઆ ધનુષ બે વાર મળશે.એની સાથે એની ખાસ ગર્લફ્રેન્ડ અને પાર્ટનર છે ભૈરવી.. પૂનાની છે સારી છોકરી છે..પણ સાથે આ છોકરો નવો છે..હજી સારા સાવીનેબધાની ઓળખ આપે ત્યાંતો પેલો ધનુષ હસતો હસતો એલોકો તરફજ આવ્યો એનો એક હાથ ભૈરવીની કેડમાં હતો બીજો હાથ પેલા છોકરાના ખભે હતો. એણે સારાને જોઈ કહ્યું“ હેય જેમ્સ..ગ્લેડ ટુ મીટ યુ..પછી સાવી તરફ જોઈ કહ્યું“ ઓહ સાવી તું ? સારા સાથે? ઓહ તો સારા તારી રૂમમેટ છે? “ સાવીએ
કહ્યું “ના હુંસારાની રૂમમેટ છું સાવીનો જવાબ સાંભળી સારા હસી પડી ..ધનુષ વિચલિત થયા વિના બોલ્યો “
ગુડ આન્સર..તે સાચું કહ્યું..બાય ધ વે આ મારી એવરીથીંગ ભૈરવી ઠાકરે..ફ્રોમ પુણે અને આ મારો મિત્ર સોહમ ફ્રોમ મુંબઈ પાર્લે….
બધાએ એકબીજાને હેલો કીધું અને એ લોકો બાજુના ટેબલ પરજ ગોઠવાયા જે આમનાં ટેબલથી થોડું
આગળ તરફ હતું. સારાએ વિવેક કર્યો કે એ ઓર્ડર કરે..ધનુષ્ય થેન્ક્સ કહી કીધું “પરદેશમાં આવી ફોર્માલિટી નહીં કરવાની..મોંઘી પડે..હું મુંબઈ આવીશ ત્યારે મહેમાનગતિ માણીશ” એમ કહી હસ્યો.
સારાએ હસીને થેન્ક્સ કહ્યું..આ સાંભળી બધા એક સાથે હસી પડ્યા.. ધનુષે ભૈરવી અને સોહમને પૂછી પ રુબીને બોલાવી ઓર્ડર કર્યો ..એ લોકો એમની વાતમાં વ્યસ્ત થયા. સારા અને સાવી એમના મૂડમાં હતા. બાર
રૂમમાં જોર જોરથી ઈંગ્લીશ મ્યુઝિક વાગવા લાગ્યું. પહેલા કરતા વધુ કપલ્સ અને સિંગલ્સ નાચી રહેલા. ઘણા બરાબર ઝૂમ બરાબર ઝૂમ હતા. ડ્રિંક્સ સિગરેટ બધાનું પોલ્યુશન વધી રહેલું સાથે મ્યુઝિક હવે ઘોંઘાટ લાગી રહેલું..બધા બધી શરમ છોડી મજા લૂંટવામાં હતા..સાવી જોઈ રહેલી ઓઝી કરતા ઇન્ડિયન કપલ વધુ બિભત્સતાથી વર્તી રહેલા..હોઠ ચૂસી રહેલા સાથે સાથે હાથ એવી એવી જગ્યાએ સ્પર્શ કરતા હતા એને જોઈને સૂગ ચઢી રહેલી એ બોલી “ સારા આ લોકોતો અહીં આવી આપણા દેશનું નામ બોળવાના છે.
સારાએ કહ્યું “એય સાવી તું મંદિરમાં નથી તું બાર રૂમમાં છે..એન્જોય આ બધાની પણ મજા છે એમ કહી હોઠ પર જીભ ફેરવી હસી પડી..સાવીએ કહું“ તુંતો સાવ નાલાયક છે..” સારા એ કહ્યું“ થેન્ક્સ”..
ત્યાં ધનુષ એની જગ્યાએથી ઉઠ્યો અને ડાન્સ ફ્લોર પર જઈ એનાઉન્સ કર્યું.. આ ઘોંઘાટ બંધ કરો..મારો ફ્રેન્ડ સોહમ એક સરસ રજુઆત કરે છે પ્લીઝ.. કોઓપરેટ.. બધા આષ્ચર્યથી સાંભળી રહ્યા..ગોરીયા નશામાં હતા એમને કશું સમજાયું નહીં પણ..મ્યુઝિક બંધ થયું. ઇન્ડિયન બાર ઓવનરે તરત રિસ્પોન્સ કર્યો ..બધાની નજર હવે ધનુષ અને એના મિત્ર સોહમ તરફ થઇ..
વધુ આવતા અંકે પ્રકરણ 4.