AnokhiSafar - Amavasyathi Purnima Sudhi... - 10 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -10

Featured Books
Categories
Share

અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -10

સહ્યાદ્રીનાં સુંદર હરિયાળા પર્વતમાળાના ડુંગરા આજે જાણે ખીલી ઊઠ્યાં હતા..તળેટીથી ઉપર આવતી

બધી કેડીઓ બેઉ પ્રેમી હૈયાંને વધાવવા તતપર હતા.. મીઠો..જાણે સુરાહીમાંથી આવતો હોય એવો પવન.. આજે માદક લાગતો હતો..વૃક્ષો છોડવાઓ પર રંગબેરંગી ફૂલ એમની સુગંધ પ્રસરાવી રહેલાં..પવનથી વૃક્ષોની ડાળીઓ હિલોળા લેતી હતી. નભ એકદમ સ્વચ્છ ભૂરું ભૂરું પ્રણયભીનું લાગી રહેલું..બે જુવાન હૈયાં મારતી બાઇકે ડુંગરની તળેટીથી કેડીઓમાં ચાલી રહી હતી..સોહમની પાછળ કસીને વળગીને બેઠેલી વિશ્વા જાણે સ્વર્ગમાં વિહરી રહી હતી..એ એનાં અને સોહમના પ્રણય શમણાંઓમાં જાગતીજ.. પરોવાઈ ગઈ હતી..
 
સોહમે ડુંગરા મધ્યે બાઈક અટકાવી બોલ્યો “ વિશુ હવે બાઈક પર ઉપર નહીં જવાય અહીં બાઈક મૂકી
પગપાળા જ ઉપર જઈએ..વધુ મજા આવશે ડુંગરને ખોળવામાં..ધરતીમાનો ખોળો સાધનથી નહીં આપણા
પગથી ખુંદીયે..” વિશ્વા તરત બાઈક પરથી ઉતરી ગઈ બોલી “ હા સોહુ..સાચી વાત છે એમાંજ સાચો આનંદ
આવશે બધું જોતા જોતા માંણતા જઈએ.” બંને ઉતરી ગયા.. સોહમે બાઈક પાર્ક કરી એનો થેલો ખભે
ચઢાવ્યો..વિશ્વાને ખભે હાથ મૂકી કહ્યું “વિશુ તને ખબર છે? આ ધરતી પર અહીં મનસા માઁની હાજરી છે..એમની સાક્ષીમાં આપણે પગલાંથી પગલાં મેળવી.. ચાલીશું..અહીં આપણી પગલાંની છાપ પડશે..એ માત્ર પગની નહીં આપણાં પ્રેમની..યાદોની છાપ હશે.. આપણે જ્યારે જ્યારે અહીં આવીશું એનાં પ્રેમભીનાં સ્પંદનનાં એહસાસ આપણને થશે બધી યાદો તાજી થશે..સાક્ષી બનેલી આ સર્વવ્યાપી શક્તિ આપણને આશિષ આપશે..”
 
વિશ્વા …સોહમને ધ્યાનથી સાંભળી રહેલી એ અટકી ઉભી રહી..એ એની આંખોમાં જોઈ રહી બોલી “ હેય
સોહુ તું કેટલું દિલની ઊંડાઈથી બોલી રહ્યો છે મારું પ્રેમભીનું કાળજું વધુ વિહ્વળ થઈ વધુ પાગલ બને છે એય સોહુ..તું મારો માત્ર માણીગર નથી મારો જીવ છે..” એમ બોલતા બોલતા વિશ્વાની આંખો વરસી પડી..એના આંખથી ટપકતાં આંસુ લૂછી સોહમે કહ્યું
“એય વિશુ..આ પ્રેમ લાગણીનાં મંથનથી ઉપજેલા અમૃત જેવા તારા આંસુબિંદુ મોતી.. બની આ ધરતી માં સમાય છે જો માં ધરતી પણ સાક્ષી બની ગયા ..શું જોઈએ બીજું ?”
 
બન્ને પ્રેમવર્ષા થી ભીંજાયેલા પ્રેમી પંખીઓ ધીરે ધીરે ડુંગરની ઊંચાઈ ચઢી રહેલાં સાથે સાથે એમની પ્રેમની
ઊંચાઈ પણ વધી રહી હતી..પ્રેમની પાત્રતા ઘનિષ્ટતા વધી રહી હતી..બન્ને ડુંગરના એક સમતળ પડાવે
પહોંચ્યા.ત્યાં એક મોટી શીલા પર સોહમે થેલો મુક્યો..ચારે તરફ નજર કરી બોલ્યો “ વિશુ..જો આ કુદરતનો નજારો..કેટલો સુંદર આલ્હાદ્ક છે આપણાં પ્રેમથી ધબકતાં દિલ પણ ખુશીથી નાચી ઉઠ્યાં…”
સોહમે વિશ્વાને ગળે વળગાવી દીધી..એની છાતીને પોતાનામાં લઇ ભીંસી દીધી..ખુબ વ્હાલથી એને હાથ
ફેરવવા લાગ્યો.વિશ્વાએ આંખો બંધ કરી સોહમમાં ખોવાઈ ગઈ..બધુંજ ભૂલી બન્ને જીવ જાણે એક થયા.
એકમેકમાં પરોવાઈ દુનિયા ભૂલી પ્રેમને પામી રહ્યા. સોહમે વિશ્વાનાં ચહેરાને હળવેથી હાથમાં લીધો..ક્યાંય સુધી એની નજરમાં નજર પરોવી રાખી.. એની આંખમાં પોતાની જિંદગી જોઈ રહ્યો એણે વિશ્વાનાં થરકતા ગુલાબી હોઠ પર પ્રેમથી આંગળી ફેરવી.. જોઈ રહેલો.. બંન્ને પ્રેમીઓના તન એકબીજાને ઇજન આપી રહેલા..હોઠ સમાગમ કરવા અધીરા થયા હતા. સોહમે વિશ્વાનાં ગરમ હોઠ પર એના ભીના થયેલાં હોઠ મૂકી દીધા..બેઉ ખુબ તરસ્યા ભૂખ્યા પ્રેમથી તરસતા તડપતા હોઠોનું મિલન થયું અને બંને એકમેકને વળગી ભીંસ દઈ ચૂમવા લાગ્યા..બધી દિશાઓ હોઠની ઉપર નીચે સ્પર્શી મધુરસની મજા માણી રહેલાં..અમૃત તણું અનુભવનું મધ એકબીજાને પીવરાવી રહેલા..ક્યાંય સુધી બંન્ને એકમેકમાં ઓતપ્રોત રહ્યાં…બધું ભાન ભૂલ્યા..આંખો નશા અને પ્રેમનાં કેફથી બંધ થઇ ગઈ હતી..બેઉ એક અદભુત અનુભવના ઉચ્ચ શિખરે પહોંચી ગયેલાં.
સોહમના હોઠ વિશ્વાનાં હોઠને ભીના કરી અમૃતનાં સ્વાદનો અનુભવ કરાવતો એના બન્ને હાથથી એના તન
પર ફેરવતો એની છાતીનાં ઉભારને હળવેથી દબાવતો આનંદ લઇ રહેલો..વિશ્વા પણ ઉત્તેજિત થઇ ચુકી હતી એ વધુને વધુ સોહમમાં પરોવાઈ હતી..સોહમ એના પયોધરોને વધુ સખ્ત દબાવી પોતેજ ઉત્તેજિત થઇ રહેલો..બેઉનાં તન ખુબ ગરમ થઇ ચુક્યા હતા.. બેઉ ભાન ભૂલી વધુને વધુ ઉત્તેજનામાં વળગી પ્રેમ કરી રહેલા.. સોહમનાં હાથ વધુ ને વધુ હરકત કરી રહેલા.. વિશ્વાએ પ્રેમથી સોહમને કહ્યું“એય મારાંરાજા મારા
માલિક..બસ કર..થોડો સંયમ કરીએ..વાત વધી જશે હું મને ખુદનેજ કાબુ નહીં કરી શકું.. આપણા તન આપણા હાથમાં નહીં રહે..હું તને મન દિલથી વરી ચુકી છું..તનેજ સમર્પિત થઇ ચુકી છું પણ..અહીં અટકીએ… મારાં સોહુ..લગ્નના પ્રેમબંધન પછી બસ હું તારીજ..હું મારુ બધુજ તને સમર્પિત કરીશ..મારુ સંપૂર્ણ સમર્પણ બસ તનેજ..વિશ્વાએ એ કબૂલાત કરી..અને હર્ષ અને આવેશથી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી..સોહમે કહ્યું..” કેમ આમ વિશુ? આપણો આજે કબૂલાત ..એક થયાનો પહેલો અનુભવ પહેલો દિવસ..તું રડે છે કેમ ??.” વિશ્વાએ કહ્યું“ મારાં સોહુ
..આજના દિવસનો આનંદ અમર થઇ ગયો આપણા પ્રેમની જેમ…પણ હવે ડર લાગવા લાગ્યો.. આપણું પ્રારબ્ધ પણ જૉડાશે ને ??..” સોહમે કહ્યું ”આપણે એકમેક માટેજ છીએ..શા માટે નહીં …”
 
વધુ આવતા અંકે..પ્રકરણ-11